બીમારીના લક્ષણ હંમેશા શરીરમાં દેખાય છે પરંતુ લોકો એને જોઈને પણ ગણકારતા નથી. જેના કારણે ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે છે. આવા લક્ષણોને પર જો ધ્યાન ન રાખીએ તો આપણું શરીર ઘણી બીમારીઓનું ઘર બની શકે છે. તો જોઈએ પગમાં કયા સંકેત કઈ બીમારી તરફ ઈશારો કરે છે.
1. રૂક્ષ અને જેની પર પોપડીઓ થઈ ગયો હોય તો તે થાઈરોઈડનો સંકેત કરે છે. જો તમે વધારે મોશ્ચરાઈઝ લગાવતાં રહીએ અને તોપણ પગ સુકાં લાગે તો તમારે આના પર ધ્યાન આપવું જોઈએ.
2. જો તમારા પગ પર કે શરીરના કોઈ પણ ભાગમાં ચીરા પડે અને લોહી બંધ ન થાય તો તમને શુગર વધારે હોવાની શક્યતા હોય છે.
3. અંગુઠામાં જો દુખ્યાં કરતું હોય તો પ્યુરીનની માત્રા વધારે હોઈ શકે. આ એક કેમિકલનું મિશ્રણ છે જે લાલ માંસ,માછલી અને કેટલાક પ્રકારના એલ્કોહોલમાં મળે છે. આની વધારે માત્રા વધારે હોવાથી યૂરિક એસિડને વધારે છે અને પેશાબ વધારે થાય છે.
4. પગના અંગૂઠાના નખો પર લાલ લાઈન દેખાય તો હાર્ટ ઈન્ફેકશન થઈ શકે છે. આ ત્યારે થાય છે જ્યારે અંદરની રક્ત વાહિનીઓ તૂટી જાય છે.
5. જ્યારે પગની આંગળીઓમાં ક્લબિંગ દેખાવા માંડે એટલે કે આંગળીઓ આગળથી પહોળી અને જાડી થાય ત્યારે તેને 'ફેફસાનું કેન્સર' થઈ શકે છે. આ ઉપરાંત ઈન્ફેકશન,દિલની બીમારી અને આંતરડા અને દિલની બીમારીનું પણ લક્ષણ છે.
આ પણ વાંચો - લોકડાઉન પછી ઇચ્છો છો કે બધા તમારી સુંદરતાનું કારણ પૂછે? તો બસ કરો આટલું
આ પણ વાંચો - રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ પીઓ તુલસી-આદુનો ઉકાળો
નોંધ - જો તમને લાગે કે તમને આ બીમારી હોય શકે તો પહેલા જ યોગ્ય ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. આપેલા ઉપરોક્ત નિદાન હંમેશા ચોક્કસ નથી હોતા.
આ પણ જુઓ -