14 નવેમ્બરના રોજ દિવાળીના પાવન પર્વ આ વખતે ઉજવાશે. આ દિવસે મહાલક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. આસો મહિનાની વદ પક્ષની અમાસની તિથિએ દિવાળીના તહેવારની ઉજવણી થાય છે. દિવાળી એક પ્રકાશપર્વ છે. જે દિવસે આપણે મા લક્ષ્મીની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવાની મનોકામના કરીએ છીએ. ત્યારે દિવાળીના દિવસે ખાસ મહાલક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજા વિધિમાં કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાનું હોય છે.
ત્યારે જાણો પૂજા વિધિ કરતી વખતે કંઇ કંઇ વસ્તુઓની પૂજા કરીને માતાજીના આશીર્વાદ મેળવવા જોઇએ. સૌથી પહેલા તો મંદિરના તમામ ફોટો બરાબર સાફ કરો. તે પછી માતાજીની મૂર્તિ, શ્રીયંત્ર અને કૂબેરની મૂર્તિની પૂજા પૂજા-વિધિમાં મૂકો. આ સાથે મંદિરના કોડીની પૂજા પણ અનેક જગ્યા કરવાની પ્રથા છે.
ઉલ્લેખની છે કે આ વખતે વર્ષો પછી શનિવારે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ એક દુર્લભ સંયોગ છે. અને તે ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. દિવાળી પર લક્ષ્મી પૂજા મુહૂર્ત, 14 નવેમ્બર : સાંજે 5 વાગ્યાથી 30 મિનિટથી 7 વાગ્યાથી 25 મિનિટ સુધી છે.
દિવાળીની પૂજા કરતી વખતે લાલ કપડાનો પૂજા વિધિમાં ઉપયોગ થવો જોઇએ. અને ઘરની મહિલાઓએ પણ લાલ રંગના કપડા પહેરવા જોઇએ.
ઓમ શ્રીં શ્રીયૈ નમ:, ઓમ શ્રીં હ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ, શ્રીં હ્રીં શ્રીં, ઓમ મહાલક્ષ્મૈ નમ, આ મંત્રોના જાપ કરવાથી માતા લક્ષ્મીની કૃપા ઘર પર સદા રહે છે.
વધુ વાંચો :
દિવાળી પહેલા WhatsApp લાવ્યું નવી ફિચર! Diwali વિશ કરવા આ રીતે બનાવો પોતાનું એનિમેટેડ સ્ટીકર્સ
તેવું મનાય છે કે દિવાળીના પર્વની ઉજવણી ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા તે માટે કરવામાં આવી હતી. દિવાળીનો આ તહેવાર અસત્ય પર સત્યની વિજયનો દિવસ છે. આ દિવસે રાવણની અસુરી શક્તિઓ પર વિજય મેળવીને પ્રભુ શ્રીરામ, સીતા સાથે અયોધ્યા પાછા ફર્યા હતા. જ્યારે શ્રીરામ વનવાસ પરથી પરત ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ દીપોત્સવ મનાવ્યો હતો. બ્રહ્મ પુરાણ અનુસાર આ દિવસે અર્ધરાત્રિએ ગણેશ-લક્ષ્મી, ઈન્દ્ર-કુબેર દરેક ઘરમાં વિચરણ કરે છે તે માન્યતા છે.
આ દિવસે લક્ષ્મીના પ્રતીકરૂપ પગલા ઘરના દરવાજા પાસે બનાવવા જોઇએ. સાથે જ સાથિયો, શુભ લાભ અને ઓમને દરવાજા પર ચિન્હિત કરવા જોઇએ. અને દરવાજા પર ફુલોથી સુશોભન તથા દિવો કરવો જોઇએ. આમ કરવું ખૂબ જ શુભ મનાય છે.