Home /News /lifestyle /Diwali 2022: બદામનો આ પાવડર માત્ર 15 મિનિટમાં ચહેરા પર લાવે છે ગ્લો, દૂધમાં મિક્સ કરો અને અપ્સરા જેવા દેખાવો

Diwali 2022: બદામનો આ પાવડર માત્ર 15 મિનિટમાં ચહેરા પર લાવે છે ગ્લો, દૂધમાં મિક્સ કરો અને અપ્સરા જેવા દેખાવો

આ પાવડરથી તરત ચહેરા પર લાવો ગ્લો

Diwali 2022: દિવાળીમાં દરેક લોકોને એમ હોય છે કે ચહેરા પર મસ્ત ગ્લો આવે અને સાથે સ્કિન પણ કોમળ બને. સ્કિનને સોફ્ટ બનાવવા માટે તમે દિવાળીમાં આ પાવડર લગાવો છો તો તમે અપ્સરા જેવા લાગો છો.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવાળીને હવે થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકો ફેશિયલ, વેક્સિંગ જેવી અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે. તહેવારોની સિઝનમાં સલુનમાં પણ ભારે ભીડ થતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે દિવાળીના દિવસોમાં આ પાવડર દૂધમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો છો તો માત્ર 15 જ મિનિટમાં તમને મસ્ત ગ્લો મળે છે. આ નેચરલ પાવડર તમારી સ્કિનને કોઇ જ પ્રકારનું નુકસાન કરતુ નથી. આમ, જો તમે બ્યૂટી પ્રોડકટ્સનો ઉપયોગ કરો છો તો લાંબા ગાળે તમારી સ્કિનને નુકસાન થાય છે. આ માટે જરૂરી છે કે તમારી સ્કિન પર નેચરલ રીતે જ ગ્લો લાવો. તો જાણો આ પાવડર વિશે અને લગાવો ચહેરા પર..

  બદામ અને ચારોળીનો પાવડર


  દિવાળીના દિવસોમાં અપ્સરા જેવા દેખાવા માટે તમે એક બાઉલમાં બે ચમચી બદામ અને બે ચમચી ચારોળી લો. ત્યારબાદ આ બન્ને વસ્તુને મિક્સર જારમાં લઇ લો અને બારીક પાવડર બનાવી લો. હવે આ પાવડરમાં દૂધ મિક્સ કરો અને આ પેસ્ટને હલાવી દો. હવે આ પેસ્ટને તમે તમારા ચહેરા પર લગાવો. આ પેસ્ટથી માત્ર 15 જ મિનિટમાં ચહેરા પર ગ્લો આવી જાય છે. આ નેચરલ પેસ્ટ તમારી સ્કિનને કોઇ પણ પ્રકારનું નુકસાન થવા દેતી નથી. બદામ અને ચારોળીમાં રહેલા ગુણો તમારી સ્કિનને સોફ્ટ અને સ્મુધ કરવાનું કામ કરે છે.

  જાણો આ પેસ્ટ લગાવવાના ફાયદા  • આ પેસ્ટ તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવે છે.

  • બદામમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે તમારી સ્કિનને મોઇસ્યુરાઇઝ કરવાનું કામ કરે છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે બદામ અને ચારોળીમાં વિટામીન ઇનું પ્રમાણ બહુ સારું હોય છે જે સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.

  • આ પેસ્ટ બનાવો ત્યારે તમારે કાચા દૂધનો ઉપયોગ કરવાનો છે, એટલે કે તમારે દૂધને ગરમ કરવાનું નથી. ઠંડુ દૂધ તમારી સ્કિનને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે.

  • આ પેસ્ટ તમારે જ્યારે બહાર જવાનું હોય ત્યારે તમે લગાવો છો તો સ્કિન મસ્ત સોફ્ટ થઇ જાય છે અને સાથે તમારા ફેસ પર તરત  જ ગ્લો આપવાનું કામ કરે છે.

  Published by:Niyati Modi
  First published:

  Tags: Diwali 2022, Diwali celebration, Diwali festival, Life style, Life Style News

  विज्ञापन
  विज्ञापन