Home /News /lifestyle /Diwali 2021: દિવાળી પર ભારે ખોરાકના કારણે ઉભી થતી આરોગ્ય સમસ્યાનું આ રહ્યું સમાધાન, અનુસરો આ ટિપ્સ
Diwali 2021: દિવાળી પર ભારે ખોરાકના કારણે ઉભી થતી આરોગ્ય સમસ્યાનું આ રહ્યું સમાધાન, અનુસરો આ ટિપ્સ
દિવાળીમાં ભારે ખોરાક ખાવાથી પેટની તકલીફો થઈ શકે છે.
Diwali 2021: દિવાળીના તહેવારો (Diwali festival)માં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આમ તો એકાદ બે ટુકડા મીઠાઈ (Dessert) કે સમોસા ખાવાથી આરોગ્યને ગંભીર નુકસાન થતું નથી.
Diwali 2021: દિવાળીના તહેવારો (Diwali festival)માં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આમ તો એકાદ બે ટુકડા મીઠાઈ (Dessert) કે સમોસા ખાવાથી આરોગ્યને ગંભીર નુકસાન થતું નથી. પરંતુ અમુક લોકો તહેવારોની સિઝન દરમિયાન મીઠાઈ અને ફરસાણ સહિતની વસ્તુઓ પર તૂટી પડતા હોય છે. જેના પરિણામે તેઓ એસીડીટી સહિતના પેટના રોગોનો ભોગ બને છે. જેથી અહીં તંદુરસ્તી માટે કઈ વાત ધ્યાનમાં રાખવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે આયુર્વેદ ડોક્ટર ડો. જીલ ગાંધીની મુલાકાતમાં સામે આવેલી જાણકારી રજૂ કરવામાં આવી છે.
મધ, લીંબુ અને તજ
ભારે ખોરાક લેવાય ગયો હોય તો એક ચમચી મધ લઈ તેમાં એક લીંબુ નિચોવી તજ નાંખો. આ ઉપાય તમને ચરબી ઘટાડવામાં અને સિસ્ટમમાં સારા એન્ઝાઇમ્સને ઉત્તેજીત આપવામાં મદદ કરશે. એક રીતે આ મિશ્રણ કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે.
પાચન સારું કરવા ત્રિકાતુ અને ઘીનો ઉપયોગ
તહેવારોમાં ભારે ભોજન ખવાઈ જ જશે તેની ખાતરી હોવાથી તમે પાચન માટે આગોતરી વ્યવસ્થા કરી શકો છો. ભોજન પહેલા તમે ચયાપચનને મજબૂત કરવા અને ખોરાકને સરળતાથી પચાવવા માટે ઘી સાથે એક ચમચી ત્રિકાતુ લો. ઉલ્લેખનીય છે કે, ત્રિકાતુ કાળા મરી, આદુ અને લાંબા મરી અથવા પિપ્પાલીનું મિશ્રણ હોય છે. ડો. જીલ ગાંધીએ કહ્યું હતું કે, ઘી સાથે ત્રિકાતુ ડાયાબિટીસના દર્દીઓને પણ ફાયદો કરાવે છે અને શુગરના સ્તરને પણ નિયંત્રિત રાખે છે.
લોકોને ઘી આધારિત મીઠાઈ ખાવાની ભલામણ કરવામાં આવે છે. જો કે મીઠાઈ તળેલી હોય તો ઘીની અસર ઓછી થઈ જાય છે. જેથી ઘીની મીઠાઈ તળેલી ન હોય તેનું ધ્યાન રાખો. તમારે ગુલાબ જાંબુની જગ્યાએ બેસન, કોર્નમાંથી બનેલા લાડવા ખાવા જોઈએ.
એલોવેરા, હળદર અને આમળા શુગર કંટ્રોલ કરી શકતા હોવાનો દાવો આયુર્વેદના નિષ્ણાંતોએ કર્યો છે. ડો. ગાંધીએ કહ્યું છે કે, એલોવેરાના બે ઇંચનો ટુકડો લઈ તેમાંથી જેલ કાઢો, આ માટે બજારમાંથી ખરીદેલા આમળા કે એલોવેરા જ્યૂસનો ઉપયોગ કરવાની સલાહભર્યું નથી. આ ત્રણેયના મિશ્રણને રાતે સૂતી વખતે લેવું હિતાવહ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર