Home /News /lifestyle /Eco Friendly Diwali 2021: આવી રીતે મનાવો ઈકો ફ્રેંડલી દિવાળી, આ 4 ટિપ્સ તહેવાર બનાવશે યાદગાર
Eco Friendly Diwali 2021: આવી રીતે મનાવો ઈકો ફ્રેંડલી દિવાળી, આ 4 ટિપ્સ તહેવાર બનાવશે યાદગાર
દિવાળી પર ફૂલથી ઘરને સજાવો. તસવીર- pexels/Yan Krukov
હિન્દૂ ધર્મના સૌથી મહત્વના તહેવાર દિવાળીને (Festival) દેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં (Celebration) આવશે. સત્યના વિજય અને ઉજાસ માટેના આ તહેવારમાં લોકો ઘરે ઘરે દિવા પ્રગટાવશે.
Eco Friendly Diwali 2021: દિવાળી (Diwali)નો માહોલ જામ્યો છે. હિન્દૂ ધર્મના સૌથી મહત્વના તહેવાર દિવાળીને (Festival) દેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં (Celebration) આવશે. સત્યના વિજય અને ઉજાસ માટેના આ તહેવારમાં લોકો ઘરે ઘરે દિવા પ્રગટાવશે. આ સાથે જ ઘરની બહાર રંગોળી અને લાઇટિંગ પણ કરવામાં આવશે. સાંજે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવશે તથા ફટાકડા ફોડવામાં આવશે. જોકે, ફટાકડાના કારણે આપણી આજુબાજુનું પર્યાવરણ ખૂબ જ પ્રદુષિત થાય છે. જેથી ઈકો ફ્રેંડલી (Eco Friendly) દિવાળીને પ્રોત્સાહન આપવાની હાકલ કરવામાં આવતી હોય છે. અલબત્ત જો તમને ફટાકડા વગર કઈ રીતે દિવાળી ઉજવવી તેનો પ્રશ્ન થતો હોય તો આજે અહીં યાદગાર રીતે ઈકો ફ્રેંડલી દિવાળી મનાવવાની પદ્ધતિ રજૂ કરાઈ છે.
આવી રીતે ઉજવો ઇકોફ્રેન્ડલી દિવાળી
ફટાકડાને 'ના' કહો
પ્રદુષણમાં થતા સતત વધારાના પગલે અમુક રાજ્યોમાં સરકારે ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આવી સ્થિતિમાં બાળકોને ફટાકડાના સ્થાને ફુગ્ગા કે કલરફુલ કાગળથી રમવાનું શીખવો. ફુગ્ગા ફોડીને બાળકોને મજા આવશે.
દિવાળીએ ઘરને શણગારવામાં આવે છે. જેમાં ઘણા લોકો મીણબત્તીનો ઉપયોગ કરે છે. મીણબત્તીમાં પેટ્રોલિયમ પદાર્થ હોય છે. જે પર્યાવરણ માટે હાનિકારક છે. તેના સ્થાને તમે દીવડા કે LED લાઈટનો ઉપયોગ કરી શકો છો. બજારમાં તમને તેની વિવિધ આકર્ષક વેરાયટી મળી જશે.
ઓર્ગેનિક રંગોળી બનાવો
કેમિકલ ધરાવતા રંગોના કારણે જમીન પ્રદુષિત થઈ શકે છે. જેથી ચોખા કે ફૂલથી રંગોળી કરવાથી તે નુકસાન નહીં કરે અને સાથે સાથે ટ્રેડિશનલ અને સુંદર લાગશે. તમે ચોખા, હળદર, કોફી પાવડર અને કુમકુમનો ઉપયોગ કરી શકો છો. આ સાથે તમે ગુલાબ, કમળ, અશોકના પાંદડાથી તેને સજાવી શકો છો.
દિવાળીએ ગિફ્ટ આપવાની પરંપરા છે. પરંતુ મોટાભાગના લોકો ગિફ્ટને ચમકદાર પોલીથીનમાં આપે છે. જે પ્રકૃતિ માટે જોખમી છે. જેથી પોલિથીનને બદલે ન્યૂઝ પેપર અથવા હેન્ડમેડ પેપરનો ઉપયોગ કરો. આવું બધાને ગમશે પણ ખરું. આ પ્રસંગે તમે ડ્રાય ફ્રૂટ કે નાના છોડ વગેરે ભેટમાં આપી શકો છો.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય સૂચનો અને માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાંતનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર