Diwali 2019: ફટાકડા ફોડતા પહેલાં આટલી ચીજો કરવાથી ચેતજો, જાણી લો સેફ્ટી ટીપ્સ

કેટલીક ભૂલો થઈ જવાના કારણે આ તહેવારની મજા ખરાબ થઈ શકે છે. આવો જણાવીએ કેટલીક એવી ટીપ્સ જેનાથી તમે સુરક્ષિત રીતે પોતાના પરિવારજનો અને મિત્રો સાથે દિવાળી ઉજવી શકો છો.

News18 Gujarati
Updated: October 21, 2019, 2:21 PM IST
Diwali 2019: ફટાકડા ફોડતા પહેલાં આટલી ચીજો કરવાથી ચેતજો, જાણી લો સેફ્ટી ટીપ્સ
કેટલીક ભૂલો થઈ જવાના કારણે આ તહેવારની મજા ખરાબ થઈ શકે છે. આવો જણાવીએ કેટલીક એવી ટીપ્સ જેનાથી તમે સુરક્ષિત રીતે પોતાના પરિવારજનો અને મિત્રો સાથે દિવાળી ઉજવી શકો છો.
News18 Gujarati
Updated: October 21, 2019, 2:21 PM IST
Diwali 2019:  દિવાળી દીવડાઓનો તહેવાર છે. આ દિવસે રોશનીનું ઘણું મહત્વ છે. આ તહેવારને આપણે સંપૂર્ણ પવિત્રતા અને હર્ષોલ્લાસની સાથે પરિવારજનો સાથે મનાવતા હોઈએ છે. પરંતુ કેટલીક ભૂલો થઈ જવાના કારણે આ તહેવારની મજા ખરાબ થઈ શકે છે. આવો જણાવીએ કેટલીક એવી ટીપ્સ જેનાથી તમે સુરક્ષિત રીતે પોતાના પરિવારજનો અને મિત્રો સાથે દિવાળી ઉજવી શકો છો. ચાલો જાણીએ વિસ્તારથી.... ફટાકડા ફોડતા પહેલા આટલી ચીજો કરવાથી ચેતજો, જાણી લો કેટલીક સેફ્ટી ટીપ્સ

ફટાકડા ફોડતી વખતે અવશ્ય કરો આ કામ..

ફટાકડા ફોડતી વખતે પગમાં ચપ્પલ કે જૂતા અવશ્ય પહેરો

ફટાકડા હંમેશા ખૂલી જગ્યા કે મેદાનમાં જ ફોડો.
ક્યારેય ઘરની અંદર ફટાકડા ન સળગાવશો.
ચેક કરી લો કે આજુબાજુ કોઈ જ આગ ફેલાવનારી ચીજ ન હોય
Loading...

તે સમયે આસપાસ પાણી જરૂર રાખો.
સાથે દાઝી જવા પર લગાવાતી દવા પણ અવશ્ય રાખો
ફટાકડા સળગાવતી વખતે તમારા ચહેરાને તેનાથી દૂર રાખો
ફટાકડાને ઝડપથી સળગી જતી ચીજોથી દૂર રાખો
ફટાકડા ફૂટી ગયા બાદ તેના પર પાણીના છાંટા જરૂર નાંખો
હંમેશા લાઈસન્સધારી અને વિશ્વસનીય દુકાનોથી ફટાકડા ખરીદો.

ફટાકડા ફોડતી વખતે શું ન કરશો ?

ફટાકડાને ક્યારેય હાથમાં ન સળગાવશો, તેનાથી હાથમાં ફૂટવાની સંભાવના વધે છે.
વિસ્ફોટક ક્યારેય હાથમાં ન રાખશો.
ફટાકડાને દીવા અને મીણબત્તીની આસપાસ ન રાખશો.
જો ફટાકડાને સળગતા વધુ સમય લાગે તો તેને ફરી ન સળગાવો, તેને સુરક્ષિત જગ્યા પર ફેંકી દો.
જ્યારે તમારી આસપાસ કોઈ ફટાકડા ફોડી રહ્યું હોય, તે સમયે તમે ન ફોડશો.
અડધા સળગેલા ફટાકડાને આમ તેમ ન ફેંકશો.
રૉકેટ જેવા ફટાકડા આ સમયે બિલકુલ ન સળગાવશો.
વીજળીના તાર કે વૃક્ષો નીરે ફટાકડા ન ફોડશો.
ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કપડાં પહેરો, નાયલૉન કપડાં ન પહેરશો.
ફટાકડા ફોડી વખતે માચિસ કે લાઈટરનો ઉપયોગ ક્યારેય ન કરશો.
ફટાકડા સળગાવવા માટે અગરબત્તીનો ઉપયોગ કરો.
ક્યારેય નાના બાળકોના હાથમાં ફટાકડા ન આપશો.

આ પણ વાંચો-  ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો, થઈ જશો માલામાલ
આ પણ વાંચો-  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
આ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
આ પણ વાંચો-  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...