Diwali 2020 : દિવાળીમાં ચમકતા સુંદર વાળ જોઇએ છે તો ટ્રાય કરો આ Hair Pack

Diwali 2020 : દિવાળીમાં ચમકતા સુંદર વાળ જોઇએ છે તો ટ્રાય કરો આ Hair Pack
પ્રતિકાત્મક તસવીર

કોરોના કાળમાં મોંઘા પ્રોડક્ટ વાપરવા કરતા ઘરે રસોડામાં જ મળતી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે વાળ સુંદર કરી શકો છો. વળી આ તમારા પૈસા પણ બચાવશે.

  • Share this:
    ટૂંક સમયમાં દિવાળી (Diwali 2020) નજીક આવી રહી છે. તહેવારની આ સીઝનમાં દરેક મહિલા ઇચ્છે છે કે તે સુંદર દેખાય. વળી મહિલાઓની સુંદરતામાં વાળ (Hair fall) મહત્વનો રોલ ભજવે છે તો તો તમે પણ તહેવારોની સીઝન તમે સોશિયલ મીડિયા પર જ્યારે પોતાની તસવીરો મૂકો કે પછી કોઇને પણ મળો ત્યારે તમારો ચહેરો સુંદર લાગે અને તમારા વાળ પણ સુંવાળા અને સરસ દેખાય તો આ ઉપચાર (Beauty tips) ટ્રાય કરી શકો છો.

    જો કે બજારમાં વાળની સુંદરતા વધારવા માટેના અનેક પ્રોડક્ટ મળે છે. પણ કોરોના કાળમાં (Covid 19) મોંઘા પ્રોડક્ટ વાપરવા કરતા ઘરે રસોડામાં જ મળતી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે વાળ સુંદર કરી શકો છો. વળી આ તમારા પૈસા પણ બચાવશે.



    વાળને સુવાંળા કરવા હોય તો માથુ ધોવા પહેલા તેમાં દહીં અને કેળાને ક્રશ કરેલી પેસ્ટ લગાવો અને આ મિશ્રણને માથામાં 20 મિનિટ રહેવા દો પછી શેમ્પુ સારી રીતે માથું સાફ કરી લો. આમ કરવાથી તમારા વાળની ચમક બનશે. અને તે સુવાંળા પણ થશે.

    વાળને સુવાંળા કરવા માટે માથુ શેમ્પૂથી ધોઇ લો. અને તે પછી વેટ વાળમાં એલોવેરા જેલ લગાવો અને 5 થી 10 મિનિટ પછી વાળને સાદા પાણીથી સાફ કરી લો. આમ કરવાથી તમારા વાળ નેચરલી કંડિશ્નર થશે. અને વાળ સુવાંળા પણ બનશે.

    વાળનું સુવાંળા કરવા માટે માથુમાં શેમ્પુ કર્યા પછી ભીના વાળને ચા અને અરીઠાના પાણીથી સાફ કરો. આમ કરવાથી પણ વાળની ચમક વધશે.
    આ સિવાય 1 લીબુંને એક ગ્લાસ પાણીમાં નાંખો અને પછી વાળને શેમ્પુ કર્યા પછી આ મિશ્રણને વાળને છેલ્લે ધોઇ લો. આમ કરવાથી પણ વાળ ચમકદાર બનશે.

    વધુ વાંચો : પાક-ચીનના વધતા જતા ખતરો વચ્ચે ભારત 5 મિલિટ્રી થિયેટર કમાન્ડ બનાવશે

    5 ચમચી મેથીના દાણાને રાતે પલાળો. અને સવારે તેને ક્રશ કરીને તેમાં દહીં ઉમેરો અને આ મિશ્રણને વાળમાં લગાવો. 20 મિનિટ રાખીને શેમ્પૂ કરી લો. આમ કરવાથી તમારા વાળમાં ખોડાની સમસ્યા દૂર થશે. વાળ અંદરથી મજબૂત બનશે. અને વાળની ચમક પણ વધશે.

    Disclaimer- આ ઉપાયો સર્વસામાન્ય માહિતિ પર આધારીત છે. ન્યૂઝ 18 ગુજરાતીની તેની પુષ્ટી નથી કરતું. ઉપયોગમાં લેતા પહેલા જાણકાર કે વિશેષજ્ઞ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
    Published by:Chaitali Shukla
    First published:October 27, 2020, 20:02 pm

    टॉप स्टोरीज