Home /News /lifestyle /Diwali 2022: દિવાળીમાં બજેટ ઓછુ છે અને મસ્ત ડેકોરેશન કરવું છેે? તો ક્લિક કરીને વાંચી લો યુનિક આઇડિયા
Diwali 2022: દિવાળીમાં બજેટ ઓછુ છે અને મસ્ત ડેકોરેશન કરવું છેે? તો ક્લિક કરીને વાંચી લો યુનિક આઇડિયા
દિવાળીમાં મસ્ત ડેકોરેશન કરો
Diwali Decoration: દિવાળીનો તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ અનેક લોકો તૈયારીઓમાં લાગી ગયા છે. દિવાળીમાં ડેકોરેશન કરવાની પણ એક મજા હોય છે. પરંતુ જો તમે આ વખતે બધા કરતા હટકે ડેકોરેશન કરવા ઇચ્છો છો તો આ આઇડિયા તમારા માટે બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવાળી આવતાં જ લોકોમાં ખુશી જોવા મળે છે. આ તહેવાર એવો છે જેમાં મીઠાઇ ખાવાની, એકબીજાને મળવાનો આનંદ તેમજ ઘર ડેકોરેશન કરવાની મજા કંઇક અલગ જ આવે છે. દિવાળીમાં તમે જોતા હશો કે અનેક લોકો જાતજાતની રીતે ઘર ડેકોરેશન કરતા હોય છે. દિવાળીના તહેવારમાં લોકો અનેક ઘણો ખર્ચો કરી નાંખતા હોય છે. કેટલાક લોકો ઘરમાં કલર કરાવે તો ઘણાં લોકો પડદા, બેડશીટ તેમજ કપડાની ખરીદી કરતા હોય છે. આજે અમે તમારી માટે ઘર ડેકોરેશન માટે કેટલાક યુનિક આઇડિયા લઇને આવ્યા છીએ. આ ડેકોરેશન તમે તમારા બજેટમાં કરી શકશો અને ઘરની રોનક પણ બદલાઇ જશે. તો જાણો આ યુનિક આઇડિયા તમે પણ..
તમે બાલકનીને દિવાળીમાં નવો લુક આપવા ઇચ્છો છો તો તમે લાઇટથી સજાવી શકો છો. માર્કેટમાં અનેક પ્રકારની લાઇટો તમને સરળતાથી મળી રહી છે. તમે તમારા બજેટને અનુસાર લાઇટની પસંદગી કરી શકો છો. લાઇટોની રોશની તમારી બાલકનીને ઝગમગાવી દે છે.
ફૂલોથી સજાવો
દિવાળીમાં મોટાભાગનાં લોકો રંગોળી બનાવતા હોય છે. દિવાળીમાં તમે ફૂલોથી તમારું ઘર સજાવો છો તો લુક આખો બદલાઇ જાય છે. ફૂલોથી તમે રંગોળી કરો છો તો લુક આખો અલગ આવે છે. આ માટે તમે નેટ પરથી પણ અનેક પ્રકારના આઇડિયા લઇ શકો છો.
દિવાળીમાં તમે કાંચના બાઉલનો ઉપયોગ કરીને પણ સજાવટ કરી શકો છો. આ માટે કાંચનો બાઉલ લો અને એમાં લાલ, પીલા, સફેદ ફુલ નાંખો. તમે ઇચ્છો છો તો આમાં કમળ પણ મુકી શકો છો. આ બાઉલ તમે ઘરમાં કોઇ પણ કોર્નર, ડાઇનિંગ ટેબલ પર મુકી શકો છો.
તાંબાના વાસણથી સજાવટ કરો
દિવાળીમાં તમે બધા કરતા કંઇક અલગ કરવા ઇચ્છો છો તો તાંબાના વાસણો તમારા માટે એક બેસ્ટ આઇડિયા છે. તાંબાના વાસણો અલગ-અલગ જગ્યાએ મુકો અને પછી ફુલો કે ફુલના હાર નીચે સુધી લાવો. આમ કરવાથી મસ્ત ડેકોરેશન થાય છે. આ ડેકોરેશન તમને કંઇક અલગ જ લુક આપે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર