Home /News /lifestyle /

Fruit Milkshake પીવાના શોખીન  થઇ જાઓ સાવધાન! કારણ જાણીને થઈ જશો હેરાન

Fruit Milkshake પીવાના શોખીન  થઇ જાઓ સાવધાન! કારણ જાણીને થઈ જશો હેરાન

Fruit Milkshake પીવાના શોખીન  થઇ જાઓ સાવધાન!

Fruit Shake Disadvantages: આયુર્વેદ મુજબ ફ્રુટ શેકથી આપણને ફાયદો નથી થતો પણ નુકસાન થાય છે. લોકોને સૌથી વધુ ગમતા ફ્રુટ શેકમાં મેંગો શેક અને બનાના શેક હોય છે, જે બાળકોથી લઈને પુખ્ત વયના દરેક વ્યક્તિ દ્વારા પસંદ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને પીવામાં આવતા આ પીણાં વાસ્તવમાં તમારા અને તમારા બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

વધુ જુઓ ...
    Fruit Shake Disadvantages: ઘણીવાર આપણે વિચારીએ છીએ કે ફ્રુટ શેક(Fruit Shake) એટલે ફળ(Fruit) અને દૂધ(Milk)ને મિક્સ કરીને બનાવવામાં આવેલું ટેસ્ટી પીણું જે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક અને ફાયદાકારક છે, પરંતુ આ સત્ય નથી. આયુર્વેદ મુજબ ફ્રુટ શેકથી આપણને ફાયદો નથી થતો પણ નુકસાન થાય છે. લોકોને સૌથી વધુ ગમતા ફ્રુટ શેકમાં મેંગો શેક અને બનાના શેક હોય છે, જે બાળકોથી લઈને પુખ્ત વયના દરેક વ્યક્તિ દ્વારા પસંદ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને પીવામાં આવતા આ પીણાં વાસ્તવમાં તમારા અને તમારા બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ વાંચીને તમે વિચારતા જ હશો કે એવું તો શું છે કે ફળ અને દૂધનું સેવન ન કરવું જોઈએ. તો ચાલો તમને જણાવીએ કે ફળ અને દૂધનું આરોગવાની સાચી રીત કઈ છે.

    આયુર્વેદમાં ફળ અને દૂધનું મિશ્રણ વર્જિત છે


    આયુર્વેદ અનુસાર દૂધ અને ફળોનું મિશ્રણ આહારમાં ન લેવું જોઈએ. આ મિશ્રણને એકસાથે ન લેવાનું કારણ એ છે કે દૂધ અને ફળ બંનેમાં વિરોધી ગુણ હોય છે. જો આપણે તેને લઈએ તો તેની આપણા પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. તેની સાથે શરીરના અલગ-અલગ ભાગોમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.

    આ પણ વાંચો: Tatto: ટેટૂ બનાવતા પહેલા અને બાદમાં રાખો આટલી બાબતોનું ધ્યાન, નહીં આ શોખ બની શકે છે જીવલેણ

    ફ્રુટ શેક નુકસાનકારક હોવાનું આ છે કારણ


    આયુર્વેદ અનુસાર તમામ ફળોમાં ઓછાવત્તા પ્રમાણમાં સાઇટ્રિક એસિડ હોય છે. જ્યારે દૂધ સાઇટ્રિક એસિડના સંપર્કમાં આવે છે ત્યારે તે ફાટી જાય છે. અથવા એમ કહો કે, સાઇટ્રિક એસિડ દૂધને ફાડી નાખવાનું કાર્ય કરે છે.

    આ સાથે ફળોમાં કેટલાક એસિડ પણ હોય છે, જે દૂધમાં ભળતા જ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. ફળોમાં એવા રાસાયણિક તત્વો હોય છે, જે દૂધ સાથે પચી શકતા નથી. તેથી મેંગો શેક અને કેળાનો શેક ન પીવો જોઈએ. આવું સતત કરવાથી તમારે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

    દૂધ અને ફળોનું સેવન કરવાની સાચી રીત?


    તમે વડીલોને વારંવાર કહેતા સાંભળ્યા હશે કે કેરી અને દૂધ સ્વાસ્થ્યનો ખજાનો છે અને કેટલાક લોકો આ વાતને સાચી માનીને મેંગો શેક પીવાનું શરૂ કરી દે છે. એ વાત સાચી છે કે કેરી અને દૂધ સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તે માટે તેમનું સેવન યોગ્ય રીતે કરવું જોઈએ.

    આ પણ વાંચો: ચટપટી અને મસાલેદાર આ વસ્તુઓ તમારા પાચનતંત્રને કરશે એક્ટિવ, જમ્યા પછી જરૂર ખાઓ

    કેરી ખાઈને દૂધ પીવાથી શરીર મજબૂત બને છે અને કેળા ખાવાથી અને દૂધ પીવાથી પણ શરીર મજબૂત બને છે, પરંતુ ફળો ખાધા પછી તરત દૂધ ક્યારેયપીવું ન કરવું જોઈએ. તેના બદલે, કોઈપણ ફળ ખાધા પછી ઓછામાં ઓછા 1થી 2 કલાક પછી જ દૂધ પીવું જોઈએ. આમ કરવાથી તમને દૂધ અને ફળ બંનેના ગુણોનો લાભ મળે છે.
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય, ખોરાક

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन