Home /News /lifestyle /Diwali 2022: બાથરૂમની ટાઇલ્સ પીળી થઇ ગઇ છે અને બહુ ગંદી લાગે છે? તો દિવાળી પહેલા આ રીતે ચમકાવો
Diwali 2022: બાથરૂમની ટાઇલ્સ પીળી થઇ ગઇ છે અને બહુ ગંદી લાગે છે? તો દિવાળી પહેલા આ રીતે ચમકાવો
ચમકાવો બાથરૂમની ટાઇલ્સ
Diwali 2022: દિવાળીની સાફ-સફાઇ કરવામાં સૌથી મોટો કંટાળો બાથરૂમની સફાઇ કરવાનો આવે છે. બાથરૂમની પીળી પડી ગયેલી ટાઇલ્સનો ચમકાવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. એવામાં જો તમે આ રીતે સફાઇ કરો છો તો ઓછી મહેનતમાં સારું સાફ થાય છે.
Diwali 2022: દિવાળી નજીક આવતા જ ગૃહિણીઓ ઘરની સાફ-સફાઇ કરવા લાગે છે. આ સમયમાં ઘરને ચોખ્ખું કરવું ખૂબ જરૂરી છે. દિવાળીમાં સાફ-સફાઇ કરવામાં ના આવે તો ઘર ગંદુ લાગે છે અને જીવાત પડવા લાગે છે. આ માટે દિવાળીમાં સફાઇ કરવી ખૂબ જરૂરી છે. ગૃહિણીઓ માટે દિવાળીની સફાઇમાં સૌથી ત્રાસદાયક બાથરૂમની ટાઇલ્સ અને એને સાફ કરવું અઘરું અને મહેનતનું કામ થઇ જાય છે. બાથરૂમને ચમકાવવા માટે અનેક ઘણી મહેનત કરવી પડતી હોય છે. આમ, જો તમારા બાથરૂમની ટાઇલ્સ પીળી થઇ ગઇ છે અને બહુ ખરાબ લાગે છે તો ઓછી મહેનતે આ રીતે સફાઇ કરો.
બાથરૂમની ટાઇલ્સ ચમકાવવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે બહારથી વિનેગર લાવો અને એને સ્પ્રે બોટલમાં ભરી લો. ત્યારબાદ બાથરૂમમાં આ સ્પ્રે છાંટી દો અને થોડીવાર માટે રહેવા દો. પછી બ્રશની મદદથી ટાઇલ્સ પર ઘસો. આમ કરવાથી ઓછી મહેનતે ટાઇલ્સ સાફ થઇ જશે.
લીંબુનો રસ અને બેકિંગ સોડા
બાથરૂમમાં નળ, ટાઇલ્સ, અને જૂનામાં જૂના પડેલા ડાઘાને દૂર કરવા માટે લીંબુનો રસ અને બેકિંગ સોડા સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક ડિશમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણને તમે ટાઇલ્સ અને નળ પર લગાવો અને કોટનના કપડાથી હળવા હાથે ઘસો. આમ કરવાથી તમારા બાથરૂમમાં લાગેલો નળ, ટાઇલ્સ અને બધું ચોખ્ખું થઇ જશે.
એસિડ અને પાણી ભેંગુ કરી લો. આમાં એસિડનું પ્રમાણ ઓછુ લેવું. આ એસિડમાં તમે પાણી વધારે લો જેથી કરીને ટાઇલ્સમાં તીરાડ ના પડે અને ખરાબ ના થાય. હવે આ એસિડ અને પાણીને ભેંગુ કરીને ટાઇલ્સ પર નાંખો અને સાવરણાંની મદદથી ઘસી લો. હવે બે મિનિટ રહીને ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમારી ટાઇલ્સ પરના ડાધા દૂર થઇ જાય છે.
આમ, જો તમે આ ઉપાયોથી બાથરૂમની ટાઇલ્સની સાફ-સફાઇ કરો છો તો એ જલદી ચોખ્ખી થઇ જાય છે અને સાથે ડાધા પણ દૂર થઇ જાય છે. આ ઉપાયો તમે અજમાવશો તો તમને બહુ મહેનત નહીં પડે અને થાક પણ નહીં લાગે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર