6 એપ્રિલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસ માં ની આરાધના અને ઉપવાસ કરવાથી ભક્તજનોને વિશેષ ફળની પ્રપ્તિ થાય છે. આ 9 દિવસનો સમય ઘણો મહત્વનો હોય છે. આ દિવસોમાં મનની શાંતિ પ્રાપ્ત થવાની સાથે શરીરની પણ આંતરિક રીતે સફાઈ થાય છે. આવો જાણીએ આ દિવસો દરમિયાન શું કરશો અને શું ન કરશો?
શું કરશો?
જઉં- કળશ સ્થાપનાથી પહેલા માટીમાં જઉં વાવીને સ્ખપિત કરવા જોઈએ.
દર્શન- નવરાત્રિમાં દર રોજ મંદિર જઈને માં ના દર્શન કરવા જોઈએ.
જળ- પૂજા પછી સૂર્ય દેવતાને જળ અર્પિત કરવું જોઈએ.
ખૂલ્લા પગ- પૂજા સમયે જૂતા ન પહેરશો. એમ કરવાથી માં નું અપમાન થાય છે.
ઉપવાસ કરવો- 9 દિવસ પોતાની સ્વાદ ઈન્દ્રિય ઉપર નિયંત્રણ રાખી વ્રત રાખવું. તે દરમિયાન તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ.
માં નો શ્રૃંગાર- 9 દિવસ પૂજા કરી માં નો વિધિવત માં નો શ્રૃંગાર કરો. તે દરમિયાન લાલ રંગની વસ્તુઓનો ઉપયોગ કરો અને ગુડહલનું ફૂલ અર્પિત કરો. માં ને તે અતિપ્રિય છે.
કન્યા ભોજ- વ્રત ખોલતા પહેલા નાની કન્યાઓને ભોજન કરાવો. કન્યાઓને માં નું રૂપ માનવામાં આવે છે.
અખંડ દીવો- 9 દિવસ અખંડ દીવો રાખવો જોઈએ
શું ન કરશો
આ દરમિયાન દાઢી-મૂંછ અને વાળ ન કપાવવા જોઈએ
નખ ન કાપવા જોઈએ.
જો તમે નવરાત્રિની વિધિવત કલશને સ્થાપિત કરી માં નું પૂજન કરતા હોવ તો ક્યારેય ઘરને એકદમ ખાલી ન રાખશો. કોઈને કોઈએ હંમેશા ઘરે રહેવું.
તે દરમિયાન તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ. તેમજ લસણ-ડુંગળી ન ખાશો.
9 દિવસ શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર