Home /News /lifestyle /Diwali 2022: કાળા પડી ગયેલા એલ્યુમિનિયમના વાસણો ચમકાવો આ રીતે, ઓછી મહેનતે મળશે બેસ્ટ રિઝલ્ટ

Diwali 2022: કાળા પડી ગયેલા એલ્યુમિનિયમના વાસણો ચમકાવો આ રીતે, ઓછી મહેનતે મળશે બેસ્ટ રિઝલ્ટ

ઓછી મહેનતે ચમકાવો વાસણ

Diwali 2022: દિવાળીમાં ઘરની સાફ-સફાઇ કરવી ખૂબ જરૂરી છે. દિવાળીના દિવસોમાં મહેમાન ઘરે આવે ત્યારે ઘર ચોખ્ખું હોય એ જરૂરી છે. આ માટે અનેક લોકો હાલથી સફાઇમાં લાગી ગયા છે. જો કે દિવાળીમાં સૌથી મોટા ત્રાસ એલ્યુમિનિયમના વાસણો સાફ કરવાનો આવે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવાળી નજીક આવવાની છે તૈયારીમાં છે ત્યાં અનેક લોકો ઘરની સફાઇ કરવામાં લાગી ગયા છે. દિવાળીમાં ઘરની સાફ-સફાઇ કરવી ખૂબ જરૂરી છે. જો તમે સાફ-સફાઇ કરતા નથી તો ઘરમાં જીવાત પડી જાય છે. ચોમાસા પછી ઘરની સફાઇ કરવી અગત્યની છે. ચોમાસામાં ઘરમાં ભેજ લાગવાથી અનેક વસ્તુઓ ખરાબ થઇ જાય છે જેને સાફ કરવી પડે છે. આ સાથે જ રસોડામાં અનેક પ્રકારના વાસણો હોય છે જેમ કે સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક વગેરે..એવામાં સૌથી વધારે માથાકૂટ એલ્યુમિનિયમના વાસણો સાફ કરવામાં થાય છે. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો એલ્યુમિનિયમના વાસણો ઓછી મહેનતે ચકચકાટ થઇ જશે.

    લીંબુ અને મીઠું


    એલ્યુમિનિયમના વાસણો સાફ કરવા માટે તમે લીંબુ અને મીઠુંનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક ડિશમાં મીઠું લો અને એમાં લીંબુનો રસ નાંખો. ત્યારબાદ લોખંડના કુચાને આ મિશ્રણમાં લગાવો અને પછી એલ્યુમિનિયમના વાસણો સાફ કરો. આમ કરવાથી ડબ્બા તેમજ કડાઇ જેવા અનેક વાસણો સાફ થઇ જશે.

    આ પણ વાંચો: દિવાળીમાં મીઠાઇ ખાઓ અને આ રીતે સુગર કંટ્રોલ કરો

    બેકિંગ સોડા


    બેકિંગ સોડા પણ તમારા માટે એક સારો ઓપ્શન છે. આ માટે તમે એક મોટા ડબ્બામાં જરૂર મુજબ બેકિંગ સોડા અને પાણી નાંખો. ત્યારબાદ આ પાણીને ગરમ કરી લો. હવે આ ગરમ પાણી અને કુચાની મદદથી તમે એલ્યુમિનિયમના વાસણો ઘસો. આમ કરવાથી તમારી એલ્યુમિનિયમના વાસણો સાફ થઇ જશે અને ચમક પણ આવશે.

    માર્કેટમાં મળે છે જેલ


    એલ્યુમિનિયના વાસણો સાફ કરવા માટે આજકાલ બજારમાં તમને જેલ સરળતાથી મળી રહે છે. આ જેલ અને કુચાથી તમે વાસણ ઘસો છો તો ઓછી મહેનતે ચકચકાટ થઇ જાય છે. આ સાથે જ  તમને બહુ મહેનત પણ પડતી નથી. આ જેલ તમને સાબુની દુકાનમાં પણ સરળતાથી મળી રહે છે. આ જેલ બહુ મોંઘી પણ આવતી નથી.

    આ પણ વાંચો: દિવાળી પહેલા આ રીતે ચમકાવો બાથરૂમની ટાઇલ્સ

    પાવડર


    માર્કટમાં તમને એલ્યુમિનિયના વાસણોને સાફ કરવા માટેનો પાવડર પણ મળી રહે છે. આ પાવડર તમને ઓછી મહેનતમાં સરસ રિઝલ્ટ આપે છે.



    આ માટે તમે એક ડિશમાં આ પાવડર લો અને એમાં થોડુ પાણી નાંખીને વાસણ પર ઘસો. આમ કરવાથી વાસણ ચકચકાટ થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Diwali 2022, Diwali celebration, Diwali festival

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन