How to remove rubber print from clothes: ઘણી વાર તમને એવો ડ્રેસ (Dress) પસંદ આવે છે જેના પર રબર પ્રિન્ટ (Rubber print) હોય છે. પરંતુ આ ડ્રેસ પહેર્યાના થોડા દિવસો બાદ રબર પ્રિન્ટ ક્યારેક અડધીપડધી નીકળવા લાગે છે. જે દેખાવે ખરાબ લાગે છે. જો કે ડ્રેસ મટિરિયલ (dressmaterial)માં કોઈ સમસ્યા નથી હોતી , પરંતુ તેમ છતાં ઈચ્છા ન હોય તો પણ ડ્રેસને ફેંકી દેવો પડે છે. તો ક્યારેક એવું પણ બને છે કે કોઈ કારણોસર તમે તે પ્રિન્ટ કાઢી નાખવા માગો છો પરંતુ તે સંપૂર્ણ નીકળી શકતી નથી. જેના કારણે ડ્રેસનો લુક ખરાબ લાગે છે. અહીં જણાવેલી કેટલીક રીતોની મદદથી તમે ડ્રેસમાંથી રબર પ્રિન્ટ સરળતાથી કાઢી શકો છો.
આયરનની મદદથી આ રીતે કાઢો પ્રિન્ટ
ડ્રેસ પરથી રબર પ્રિન્ટ કાઢવા માટે તમે કોઈ સખત અને સપાટ જગ્યા પર કોટનનું કપડું પાથરો. તમે આ માટે ફ્લોર અથવા આયરન બોર્ડનો ઉપયોગ કરી શકો છો. હવે એ ડ્રેસને બોર્ડ અથવા ફ્લોર પર પાથરો. આ ડ્રેસની વચ્ચે ન્યૂઝ પેપર અથવા કોઈપણ જાડા કાગળને સારી રીતે ફેલાવીને રાખો. આ પછી, ડ્રેસ પર પ્રિન્ટ વાળી જગ્યા પર પાણીનો છંટકાવ કરીને ડ્રેસ ઊપર પણ ન્યૂઝપેપર અથવા કાગળ રાખો. આ પછી કાગળ પર વ્યવસ્થિત ઇસ્ત્રી કરો.
હવે કાગળને હટાવી લો અને હાથથી પ્રિન્ટ કાઢી નાખો. જો પ્રિન્ટ ન નીકળે તો એક કોટનના કાપડને પાણીમાં પલાળીને થોડીવાર આ પ્રિન્ટ પર ઘસો. તમે જોશો કે પ્રિન્ટ નીકળવાનું શરૂ થઈ ગયું છે. જો પ્રિન્ટ એક વારમાં સંપૂર્ણપણે દૂર ન થાય, તો આ પ્રોસેસ એકાધિક વખત કરો.
ડ્રેસ પરથી રબર પ્રિન્ટ કાઢવા માટે તમે નેઈલપેઈન્ટ રિમુવરનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે પણ ડ્રેસને સખત અને સપાટ જગ્યાએ પાથરો. પછી આ ડ્રેસની વચ્ચે ન્યૂઝપેપર અથવા કાગળ રાખી દો. હવે કોટન બોલની મદદથી આ પ્રિન્ટ પર નેઈલ પેઇન્ટ રિમુવરને સારી રીતે લગાવો અને દસ મિનિટ માટે આ રીતે રહેવા દો. હવે આ પ્રિન્ટને ચાકુની મદદથી હળવા હાથે કાઢી લો. જો પ્રિન્ટ એકસાથે ન નીકળે તો આ પ્રક્રિયા બે-ત્રણ વાર કરો, પ્રિન્ટ નીકળી જશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર