Home /News /lifestyle /Diwali 2022: દિવાળીમાં હોટલની લાંબી લાઇનમાં ના ઊભા રહેવું હોય તો માત્ર 15 મિનિટમાં બનાવો 'મસાલા પાસ્તા'
Diwali 2022: દિવાળીમાં હોટલની લાંબી લાઇનમાં ના ઊભા રહેવું હોય તો માત્ર 15 મિનિટમાં બનાવો 'મસાલા પાસ્તા'
મસાલા પાસ્તા રેસિપી
Diwali 2022 Recipe: દિવાળીની મજા કંઇક અલગ જ હોય છે. પરંતુ દરેક સ્ત્રીઓને તહેવારોમાં એવી રસોઇ બનાવવી ગમે જે ફટાફટ બની જાય અને સાથે ટેસ્ટી પણ હોય. દિવાળીમાં હોટલમાં જઇને વેઇટિંગમાં ઉભા રહેવાનો પણ કંટાળો આવતો હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવાળીને હવે થોડા દિવસ બાખી છે ત્યાં અનેક લોકોના ઘરોમાં જાતજાતની તૈયારીઓ ચાલી રહી છે. કોઇ અલગ-અલગ પ્રકારના નાસ્તામાં બનાવવામાં વ્યસ્ત છે તો કોઇ સાફ-સફાઇ કરવામાં. જો કે દિવાળીમાં આ બધુ કરવું બહુ જરૂરી છે. દિવાળીની રોનક કંઇક અલગ જ હોય છે. આમ અમે આ દિવાળીમાં તમારી માટે એક રેસિપી લઇને આવ્યા છીએ. જો કે આ વિશે તમને બધાને ખ્યાલ જ હશે, પરંતુ તમને જણાવી દઇએ કે દિવાળીમાં તમે ફરવા જાવો અને ઘરે આવતા મોડુ થઇ જાય છે તો તમે ફટાફટ ઘરે આ રીતે બનાવો મસાલા પાસ્તા. મસાલા પાસ્તા તમે ખૂબ ઝડપથી ઘરે બનાવી શકો છો. તો નોંધી લો તમે પણ આ રીત..
મસાલા પાસ્તા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું વાસણ લો અને એમાં પાણી ગરમ કરવા માટે મુકો. પાણી ગરમ થઇ જાય એટલે એમાં પાસ્તા નાંખો. પાસ્તાને 5 થી 6 મિનિટ માટે થવા દો. ત્યારબાદ ચેક કરી લો પાસ્તા થઇ ગયા છે નહીં. ત્યારબાદ કાણાંવાળા વાસણમાં પાસ્તા લઇ લો, જેથી કરીને પાણી નીચે ઉતરી જાય. હવે આ પાસ્તાને ઠંડા પાણીમાં નાંખીને બહાર કાઢી લો.
હવે ડુંગળી, ટામેટા, લીલા મરચા અને આદુને ઝીણું સમારી લો. હવે આ બધી જ વસ્તુઓને મિક્સર જારમાં લઇ લો અને ગ્રાઇન્ડ કરી લો. તો તૈયાર થઇ ગઇ મસ્ત પેસ્ટ. હવે એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે બનાવેલી પેસ્ટ નાંખો અને 1 થી 2 મિનિટ માટે થવા દો. ત્યારબાદ આમાં મેયોનીઝ ચીઝ, ટોમેટો સોસ, લાલ મરચું નાંખીને મિક્સ કરી લો. ત્યારબાદ સ્વાદાનુંસાર મીઠું નાંખો.
આ બધી સામગ્રી સારી રીતે થઇ જાય એટલે એમાં બાફેલા પાસ્તા નાંખો અને હળવા હાથે મિક્સ કરી લો. ગેસ ધીમો કરીને 2 થી 3 મિનિટ માટે થવા દો. હવે ગેસ બંધ કરીને એક પ્લેટમાં લઇ લો. તો તૈયાર છે સ્વાદથી ભરપૂર મસાલા પાસ્તા. હવે આ પાસ્તાને ચીલી ફ્લેક્સ, કોથમીર અને ચીઝથી ગાર્નિશ કરો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર