Home /News /lifestyle /

3500 વર્ષથી મધ માનવ ખોરાકનો છે ભાગ: આફ્રિકામાં મળ્યા ચોંકાવનારા પુરાવા

3500 વર્ષથી મધ માનવ ખોરાકનો છે ભાગ: આફ્રિકામાં મળ્યા ચોંકાવનારા પુરાવા

પ્રતીકાત્મક તસવીર

3500 વર્ષ પહેલાં નોક સંસ્કૃતિમાં મધપૂડાથી મધમાખીનો ઉછેર થયો હોવાનું અભ્યાસમાં સામે આવ્યું હતું.

આફ્રિકમાંથી સંશોધકોએ 3500 વર્ષ જૂની હનીપોટ શોધી કાઢી છે. મધ એકત્ર કરવાની પ્રવૃત્તિ હજારો વર્ષોથી ચાલી રહી હોવાનો આ સૌથી જૂનો પુરાવો છે. જર્મનીની ગોએથ યુનિવર્સિટીના આર્કિયોલોજીસ્ટ અને બ્રિસ્ટોલના કેમિસ્ટ સાથે સંકલનથી આ સંશોધન થયું હતું. 3500 વર્ષ પહેલાં નોક સંસ્કૃતિમાં મધપૂડાથી મધમાખીનો ઉછેર થયો હોવાનું અભ્યાસમાં સામે આવ્યું હતું. મધ્ય નાઇઝીરિયામાં નોક સંસ્કૃતિ 3500 વર્ષ પહેલાં વિકસી હતી.જે સામાન્ય યુગની શરૂઆત અને ખાસ કરીને તેના વિસ્તૃત ટેરાકોટા શિલ્પો માટે જાણીતી છે. તે આફ્રિકાની સૌથી જૂની અલંકારિક કલાના ક્ષેત્રે પણ ખ્યાતનામ છે.

ગોએથના પ્રોફેસર પીટર બ્રેયુનિગએ જણાવ્યું હતું કે, મધ તેમના રોજિંદા ખોરાકનો હિસ્સો હતું. આફ્રિકાના ઇતિહાસમાં આ શોધ સૌથી અનન્ય છે.

બ્રિસ્ટોલ યુનિવર્સિટીના જુલી ડુને જણાવ્યું હતું કે, "એથનોગ્રાફીક ડેટા સાથે સંકલનમાં ઐતિહાસિક માટીકામની બાયોમોલેક્યુલર માહિતી મધના ઉપયોગ વિશે કેવી સમજ આપે છે તેના માટે આ એક નોંધપાત્ર ઉદાહરણ છે." નેચર કમ્યુનિકેશન્સ જર્નલમાં તારણો વિગતવાર છે.

વડોદરામાં કોરોનાના વધતા કહેર વચ્ચે પવિત્ર રમઝાન મહિનામાં મસ્જિદને કોવિડ સેન્ટરમાં ફેરવાઇ

ટીમે નોક સંસ્કૃતિના લોકોએ પશુપાલન કર્યું હતું કે કેમ તે જાણવા અભ્યાસ શરૂ કર્યો હતો. પરંતુ તપાસ દરમિયાન મધમાખીની મીણ જેવા પદાર્થ મળી આવ્યા હતા. સંશોધનકારોએ નોંધ્યું હતું કે. નોક સંસ્કૃતિના લોકો દ્વારા જે મધમાખીનાં ઉત્પાદનો ઉપયોગમાં લેવાયા હતા તેને લિપિડમાંથી ફરીથી બાંધવું શક્ય નથી. તેઓ મોટે ભાગે તેઓ પોટ્સમાં ગરમ ​​કરીને મધને મીણમાંથી જુદા પાડતા હતા એવું અભ્યાસમાં ફલિત થયું છે.

ભારતના વૉરેન બફેટ ગણાતા ઝુનઝુનાવાલાએ આ કંપનીની ભાગીદારીમાં કર્યો ઘટાડો, શું તમે ખરીદ્યા છે આ શેર?

પ્રાણીઓ અથવા વનસ્પતિમાંથી મેળવેલા કાચા માલનો ઉપયોગ પણ મધ બનાવવા માટે થયો હોવાનું પણ જાણવા મળે છે. આ કામગીરીમાં ઘાસનો ઉપયોગ પણ થયો હોવાનું નોંધાયું છે. મીણનું ઉત્પાદન તકનીકી અથવા તબીબી હેતુ માટે થતું હતું. આફ્રિકન સમાજમાં આજ સુધી માટીના પોટ્સનો ઉપયોગ મધ ઉત્પાદનમાં થતો આવ્યો છે. આવી જ રીતે દસકાઓ પહેલા પણ માટીના પોટ્સનો ઉપયોગ થતો આવ્યો છે.

]

ગોયેથે યુનિવર્સિટીના પ્રોફેસર કથારિના ન્યુમેન જણાવ્યું હતું કે, આફ્રિકા ખંડમાં મધનો ઉપયોગ પરંપરાગત રીતે દસકાઓથી થતો આવ્યો છે. ૧૧ હજાર વર્ષો પહેલા માટી કામ થતો હોવાનું નોંધાયું છે. આવી જ રીતે મધપૂડાના અવશેષો પણ મળી આવશે તેવું બની શકે.
First published:

Tags: Honey, Research, ખોરાક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन