બાઇક કે કારના સ્થાને સાયકલ ચલાવો: CO2 ઉત્સર્જન 84 ટકા ઘટશે, નવું સંશોધન

બાઇક કે કારના સ્થાને સાયકલ ચલાવો: CO2 ઉત્સર્જન 84 ટકા ઘટશે, નવું સંશોધન
પ્રતિકાત્મક તસવીર

નેશનલ વેધર સર્વિસ દ્વારા 2019માં સૌપ્રથમ વખત નોર્થ પોલ નજીક વીજળી પડી હોવાની ઘટના નોંધવામાં આવી હતી. આર્કટિક સર્કલમાં આ ખૂબ જૂજ ઘટના છે

 • Share this:
  નવી દિલ્હી : વિશ્વભરમાં ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ખૂબ વિકટ બનતો જાય છે. આ પ્રશ્નના ઉકેલ માટે વૈજ્ઞાનિકો સમયાંતરે સંશોધનો કરતા રહે છે. તાજેતરમાં એક સંશોધન પરથી ખ્યાલ આવ્યો છે કે જેમ વધુ સાયકલનો ઉપયોગ કરો તેમ ઓછું પ્રદુષણ થાય છે. સાયકલિસ્ટના કારણે વિશ્વમાં ખૂબ ઓછું કાર્બન ઉત્પન્ન થાય છે. કાર અથવા તો અન્ય વાહન ચલાવવાના સ્થાને જે લોકો સાયકલિંગ કરતા હોય તેઓ ક્લાઇમેટ ચેન્જ રોકવા માટે મહત્વનો ફાળો આપે છે. ટ્રાન્સપોર્ટેશન રિસર્ચમાં પ્રસિદ્ધ થયેલા સર્વે મુજબ જે લોકોએ જિંદગીમાં ક્યારેય સાઇકલનો ઉપયોગ કર્યો નથી, તેના કરતાં સાઇકલ ચલાવનાર વ્યક્તિ કરતા 84 ટકા ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે.

  લંડન, રોમ, વિયેના, ઝુરિચ, બાર્સિલોના સહિત સાત યુરોપિયન શહેરોમાં 10,722 લોકો પર થયેલા અભ્યાસ પરથી આ આંકડા સામે આવ્યા હતા. પરિણામો દર્શાવે છે કે વાહનો સાથે સંબંધિત દૈનિક CO2 ઉત્સર્જન વ્યક્તિ દીઠ સરેરાશ 3.2 કિલો CO2 છે. જેમાં કારની મુસાફરી કરતા લોકોનો ફાળો 70 ટકા છે. જેમ જેમ સાઇકલ ચલાવનારની સંખ્યા વધે છે, તેમ તેમ પ્રદૂષણનું પ્રમાણ ઘટે છે. હવામાન માટે સ્વાસ્થ્ય માટે અનુકુળ બને છે. વાસ માટે હવા ચોખ્ખી બને છે પરિણામે જીવનની ગુણવત્તા વધે છે.  તાજેતરમાં ઇરવાઇનની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકો દ્વારા થયેલા અભ્યાસમાં ફલિત થયું કે, જેમ જેમ વાતાવરણ ગરમ થાય છે તેમ તેમ વીજળી પડવાની ઘટના વધે છે અને દાવાનળ ફાટી નીકળે છે.

  નેશનલ વેધર સર્વિસ દ્વારા 2019માં સૌપ્રથમ વખત નોર્થ પોલ નજીક વીજળી પડી હોવાની ઘટના નોંધવામાં આવી હતી. આર્કટિક સર્કલમાં આ ખૂબ જૂજ ઘટના છે.

  યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનાના રિપોર્ટ મુજબ આર્કટિક સર્કલમાં વીજળી પડવાની ઘટના સદીના અંત સુધીમાં 100 ટકા જેટલી વધી શકે છે. જેની પાછળ સતત ગરમ થતું વાતાવરણ જવાબદાર છે. જેમ જેમ પૃથ્વી ગરમ થાય છે તેમ તેમ આર્કટિકનું તાપમાન બદલાય છે. પરિણામે વીજળી પાડવી અને તોફાન જેવી ઘટના પણ આ ક્ષેત્રમાં વધશે તેવું પણ અભ્યાસમાં સામે આવ્યું હતું.
  Published by:News18 Gujarati
  First published:April 08, 2021, 22:56 pm