Home /News /lifestyle /

Tatto: ટેટૂ બનાવતા પહેલા અને બાદમાં રાખો આટલી બાબતોનું ધ્યાન, નહીં આ શોખ બની શકે છે જીવલેણ

Tatto: ટેટૂ બનાવતા પહેલા અને બાદમાં રાખો આટલી બાબતોનું ધ્યાન, નહીં આ શોખ બની શકે છે જીવલેણ

ટેટૂ બનાવતા પહેલા અને બાદમાં રાખો આટલી બાબતોનું ધ્યાન

Does આ મોર્ડન સમયમાં પણ પરંપરાગત છૂંદણાંએ મોર્ડન ટેટૂનું રૂપ ધારણ કરી લીધું છે. ટેટૂ કરાવનાર વ્યક્તિ પોતે અન્યથી કઈક અલગ છે અથવા તો પોતાના વિચારો અને પોતાનું વ્યક્તિત્વ પ્રદર્શિત કરવા અથવા તો કોઈ પ્રિય વ્યક્તિના નામનું ટેટૂ કરાવતા હોય છે.

વધુ જુઓ ...
  શરીર પર છૂંદણાં છૂંદાવા (Tattoo) એ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. કોઈ ચોક્કસ જાતિ, ધર્મના કે આદિવાસીઓના સમૂહોના લોકો કોઈ પોતાની ખાસ પરંપરાગત ટેટૂ ડિઝાઇન (Trible Tattoo Design) થી ઓળખાતા હતા. જ્યારે આ મોર્ડન સમયમાં પણ પરંપરાગત છૂંદણાંએ મોર્ડન ટેટૂનું રૂપ ધારણ કરી લીધું છે. ટેટૂ કરાવનાર વ્યક્તિ પોતે અન્યથી કઈક અલગ છે અથવા તો પોતાના વિચારો અને પોતાનું વ્યક્તિત્વ પ્રદર્શિત કરવા અથવા તો કોઈ પ્રિય વ્યક્તિના નામનું ટેટૂ કરાવતા હોય છે.

  આપને  જણાવી દઈએ કે વારાણસીમાં લગભગ 12 યુવકો HIV સંક્રમિત મળી આવ્યા છે (Varanasi HIV Positive due to tattoo). ઈન્ફેક્શન થયા બાદ જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા કાઉન્સેલિંગ અને તપાસ કરવામાં આવી ત્યારે સૌના હોશ ઉડી ગયા હતા. તમામ યુવાનોમાં HIV સંક્રમણના મૂળ કારણો જોવા મળતા નથી. જ્યારે બધાએ પોતાના શરીરમાં ક્યાંક ને ક્યાંક ટેટૂ કરાવ્યા હતા. આવી સ્થિતિમાં, આરોગ્ય વિભાગને નેવું ટકા સુધીની આશંકા છે કે આ તમામ દર્દીઓ ચેપગ્રસ્ત સોયથી ટેટૂને કારણે HIV ની પકડમાં આવી ગયા છે.

  આ પણ વાંચો: ડેન્ગ્યુ તાવથી બચવા અજમાવો આ આયુર્વેદિક ઉપાયો, જલદી કરશે તમામ લક્ષણોને દૂર

  ઉલ્લ્ખેનીય છે કે આ લોકોએ ક્યારેય કોઈની સાથે અસુરક્ષિત જાતિય બાંધ્યો ન હતો કે ન તો ક્યારેય ચેપગ્રસ્ત ઈન્જેક્શન લીધા હતા. જ્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો આ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમાંથી મોટા ભાગની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે. સારવાર કરતાં તબીબે જ્યારે આ દર્દીઓનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે જાણવા મળ્યું કે ટેટૂ કરાવ્યા બાદ જ તેમની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી." વાસ્તવમાં, ટેટૂ કરાવવા માટે જે સોયનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ચેપગ્રસ્ત હતી. જે તે એક જ સોયથી ઘણા લોકોના ટેટૂ બનાવ્યા હતા.

  એક સોયમાંથી માત્ર એક જ વ્યક્તિએ ટેટૂ કરાવવું જોઈએ. જે સોય વડે ટેટૂ બનાવવામાં આવે છે તે ખૂબ મોંઘી હોય છે. એકવાર ઉપયોગમાં લેવાયેલી સોયનો જો ફરીથી ઉપયોગ કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

  એક્સપર્ટનું કહેવું છે કે જો તમે હાલ જ ટેટૂ કરાવ્યુ હોય તો તુરંત જ HIV ટેસ્ટ કરાવવું જોઈએ. અને ટેટૂ કરતી વખતી તેમાં વાપરવામાં આવતી નીડલની ખાસ ખાત્રી કરવી જોઈએ કે એકજ નીડલ બીજીવાર વાપરવામાં તો નથી આવતી ને! ખાસ રોડ પર બેસીને કે પછી ફેરિયાઓ પાસે તો ભૂલથી પણ ટેટૂ ન કરાવવું જોઈએ.

  આ બાબતો ધ્યાનમાં રાખો  • ટેટૂ હંમેશા પ્રોફેશનલ ટેટૂ આર્ટિસ્ટ પાસેથી કરાવો.

  • ટેટૂ આર્ટિસ્ટના પોર્ટફોલિયો અથવા વેબસાઇટને સારી રીતે ચકાસો.

  • ટેટૂ કરાવતી વખતે, ખાતરી કરો કે ટેટૂ આર્ટિસ્ટે મોજા પહેર્યા છે.

  • કેટલાક લોકો રસ્તા પર બેસીને ટેટૂ કરતાં લોકો પાસે ટેટૂ બનાવતા હોય છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.

  • ખાલી પેટે ટેટૂ કરાવવા ન જાવ. આ સિવાય દારૂનું સેવન બિલકુલ ન કરો.

  • તમારી અનુકૂળતા મુજબ કપડાં પહેરો.

  • અસ્થાયી ટેટૂ હેરડ્રાયર અને ફેવિકોલ જેવા પદાર્થોમાંથી તૈયાર કરેલી શાહીથી

  • બનાવવામાં આવે છે. આથી ત્વચાના છિદ્રોને હવા મળતી નથી. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.


  ટેટૂ કરાવ્યા પછી આ બાબતોનું રાખો ધ્યાન


  જો તમે તમારા ટેટૂ કોઈ પ્રોફેશનલ ટેટૂ આર્ટિસ્ટ પાસે કરાવો છો, તો તે ફાયદાકારક છે કે તે ટેટૂ બનાવતા પહેલા તમારી ત્વચાની પ્રકૃતિ સમજે છે અને તેને ધ્યાનમાં રાખીને ટેટૂ બનાવે છે. તમારી ત્વચાના પ્રકારને સમજીને, તે તમને સાબુ, ક્રીમ, લોશન, એન્ટિ-એલર્જી દવાઓ વગેરે જેવા ઉત્પાદનો પ્રદાન કરશે.

  આ પણ વાંચો: ચટપટી અને મસાલેદાર આ વસ્તુઓ તમારા પાચનતંત્રને કરશે એક્ટિવ, જમ્યા પછી જરૂર ખાઓ

  આવી સ્થિતિમાં ચામડીની એલર્જીનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. ટેટૂ તમારી ત્વચા પર સ્ક્રેચની જેમ છાપવામાં આવે છે, જેમ સ્કીન પર સ્ક્રેચ બનવા માટે અઠવાડિયામાં લગભગ 10 દિવસ લાગે છે, તેવી જ રીતે ટેટૂને બહાર આવતા અઠવાડિયામાં 10 દિવસ લાગે છે. આ દરમિયાન, ટેટૂને ધૂળ, પાણી, સાબુથી બચાવી રાખવું જોઈએ. જો તમે આ માટે ટેટૂ કવરનો ઉપયોગ કરો છો, તો કોઈ ચેપ લાગશે નહીં. જો તમને કોઈપણ પ્રકારની એલર્જી લાગે તો તરત જ નિષ્ણાતની સલાહ લો. જો તમે સમયસર કાળજી લો છો, તો તેની કોઈ આડઅસર થશે નહીં.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, Tattoo, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन