Home /News /lifestyle /Diwali 2022: ફટાકડા ફોડતા દાઝી જાવો ત્યારે પહેલાં ઘરે જ કરો આ પ્રાથમિક ઉપચાર, દાઝયા પછીના ડાઘ પણ જતા રહેશે
Diwali 2022: ફટાકડા ફોડતા દાઝી જાવો ત્યારે પહેલાં ઘરે જ કરો આ પ્રાથમિક ઉપચાર, દાઝયા પછીના ડાઘ પણ જતા રહેશે
દાઝી જાવો ત્યારે કરો આ ઉપાય
Diwali 2022: દિવાળીના તહેવારમાં ફટકડા ફોડવાની મજા કંઇક અલગ જ આવતી હોય છે. ફટાકડા ફોડતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો કે ઘણી વાર ગમે તેટલું ધ્યાન રાખવામાં આવે તો પણ દાઝી જવાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવાળીનો તહેવાર નજીક આવતા જ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અનેક લોકો જાતજાતની ખરીદીમાં લાગી ગયા છે. કોઇ કપડાની ખરીદી કરવામાં વ્યસ્ત છે તો કોઇ ફટાકડા લેવાની તૈયારીઓ કરી રહ્યા છે. દિવાળીના તહેવારની રોનક કંઇક અલગ જ હોય છે. આ તહેવારમાં લોકો જાતજાતની તૈયારીઓ કરતા હોય છે. દિવાળીના તહેવારમાં રોશનથી લઇને રંગોળી કરવા સુધીનો આનંદ લોકો લેતા હોય છે. આમ, દિવાળીના તહેવારમાં સૌથી વધારે ધ્યાન ફટાકડા ફોડતી વખતે રાખવાનું હોય છે. ફટાકડા ફોડતી વખતે થોડુ પણ ધ્યાન ચુકી જવાય તો દાઝી જવાય છે. દિવાળીમાં ઘણાં બધા કિસ્સાઓ એવા આવે છે જેમાં લોકો દાઝી જતા હોય છે. તો જાણો ફટાકડા ફોડતી વખતે તમે દાઝી જાવો ત્યારે સૌથી પહેલા શું કામ કરશો.
ફટાકડા ફોડતી વખતે દાઝી જાવો ત્યારે સૌથી પહેલા ઠંડું પાણી નાંખો. ઠંડું પાણી નાંખવાથી તમને બળતરા ઓછી થઇ જાય છે.
ફટાકડા ફોડતી વખતે તમે હાથની કે પગની આંગળી પર દાઝી જાવો ત્યારે સૌથી પહેલાં એક વાસણમાં ઠંડુ પાણી લો. આ વાસણમાં તમે બરફ પણ નાંખી શકો છો. હવે આ ઠંડા પાણીમાં તમારી આંગળીઓ ડુબાડી રાખો. આમ કરવાથી તમને રાહત થઇ જશે.
તમે જે જગ્યાએ દાઝી ગયા છો ત્યાં હળદરનું પાણી લગાવી દો. હળદરનું પાણી તમારે ઠંડુ લેવુ જેથી કરીને બળતરા ઓછી થાય.
દાઝેલા ભાગ પર તમે બટાકાની કાપેલી સ્લાઇસ પણ ઘસી શકો છો. આ બટાકાની સ્લાઇસ તમારે વજન આપીને હાથથી ઘસવાની નથી. એકદમ હળવા હાથે ઘસવાનું છે.
તુલસીનો રસ દાઝ્યા પર લગાવવાથી બળતરામાં રાહત થાય છે. ફટાકડા ફોડતી વખતે તમે જે જગ્યા પર દાઝી જાવો ત્યાં તુલસીનો રસ લગાવી દો. તુલસીનો રસ લગાવવાથી તમને આરામ મળી જાય છે. આ એક પ્રાથમિક સારવાર છે. આ માટે તમે 10 થી 12 તુલસીના પાન લો અને એમાં થોડું પાણી નાંખીને ફટાફટ પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને દાઝ્યા પર હળવા હાથે લગાવી દો. આમ કરવાથી બળતરા ઓછી થશે અને રાહત થઇ જશે. જો તમે વધારે દાઝી ગયા છો તો સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરો અને જરૂરી ટ્રિટમેન્ટ શરૂ કરી દો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર