Home /News /lifestyle /Diwali 2021: Diabetesના દર્દીઓ દિવાળી દરમ્યાન આ રીતે કંટ્રોલમાં રાખી શકશે શુગર લેવલ

Diwali 2021: Diabetesના દર્દીઓ દિવાળી દરમ્યાન આ રીતે કંટ્રોલમાં રાખી શકશે શુગર લેવલ

ડાયાબિટિસને લાઇફસ્ટાઇલની બીમારી કહેવામાં આવે છે. તે માત્ર ખરાબ ખાણીપીણી અને અનહેલ્થી લાઇફસ્ટાઇલના કારણે જ નહીં, પરંતુ ડાયાબિટિસ છે તેવું જાણવા મળ્યા બાદ દર્દીએ ખાસ પ્રકારની હેલ્થી લાઇફ સ્ટાઇલ અપનાવવી પડે છે. પોતાના સ્વાસ્થ્ય પર ખાસ કરીને નજર રાખવી પડે છે અને તેમાં આવનાર ફેરફાર વિશે ડોક્ટરને જણાવી યોગ્ય સારવાર કરાવવી જોઇએ.

બધાનો ભાવતી દિવાળીની મીઠાઈઓ (Diwali sweets) દરેક તહેવાર મીઠાઈ વિના તો અધૂરો જ છે. દિવાળીના તહેવારમાં મીઠાઈઓ અને ફરસાણ વધુ પ્રમાણમાં ખવાય છે એવામાં ડાયાબિટીસના દર્દીઓએ (diabetic patients) પોતાના સ્વાસ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

વધુ જુઓ ...
Diwali 2021: નાના હોય કે મોટા સૌ કોઈ માટે દિવાળી (Diwali 2021)નો તહેવાર ખાસ હોય છે. નાના બાળકો અને યુવાનોમાં ફટાકડા ફોડવાનો, બહાર જવાનો, પરિવારજનો સાથે ભેગા મળીને તહેવાર (Festival) મનાવવાનો ખાસ ઉત્સાહ હોય છે. તો બીજી તરફ મોટી ઉંમરના લોકો દાન ધર્મ કરવામાં વધુ માને છે, પણ આ બધાની વચ્ચે એક વાત કોમન છે અને તે છે બધાનો ભાવતી દિવાળીની મીઠાઈઓ (Diwali sweets) દરેક તહેવાર મીઠાઈ વિના તો અધૂરો જ છે. દિવાળીના તહેવારમાં મીઠાઈઓ અને ફરસાણ વધુ પ્રમાણમાં ખવાય છે એવામાં ડાયાબિટીસના દર્દીઓએ (diabetic patients) પોતાના સ્વાસ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો આમ ન કરવામાં આવે અને ગમે તે ખાઈ લેવામાં આવે તો તેનાથી આ દર્દીઓની તબિયત લથડી શકે છે.
આ બાબતોનું રાખો ધ્યાન

યોગ્ય જીવનશૈલી

ડાયાબિટીસના દર્દીઓનું સ્વાસ્થ્ય તેમની જીવનશૈલી પર આધાર રાખે છે. જેમાં આહાર મહત્વનો ભાગ ભજવે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ દિવાળી કે અન્ય તહેવારો પર બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવાનું ટાળવું જોઈએ. જો ડાયાબિટીસના દર્દીઓ આવી ભૂલ કરે તો તેમને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. મીઠાઈઓ, ખાંડવાળી વસ્તુઓ, આલ્કોહોલ, જંક ફૂડ, કેન કે બોટલ્ડ ફૂડ વગેરેનું સેવન ટાળવું હિતાવહ છે.

ગ્લૂકોઝ લેવલની તપાસ

તહેવારોની સિઝનમાં બધાને સ્વસ્થ રહેવું જ ગમે કેમ કે માંદગીમાં તો તહેવારની કોઈ મજા જ નથી. એવામાં દિવાળીના તહેવારની શરૂઆત પહેલા ડાયાબિટીસના દર્દીઓએ એક વખત પોતાના બ્લડ ગ્લૂકોઝની તપાસ કરાવી લેવી જોઈએ. આનાથી તમને એ વાતનો અંદાજ આવશે કે હાલના તબક્કે તમારું બ્લડ શુગર કેટલું છે અને આવનાર તહેવારમાં તમે કેટલા પ્રમાણમાં મીઠાઈ ખાવાથી તેને વધારશો નહી અને સ્વસ્થ રહેશો.

આ પણ વાંચો: 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓને વિવિધ સમસ્યાઓથી બચાવશે આ સપ્લીમેન્ટ્સ

મીઠાઈઓથી રહો દૂર

એક ઘરેથી બીજા ઘરે જઈને વિવિધ વાનગીઓની લિજ્જત માણવામાં ડાયેટિંગ ગોલ્સ તો ક્યાંય પાછા છૂટી જાય છે. તેમાંય વળી ડાયાબિટીસ, બી.પી વગેરે બીમારીથી પીડાતા લોકો માટે આ દિવસો કપરા બની જાય છે. એવામાં જો તમે ડાયાબિટીસથી પિડાઈ રહ્યાં હોવ તો તમારે મીઠાઈઓના વધુ પડતા સેવનથી બચવું. જો તમે તમારા શુગર ઈન્ટેક પર નિયંત્રણ નહી રાખો તો તહેવારની મજા સજામાં ફેરવાતા સહેજ પણ વાર નહી લાગે. તમે મીઠાઈને બદલે ગોળ, ખજૂર અને અંજીરનું સેવન કરી શકો છો.

ઘરના સભ્યોની પણ જવાબદારી

જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ ડાયાબિટીસથી પીડાઈ રહી છે તો તહેવારો દરમ્યાન તેમના સ્વાસ્થનું ધ્યાન રાખવું એ તમારી પણ ફરજ છે. સમયસર દવા, ઈનસ્યુલિનના ડોઝ અને રેગ્યુલર ચેકઅપ વિશે ધ્યાન આપવું, સાથે જ યોગ્ય પ્રમાણમાં મીઠાઈઓનું સેવન થાય એ બાબતનું અચુકપણે ધ્યાન રાખવું.

ઘરે જ બનાવો મીઠાઈઓ

જે પરિવારોમાં ડાયાબિટીસના દર્દીઓ હોય ત્યાં ઘરે બનાવેલી વાનગીઓ અને મીઠાઈઓનું સેવન કરવું જોઈએ. કારણ કે, બહારની મીઠાઈઓમાં કૃત્રિમ સ્વીટનર અને અપોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે, જે શરીરમાં બ્લડ શુગરનું સ્તર અચાનક વધારી શકે છે. જો તમે મીઠાઈઓ ઘરે બનાવશો તો તમારી જરૂરિયાત અનુસાર તમે તેમાં ગળપણ ઉમેરી શકશો જેથી આ મીઠાઈના સેવનથી ડાયાબિટીસ દર્દીને વધુ શુગર લેવલની ચિંતા રહેશે નહી.

આ પણ વાંચો: જો આ સમસ્યા હોય તો ભુલથી પણ ન ખાઓ તુલસીના પાન, ઊંધી થશે અસર

ફળોનું સેવન

તહેવારોમાં મીઠાઈ અને ફરસાણની સાથે સાથે ઘરમાં હેલ્ધી વસ્તુઓ જેવી કે ફ્રુટ અને ડ્રાયફ્રુટ પણ આવતા હોય છે. તેવામાં મીઠાઈઓ અને તળેલી વસ્તુઓનું વધુ પડતું સેવન કરવાને બદલે સિઝનના ફ્રુટનુ સેવન કરવું જેથી તમારા સ્વાસ્થને તેનો લાભ મળી રહે.

શુગર ફ્રીનો વધુ ઉપયોગ ન કરવો

દિવાળી પૂરી થતા સુધીમાં તો શુગર ફ્રી મીઠાઈ ખાનારા દર્દીઓની સંખ્યા પણ વધી જાય છે. આ મીઠાઈ કેવી રીતે નુકસાન કરે છે તેનો ચોક્કસ પુરાવો નથી પણ તે સ્વાસ્થ્યને નુકસાન કરે છે તે વાત પાક્કી છે. ડાયાબિટીસના દર્દીઓ શુગર ફ્રી સ્વીટ્સ ખાય છે. પરંતુ તેમને એ નથી ખબર હોતી કે આ મીઠાઈ વધારે નુકસાનકારક છે. આ સ્વીટ્સમાં સામાન્ય મીઠાઈ કરતા વધારે કેમિકલ્સ હોય છે. ડાયાબિટીસનો દર્દી જો એમ વિચારી શુગર ફ્રી મીઠાઈ ખાય કે તેનાથી કોઈ નુકસાન નહિ થાય તો તે યોગ્ય નથી. શુગર ન હોય તેવા લોકો પણ શુગર ફ્રી મીઠાઈની અતિશયોક્તિ કરે તો તેમનું વજન વધી શકે છે.બજારમાં ઉપલબ્ધ ઝીરો કેલરી શુગર ફ્રી મીઠાઈ ખાવાની સલાહ નથી આપતી. આવી મીઠાઈ ખાનારા લોકોને મેમરી લોસ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેઓ ખાંડના બદલે મધ કે ગોળ ખાઈ શકે છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: 10 Health tips, Diwali 2021, Lifestyle, દિવાળી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन