Home /News /lifestyle /Diet tips for Diwali: દિવાળીના તહેવારોમાં આ રીતે ખાવ તમારી ફેવરીટ મીઠાઇ, નહીં વધે એક ગ્રામ પણ વજન

Diet tips for Diwali: દિવાળીના તહેવારોમાં આ રીતે ખાવ તમારી ફેવરીટ મીઠાઇ, નહીં વધે એક ગ્રામ પણ વજન

તહેવારની આ સિઝનમાં વજન વધવાની ચિંતાને સાઇડમાં મૂકીને તમે તમારી ફેવરિટ મીઠાઇનો આનંદ પણ માણી શકશો

તહેવારની આ સિઝનમાં વજન વધવાની ચિંતાને સાઇડમાં મૂકીને આ ટિપ્સ સાથે તમે તમારી ફેવરિટ મીઠાઇનો આનંદ માણી લો. તો ચાલો જાણીએ આ ટીપ્સ વિશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
24 ઓક્ટોબર, સોમવારના રોજ દિવાળીનો શુભ તહેવાર (Diwali 2022) આવે છે. આ તહેવારને ભારતનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. દેશભરમાં ઉજવાતી દિવાળીને પ્રકાશના તહેવાર (Festival of Light) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્ય અને અંધકાર પર પ્રકાશની જીતનો સંદેશ આપે છે, દિવાળી પર લોકો પોતાના ઘરોને દીવા, રંગોળી અને વિવિધ રંગીન લાઇટથી શણગારે છે, ફટાકડા ફોડે છે અને સ્વાદિષ્ટ મીઠાઈઓ તૈયાર કરે છે અને પરીવાર સાથે આનંદ માણે છે. હવે વાત મીઠાઇની આવે ત્યારે મોટા ભાગના લોકો પોતાના વજન વધવા (Weight Gain) અંગે ચિંતિત હોય છે. કારણ મીઠાઇ અને વિવિધ પકવાન વગર દિવાળી અધૂરી લાગે છે.

શું તમે પણ તમારા વજન અંગે ચિંતિત છો, કે દિવાળીની મીઠાઇ ક્યાંક તમારી કમરના ઇંચ ન વધારી દે? તો આજે અમે તમને અમુક એવી ટીપ્સ આપવા જઇ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે મીઠાઇ પણ ખાઇ (Tips to Eat Sweets on Diwali) શકશો અને તમારું વજન પણ નહીં વધે. તહેવારની આ સિઝનમાં વજન વધવાની ચિંતાને સાઇડમાં મૂકીને તમે તમારી ફેવરિટ મીઠાઇનો આનંદ પણ માણી શકશો. તો ચાલો જાણીએ આ ટીપ્સ વિશે.

આ પણ વાંચો: દિવાળી પર સુરણનું શાક બનાવવાની શા માટે છે પરંપરા

આ 10 રીતે ખાવ મીઠાઇ, નહીં વધે એક ગ્રામ પણ વજન-



  • જો તમે અન્ય કોઇ સમયે મીઠાઇનું સેવન નથી કરતા તો તમે તહેવારો પર મીઠાઇ ખાઇ શકો છો.

  • બીજા દિવસે 100 જમ્પિંગ જેક્સ અથવા 30 મિનિટનું વોકિંગ અવશ્ય કરવું.

  • ભારે ભોજન લીધા પછી કે મીઠાઇ ખાધા બાદ ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવો.

  • તહેવારો દરમિયાન ઓવરઇટિંગ ટાળવા કાં તો ભારે ભોજન લો અથવા તો ડેઝર્ટ કે તમારી પસંદની મીઠાઇ ખાવ.

  • ડેઝર્ટ કે મીઠાઇ એવી લો જેમાં હેલ્થી સામગ્રી અને ઓછી કેલેરીઝ હોય. ફળો જેવી લાગતી અને ખૂબ જ શુગર યુક્ત અને ફેટ ધરાવતી મીઠાઇઓ ખાવાનું ટાળો.

  • મીઠાઇ ખાતી સમયે પોર્શન કંટ્રોલ પર ખાસ ધ્યાન આપો. ઉદાહરણ તરીકે આઇસ્ક્રિમની 3 ચમચી ખાવાની બદલે માત્ર 1 જ ચમચી ખાવ.

  • તમારી મીઠાઇ કે આઇસ્ક્રિમ હંમેશા તમારા પરીવાર કે મિત્રો સાથે શેર કરો. જેથી તમે ઓછું ખાઇ શકો.

  • ચીઝ કેકની જગ્યાએ ડાર્ક ચોકલેટ ખાવ.

  • જમતા પહેલા ખૂબ વધારે સલાડ ખાવ. કારણ કે, ફાઇબરના કારણે તમે અન્ય વસ્તુઓ ઓછી ખાઇ શકશો અને તમારું પેટ જલદી ભરાઇ જશે.

  • ગ્રેનોલા બાર્સમાં ખૂબ જ વધુ પ્રમાણમાં શુગર હોય છે, તો તેને ખાવાનું ટાળો. તમારી ચોઇસ પર ખાસ ધ્યાન આપો અને કેરેટ કેક અથવા અંજીર કેક, વોલ્નટ બનાના કેક અથવા પમ્પકિન પાઇ ખાવાનું પસંદ કરો.

First published:

Tags: Diwali, Good for Health, Weight loss

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો