Home /News /lifestyle /

Health: રાંધતી વખતે નોનસ્ટિક વાસણોનો ઉપયોગ જોખમી નીવડી શકે, તેના ઉપયોગની સાચી રીત જાણવી જરૂરી

Health: રાંધતી વખતે નોનસ્ટિક વાસણોનો ઉપયોગ જોખમી નીવડી શકે, તેના ઉપયોગની સાચી રીત જાણવી જરૂરી

નોનસ્ટિક વાસણનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કેટલો યોગ્ય?

Disadvantages of Nonstick: નૉન-સ્ટીક વાસણમાં ખાવાનું ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ પણ થઈ શકે છે. અહીં નૉન-સ્ટીક વાસણોનો ઉપયોગ કરવાથી કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આધુનિક રસોડા (Kitchen appliances)માં ઘણા અદ્યતન અને સુવિધાજનક એપ્લાયંસ ઉપરાંત આકર્ષક, સુંદર અને ગેસ અને તેલની બચત કરાવતા વાસણો પણ ઉપલબ્ધ છે. પ્રેશર કૂકર, એર ફ્રાયર અને નોન-સ્ટિક કૂકવેર જેવા વાસણો ઘરના રસોડામાં સમય બચાવીને તેમજ થોડા પ્રમાણમાં તેલનો ઉપયોગ કરીને રસોઈમાં અસરકારક છે. જેથી આજકાલ લોકો નોન-સ્ટીક વાસણોનો ઉપયોગ (Use of nonstick appliances) કરવાનું પસંદ કરે છે, તેમાં ખોરાક ઝડપથી બને છે, પરંતુ સાથે જ તેના કોટિંગથી શરીરને ઘણા પ્રકારનું નુકસાન (Disadvantage of use of nonstick) પણ થઈ શકે છે. તેના ઉપયોગથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ વધવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેમાં શરીરને નુકસાન કરતું પોલિટટ્રાફ્લોરોઇથિલિન નામનું તત્વ જોવા મળે છે.

    નૉન-સ્ટીક વાસણમાં ખાવાનું ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ પણ થઈ શકે છે. અહીં નૉન-સ્ટીક વાસણોનો ઉપયોગ કરવાથી કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

    આ પણ વાંચો-Non Stick: રાંધતી વખતે નોનસ્ટિક વાસણોનો ઉપયોગ જોખમી નીવડી શકે, તેના ઉપયોગની સાચી રીત જાણવી જરૂરી

    નોનસ્ટિક પોટ્સને પરફ્લોરોક્ટાનોઇક એસિડ નામના કેમીકલમાંથી બનાવવામાં આવે છે. તેના વધુ પડતા ઉપયોગથી પોલિમર ફ્યુમ ફીવરની તકલીફનો ખતરો હોવાથી આ કેમિકલનો વર્ષ 2013માં સંપૂર્ણપણે નાશ કરી દેવાયો હતો. આ સાથે જ અમેરિકન કેન્સર સોસાયટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નોનસ્ટિક વાસણોના વધુ પડતા ઉપયોગથી કેન્સર જેવી ઘણી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે.



    શરીરને શું નુકસાન કરી શકે?

    - નોનસ્ટિક વાસણોના વધુ પડતા ઉપયોગથી થાઇરોઇડ વધવાની સમસ્યા થઇ શકે છે.
    - તેમાં રસોઈ કરવાથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. તેનાથી લોહી બનવા પર અસર થવાથી તમે એનીમિયાનો શિકાર પણ બની શકો છો.
    - નોનસ્ટિક પોટ્સમાં ખોરાક ખાવાથી મગજને લગતી બીમારી થવાનું જોખમ વધી શકે છે.
    - તેના વધુ પડતા ઉપયોગથી માંસપેશીઓ અને હાડકાંને ઘણું નુકસાન થઈ શકે છે.
    - હાઈ ટ્રાઇગ્લિસરાઇડ્સની સ્થિતિ વધે છે. જેનાથી હૃદયરોગનો ખતરો વધી જાય છે.
    - પ્રજનન ક્ષમતા ઓછી હોઈ શકે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.



    નોનસ્ટિક વાસણના ઉપયોગની યોગ્ય રીત કઈ?

    - રસોઈ બનાવતી વખતે નોનસ્ટિક વાસણોમાં ખોરાકને ધીમી આંચ પર રાંધવો જોઈએ.
    - વાસણ ધોતી વખતે નોનસ્ટિક વાસણને વધારે ઘસો કે ખોતરો નહીં.
    - વધુ ટેમ્પરેચરવાળી વસ્તુ બનાવવા માટે લોખંડ કે સ્ટીલના વાસણોનો જ ઉપયોગ કરો.
    - માર્કેટમાં નોન-સ્ટીક વાસણો માટે ખાસ ચમચા મળે છે. તેનો ઉપયોગ કરો. કારણ કે, સાદા ચમચાથી ટેફલોનનું કોટિંગ ખોરાકમાં ભળી જાય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય, ખોરાક

    આગામી સમાચાર