Diwali 2022 Sugar free ragi sweet: કોઇ પણ વ્યક્તિને દિવાળીમાં મીઠાઇ ખાવાનું મન થઇ જતુ હોય છે. એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ ગળ્યું ખાવાના શોખીન હોય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ મનભરીને મીઠાઇ ખાઇ શકતા નથી.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવાળીનો તહેવાર હવે નજીક છે ત્યારે અનેક ઘરોમાં શું નાસ્તા અને મીઠાઇ બનાવવી એની ચર્ચા ચાલતી હોય છે. આજના આ સમયમાં પણ મોટાભાગના લોકો ઘરે નાસ્તા અને મીઠાઇ બનાવતા હોય છે. જો કે દિવાળીની રોનક કંઇક અલગ જ હોય છે. દિવાળીમાં મીઠાઇ અને નાસ્તા ખાવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. પરંતુ આમ, જો હેલ્થની વાત કરીએ તો અનેક લોકો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ સાથે સંકળાયેલા હોય છે, ત્યારે આ લોકોને મીઠાઇ ખાવા પર મનાઇ થઇ જાય છે.
આજે અમે તમારી માટે એક મસ્ત મીઠાઇની રેસિપી લઇને આવ્યા છીએ. આ મીઠાઇ તમને ડાયાબિટીસ છે તો તમે પણ તમે એને મનભરીને ખાઇ શકો છો. આ મીઠાઇ ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો સુગર ફ્રી રાગીની બરફી.
સુગર ફ્રી રાગીની બરફી બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં સોજી નાંખો અને શેકી લો. આ સોજી તમારે ધીમા ગેસે શેકવાની રહેશે. સોજી જેમ-જેમ શેકાતી જશે એમ એમાંથી તમને સુગંધ આવશે. સોજીને તમારે બહુ શેકવાની નથી. સોજી શેકતી વખતે સતત હલાવતા રહો. આ સોજી શેકાશે એટલે બ્રાઉન કલર પકડાશે. સોજી આછા બ્રાઉન કલરની થાય એટલે એને એક પ્લેટમાં લઇ લો.
સોજી શેકાઇ જાય એટલે એક પેન લો અને એમાં ખજૂરના એકદમ નાના કટ કરેલા ટુકડા નાંખો. ત્યારબાદ આમાં જરૂર મુજબ દૂધ નાંખો અને આ મિશ્રણને હલાવતા રહો. બે થી ત્રણ મિનિટ રહીને ઇલાયચી પાવડર નાંખો. ઇલાયચી પાવડર નાંખ્યા પછી હવે શેકેલી સોજી નાંખો. જો તમને એવું લાગે કે મિશ્રણ ડ્રાય છે તો તમે જરૂર મુજબ દૂધ એડ કરી શકો છો. હવે ડ્રાય ફ્રૂ્ટસ નાંખો અને ગેસ બંધ કરી દો.
હવે એક થાળી લો અને એમાં નીચે ઘી લગાવી દો. ત્યારબાદ આ મિશ્રણ થાળીમાં પાથરી દો. હવે આને કટ કરી લો. તો તૈયાર છે સુગર ફ્રી રાગીની બરફી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર