દિવાળી (Diwali 2020) આ વખતે 14 નવેમ્બરના રોજ આવશે. આ તહેવારમાં મા લક્ષ્મીની પૂજા કરવાનું અનેરું મહત્વ હોય છે. દિવાળીની તહેવારની ઉજવણી ધનતેરસથી (Dhanteras 2020)થી થાય છે. અને પાંચ દિવસના આ ઉત્સવને ભારે ધામધૂમથી ભારતભરમાં ઉજવવામાં આવે છે. લોકો દીપક પ્રગટાવીને મા લક્ષ્મીની પૂજા કરે છે. જો કે આ વખતે આ તહેવાલ ચાર દિવસનો છે. અને આ વખતે ગોવર્ધન પૂજા અને ભાઇ દૂજ સાથે મનાવવામાં આવશે. ત્યારે હાલ તમામ લોકો દિવાળીની તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે જો તમે દિવાળી પૂજા કરવાના છો તો આ સાત વાતનું ધ્યાન ખાસ રાખજો.
દિવાળી આવવાની પહેલા ઘરની સફાઇ ચોક્કસથી કરજો. આ સફાઇ ધનતેરસ પહેલા પૂરી થઇ જવી જોઇએ. આ સવાય ઘરમાં ના ઉપયોગમાં લેવામાં આપતા જૂના ચંપલ તથા ઇલેક્ટ્રોનિક્સ આઇટમને ખાસ હટાવજો. આવી વસ્તુઓને રાખવી શરૂ માનવામાં નથી આવતી.
દિવાળીના આ ચારેય દિવસ પર મુખ્ય દ્વારમાં ક્યારે અંધારું ના રાખતા. આ સ્થાન પર રોશની હંમેશા પ્રજ્વલિત રાખજો. દિવાળીના સમયે ઘરની અંદર અને બહાર નાની લાઇટ રાખજો.
પૂજાના સ્થાન પર તે વાતનું ખાસ ધ્યાન રાખજો કે કોઇ પણ મૂર્તિ જૂની કે ખંડિત ના હોવી જોઇએ. ખાસ કરીને મંદિરમાં કોઇ મૂર્તિમાં ઝાંખી પડેલી કે ખંડિત મૂર્તિ ના મૂકવી જોઇએ. અને જો આવી કોઇ મૂર્તિ હોય તો તેનું વિસર્જન ભાઇ બીજ પછી કરી લેવું જોઇએ. જો પૂજા સ્થળે કોઇ મૂર્તિ નથી તો કળશ અને નારિયાળ મૂકીને અહીં દિપક પ્રગટાવીને પૂજા કરવી જોઇએ. અને દિવાળી પર તમે કોઇ નવી મૂર્તિ કે સામાન ખરીદ્યો છે તો તેનો ઉપયોગ તમે દીવાળીની પૂજા પછી જ કરો. વધુમાં દિવાળીમાં કોઇ ઉપહાર ખરીદવાનું મન બનાવ્યું છે તો આ કામ દિવાળી પહેલા જ કરી લો.
કારણ કે દિવાળીના સમયે પૈસા આપવાથી બચો. થયા એટલો લક્ષ્મીનો સંચય કરો. ખાસ કરીને ઘરનો મુખ્ય દ્વાર સાફ રાખો અને અહીં રોશન અને પ્રકાશ રહે તેવો પ્રયાસ કરો. માતાજી પૂજામાં નવા વસ્ત્રો પહેરો અને વસ્ત્રોનો રંગ કાળો, વાદળી કે ભૂરો ન હોવો જોઇએ. ત્યારે આ નાની નાની વાતોનું ધ્યાન રાખો આશા કરીએ કે તમારી દિવાળી શુભ રહે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર