Diwali 2019 : રંગોળી બનાવાનું વૈજ્ઞાનિક મહત્વ, થાય છે અનેક આરોગ્ય લાભ

News18 Gujarati
Updated: October 26, 2019, 4:47 PM IST
Diwali 2019 : રંગોળી બનાવાનું વૈજ્ઞાનિક મહત્વ, થાય છે અનેક આરોગ્ય લાભ
રંગોળી

  • Share this:
દિવાળીના પાવન પ્રસંગે આપણે ઘરની બહાર મનમોહક રંગોળી બનાવીએ છે. કારણ કે હિંદુ ધર્મમાં આંગણામાં રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તો મહિલાઓ દરરોજ ઘરની બહાર નીતનવી રંગોળી બનાવે છે. તે ત્યાંની પ્રથા જ છે. તો ઉત્તર ભારતમાં આપણે દિવાળીના ઉત્સવ દરમિયાન ઘરની બહાર રંગોળી બનાવીએ છીએ. જેનું ખાસ આકર્ષણ પણ હોય છે. દિવાળી અને નવા વર્ષે આવતા મહેમાનો પણ આ રંગોળી જોઇને તમારી કલાત્મકતાના વખાણ કરે છે. અને તમને પણ કંઇક સુંદર બનાવીને આનંદ અનુભવો છો. પણ શું તમને ખબર છે કે ખાલી ધાર્મિક કે સજાવટના કારણે જ વૈજ્ઞાનિક રીતે પણ રંગોળી કરાવાના અનેક ફાયદા છે.

રંગોળી બનાવાનો સૌથી મોટો ફાયદો તે છે કે તમે સકારાત્મક વિચારો છો. કંઇક રચનાત્મક કરો છો. તમારા મનમાં સારા, સર્જનશીલ વિચારો આવે છે. તેનાથી તમારામાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.

રંગોળી


રંગોળી બનાવાથી આંગળી અને અંગૂઠાના એક્યુપ્રેશન પોઇન્ટ દબાય છે. કારણ કે રંગોળીમાં રંગ ભરવા માટે તમે જ્ઞાનમુદ્રા બનાવો છો. તેનાથી તમારા મગજમાં સક્રિય રહે છે. અને બૌદ્ધિક વિકાસ થાય છે. સાથે જ એક્યૂપ્રેશરની દ્રષ્ટીએ પણ આ ખૂબ જ પ્રભાવી છે. તેનાથી તમારું બ્લડપ્રેશન નિયમિત રહેવામાં મદદ થાય છે. અને તમને માનસિક શાંતિ અનુભવાય છે.

રંગોળી


વળી રંગોળીના વિવિધ રંગો તમને સકારાત્કમ ઊર્જા આપે છે. કલર સાયન્સ મુજબ આ રંગો તમારા મગજ અને મનને ઠંડક આપે છે. વળી કેટલીક વાર લોકો ઘરે ફૂલોની રંગોળી પણ બનાવે છે. જે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટ્રિએ તમારા માટે ખૂબ લાભદાયી છે. કારણ કે ફૂલોની સુંગદથી આસપાસના વાતાવરણમાં સકારાત્મક અને ખુશ્બુદાર વાતાવારણ પ્રસરે છે. જેથી તમારું મન પ્રસન્ન થાય છે. વળી જ્યારે તમે સારી રંગોળી બનાવો છો ત્યારે તમે તમારા કામની કદર થાય છે તેવી ભાવના અનુભવો છો. જેનાથી પણ સકારાત્મક ઊર્જા ઊભી થાય છે.
First published: October 26, 2019
વધુ વાંચો
अगली ख़बर