Diwali2019: પહેલીવાર ફોરેન ટ્રિપ કરનારાઓ માટે અગત્યની ટિપ્સ

News18 Gujarati
Updated: October 29, 2019, 8:08 AM IST
Diwali2019: પહેલીવાર ફોરેન ટ્રિપ કરનારાઓ માટે અગત્યની ટિપ્સ
પ્રતિકાત્મક તસવીર

અહીં અગત્યની ટિપ્સ (Important Tips) આપીશું જેનાથી તમારો વિદેશ પ્રવાસ આનંદમય અને સફળ થયા. આ ટિપ્સ તમને મદદરૂપ થશે. 

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ આ દિવાળી વેકેશનમાં તમે ફોરેન ટ્રિપનું આયોજન કર્યું છે તો અને જો તમે પહેલીવાર ફોરેન ટ્રિપ ઉપર જઇ રહ્યા છો તો તમારા માટે આ પહેલી ફોરેન ટ્રિપ (First Foreign Trip) હોય તો તમારે શું વાતનું ધ્યાન રાખવું એ અંગે જણાવિશું. અહીં અગત્યની ટિપ્સ (Important Tips) આપીશું જેનાથી તમારો વિદેશ પ્રવાસ આનંદમય અને સફળ થયા. આ ટિપ્સ તમને મદદરૂપ થશે.

કોઇપણ સ્થિતિ માટે તૈયાર રહો (Be prepared for any situation)
તમે ગમે તેટલો પરફેક્ટ પ્લાન તૈયાર કર્યો હશે, તમારા પ્લાન બદલાઇ પણ શકે છે. ફ્લાઇટ લેટ થાય, વેધર બદલાઇ જાય, કંઇપણમ થઇ શકે છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આવી સ્થિતિ પ્રવાસ દરમિયાન આવવી સ્વાભાવિક છે. તેના કારણે તમારે મૂડ ખરાબ કરવાની જરૂર નથી. બહાર વરસાદ છે. તો લોકલ કેફમાં બેસો, લોકલ કલ્ચરને સમજવાનો પ્રયત્ન કરો. કહેવાનો અર્થ છે કે તમારો  પ્લાન બદલાય તો ટાઇમ વેસ્ટ કર્યા  વિના તરત કંઇક બીજું પ્લાન કરો.

નવું શોધો
તમે જે સ્થળે ગયા છો ત્યાંના પોપ્યુલર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ (Popular Tourist Destinations) ઉપર તો જશો જ, પમ તે સિવાય તમારા હોટલ મેનેજર કે પછી ત્યાંના કોઇ સ્થાનિકને તે સ્થળની સ્થાનિક જગ્યાઓ વિશે પણ પૂછો. કઇ જગ્યાએ લોકલ ફૂડ સૌથી સારું મળે છે? એવી કોઇ જગ્યા જ્યાં ઘણાં ઓછા લોકો જતા હોય, પણ વાસ્તવમાં તે જોવાલાયક હોય.

ભાષા શીખવાનો પ્રયત્ન કરોતમે જે દેશમાં જઇ રહ્યા છો ત્યાંની ભાષાનું થોડું જ્ઞાન તમને હોવું જોઇએ. આના માટે એક મહિનો કોર્સ કરવાની જરૂર નથી, પણ સામાન્ય વાતચીતના શબ્દો શીખો તો કોમ્યુનિકેશનમાં સરળતા રહેશે. કેમ છો? પ્લીઝ, સોરી, થેન્કયુ વગેરે જેવા શબ્દો શીખી લેવા જોઇએ.

ત્યાંના કલ્ચરનું માન રાખો
જ્યારે પણ કોઇ નવી જગ્યાએ જાઓ, ખાસ ધ્યાન રાખો કે દરેક દેશનું આગવું કલ્ચર અને ટ્રેડિશન્સ (Culture and Traditions) હોય છે. તમારા કપડા અથવા તો તમારું કોઇ વર્તન તે દેશમાં અસ્વીકાર્ય હોય, તો તેમની સંસ્કૃતિને માન આપો માનપૂર્વક વર્તન કરો. એક વાત હંમેશા યાદ રાખવી કે તમે વિદેશમાં માત્ર તમારી જાતને જ નહીં, તમારા દેશને પણ રિપ્રેઝન્ટ કરો છો.
First published: October 29, 2019, 7:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading