Home /News /lifestyle /Diwali 2022: રસોડાની ચીકણી ટાઇલ્સ ઓછી મહેનતે આ રીતે ચમકાવો, મીઠાંનો આ ઉપયોગ છે સૌથી બેસ્ટ

Diwali 2022: રસોડાની ચીકણી ટાઇલ્સ ઓછી મહેનતે આ રીતે ચમકાવો, મીઠાંનો આ ઉપયોગ છે સૌથી બેસ્ટ

દિવાળીમાં ચીકણી ટાઇલ્સ ચમકાવો

Diwali 2022: દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે અનેક લોકો ઘરની સાફ-સફાઇ કરવામાં લાગી ગયા છે. ચોમાસા પછી આ સિઝનમાં ઘરની સફાઇ કરવી ખૂૂબ જરૂરી છે. ઘરની સફાઇમાં સૌથી મોટો કંટાળો કિચનને સાફ કરવાનો આવતો હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવાળીના તહેવારને હવે થોડા દિવસો બાખી છે ત્યાં અનેક ઘરોમાં સાફ-સફાઇ લોકો કરી રહ્યા છે. દિવાળીમાં સાફ-સફાઇ કરવી ખૂબ જરૂરી છે. જો તમે દિવાળીમાં સાફ-સફાઇ કરતા નથી આવનાર મહેમાનને તમારું ઘર ગંદુ લાગે છે. આ સાથે જ ચોમાસું જાય પછી ઘરની સાફ-સફાઇ કરવી ખૂબ જરૂરી છે. ઘરની સાફ-સફાઇ કર્યા પછી સુંદરતા વધી જાય છે. દિવાળીમાં સફાઇ દરમિયાન સૌથી મોટો કંટાળો કિચનને ક્લિન કરવાનો આવે છે. રસોડું ગંદુ હોય તો ઘરનો લુક પણ બગડી જાય છે. પરંતુ આજે અમે તમારી માટે કેટલીક સરળ ટિપ્સ લઇને આવ્યા છીએ જે તમે ફોલો કરશો તો તમારું રસોડું ઓછી મહેનતે ચોખ્ખુ થઇ જશે.

    આ પણ વાંચો: દિવાળીમાં ઓછા બજેટમાં આ રીતે મસ્ત ડેકોરેશન કરો

    બેકિંગ સોડા


    રસોડામાં લગાવેલી ટાઇલ્સને મિનિટોમાં ચોખ્ખી કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડા તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. બેકિંગ સોડાથી તમે છત પણ ચોખ્ખી કરી શકો છો. આ માટે તમે એક કપ ગરમ પાણીમાં ત્રણ ચમચી બેકિંગ સોડા નાંખો અને પાણીને ગરમ કરી લો. ત્યારબાદ આ પાણીને તમે તમારી રસોડાની ટાઇલ્સ પર છાંટો અને હળવા હાથે બ્રશ ઘસી લો. આમ કરવાથી ટાઇલ્સ ચોખ્ખી થઇ જશે.

    વિનેગર


    વિનેગર રસોડાની સફાઇ કરવા માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક મોટું વાસણ લો અને એમાં વિનેગર નાંખો. ત્યારબાદ સ્પોન્જ લો અને વિનેગર લગાવીને નિચોવી લો. હવે આ સ્પોનજથી ટાઇલ્સ ચોખ્ખી કરશો તો ઓછી મહેનતે ચકચકાટ થઇ જશે. આ રીતે ટાઇલ્સ સાફ કરશો તો કિચન ચમકી ઉઠશે.

    આ પણ વાંચો: દિવાળીમાં મીઠાઇ ખાઓ અને આ રીતે સુગર કંટ્રોલ કરો

    લીંબુનો રસ અને સોડા


    રસોડામાં પડેલા ગંદા ડાઘને દૂર કરવા માટે તમે લીંબુ અને સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક બાઉલમાં સોડા અને એમાં લીંબુનો રસ નીચોવી લો. ત્યારબાદ સ્પોનજની મદદથી તમે આ સાફ કરી લો. લીંબુ અને સોડા રસોડામાં પડેલા ગંદા ડાઘને નિકાળવા માટે સૌથી બેસ્ટ છે.


    મીઠું


    રસોડામાં પીળી પડી ગયેલી અને ચીકણી ટાઇલ્સને દૂર કરવા માટે મીઠાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ માટે એક કપ ગરમ પાણી લો અને એમાં ત્રણ ચમચી મીઠું નાખો. ત્યારબાદ આ પાણીથી ટાઇલ્સ સાફ કરો. આમ કરવાથી ટાઇલ્સ જલદી ક્લિન થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Diwali 2022, Diwali celebration, Diwali festival, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन