Home /News /lifestyle /હાઈ હીલ્સનું સેક્સ લાઈફ સાથે સીધુ કનેક્શન, લવ લાઈફને ફિટ રાખવામાં મળે છે મદદ

હાઈ હીલ્સનું સેક્સ લાઈફ સાથે સીધુ કનેક્શન, લવ લાઈફને ફિટ રાખવામાં મળે છે મદદ

પ્રતિકાત્મક તસવીર

આ રિસર્ચ પ્રમાણે જો મહિલાઓ 2 ઈંચ અથવા તેનાથી વધારે હીલ્સ (Hills) પહેરે છે તો તેમની લવ લાઈફ સારી થઈ શકે છે. રિસર્ચ અનુસાર, હીલ્સ (Hills) ધરાવતા ફુટવેર એ મસલ્સને ઉત્તેજીત કરે છે, જે મહિલાઓને ચરમસીમા (ORGASM) સુધી પહોંચવામાં મદદ કરે છે.

વધુ જુઓ ...
ઘણી રિસર્ચમાં એ વાત સામે આવી છે કે માત્ર પુરૂષો જ નહી પણ મહિલાઓ પણ પોતાની લવ લાઈફ (Love Life)થી અસંતુષ્ટ હોય છે. પણ તાજેતરમાં જ સંશોધનકર્તાઓ દ્વારા એક એવું સંશોધન કરવામાં આવ્યું છે, જેનાથી મહિલાઓની લવ લાઈફ (Love Life)માં સુધારો આવી શકે છે. જેમાં હાઈ હિલ્સ પહેરવાથી મહિલાઓની સેક્સ લાઈફ સારી થઈ જઈ જાય છે. જે અંગે એક રિસર્ચ કરવામાં આવ્યું હતું.

શું કહે છે રિસર્ચ

આ રિસર્ચ પ્રમાણે જો મહિલાઓ 2 ઈંચ અથવા તેનાથી વધારે હીલ્સ (Hills) પહેરે છે તો તેમની લવ લાઈફ સારી થઈ શકે છે. રિસર્ચ અનુસાર, હીલ્સ (Hills) ધરાવતા ફુટવેર એ મસલ્સને ઉત્તેજીત કરે છે, જે મહિલાઓને ચરમસીમા (ORGASM) સુધી પહોંચવામાં મદદ કરે છે. જો તમે ફ્લેટ ફુટવેર કરતા હીલ્સ (Hills)ની પસંદગી કરો છો, તો તમે તમારી લવ લાઈફને વધુ સારી બનાવી શકો છો.

રિસર્ચ દરમ્યાન વિવિધ પ્રકારના ફુટવેરની ઉંચાઈનું વિશ્લેષણ કર્યા બાદ સામે આવ્યું કે મહિલાઓના પેલ્વિક ફ્લોર મસલ્સ પર કઈ વસ્તુનો સૌથી વધુ પ્રભાવ પડે છે.

આ રિસર્ચમાં સામે આવ્યું છે કે મસલ્સનું એક ગ્રુપ યૌન ક્રિયાઓ સાથે મૂત્રાશયને પણ નિયંત્રિત કરે છે. એવામાં એક મજબૂત પેલ્વિક ફ્લોર સેક્સ દરમ્યાન રક્ત પ્રવાહને વધારી શકે છે અને ઓર્ગેસમ (ORGASM) સુધી પહોંચવાની શક્યતાઓ વધી જાય છે.

આ પણ વાંચો: Ayurveda Day 2021: ધનતેરસે શા માટે ઉજવાય છે આયુર્વેદ દિવસ, શું છે ઈતિહાસ અને મહત્વ?

કઈ રીતે કરાયું રિસર્ચ

ડેઈલી મેલમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે , શાંઘાઈના ફુડન યૂનિવર્સિટીના સંશોધનકર્તાઓએ શોધ દરમ્યાન 1,263 મહિલાઓને પૂછ્યું કે તે 1થી 3 ઈંચ વચ્ચે કેવા પ્રકારની હીલ પહેરે છે.

રિસર્ચના પરિણામ

રિસર્ચરોને જાણવા મળ્યું કે 2 ઈંચની હીલ સૌથી સારું કામ કરે છે, કેમ કે જ્યારે એક મહિલા 2 ઈંચની હીલ પહેરીને ઉભી રહે છે, તો તે પોતાના પેલ્વિકને એટલું નમાવી દે છે કે તેના મસલ્સ તેને સારા આકારમાં રાખતા વારંવાર સંકોચાય છે.

એટલું જ નહીં, સૌથી સારી અસર એ મહિલાઓ પર જોવા મળી જે દિવસમાં ઓછામાં ઓછા 8 કલાક હીલ્સ (High hills) પહેરે છે.

આ પણ વાંચો: Diwali 2021 : દિવાળીમાં ગર્ભવતી મહિલાઓએ રાખવી જોઈએ આ તકેદારી, નહિ તો...

રિસર્ચમાં પણ કહેવામાં આવ્યું છે કે ફ્લેટ શુઝ અથવા વધુ હાઈ હીલ્સ આ મસલ્સને એટલુ ઉત્તેજીત નથી કરતી, જેવું 2થી 3 ઈંચની હીલ કરે છે.

એનએચએસ વેબસાઈટ પહેલેથી જ એ મહિલાઓ માટે ડેલી પેલ્વિક ફ્લોર એક્સરસાઈઝની ભલામણ કરે છે, જે સંબંધ દરમ્યાન ઓર્ગેઝમ સુધી પહોંચવા માટે સંધર્ષ કરે છે.

શું કહે છે રિસર્ચર

રિસર્ચના સંશોધનકર્તાઓનું કહેવું છે કે હાઈ હીલ્સ (High hills)થી માત્ર ઓર્ગેઝમ મેળવવામાં જ નહીં, પરંતુ યૂરિનરી ઈશ્યુ, બ્લેડર લીકેજ જેવી સમસ્યાઓનું પણ સમાધાન થઈ શકે છે.

આ પણ વાંચો: મધ અને લવિંગનો એક સાથે આવી રીતે કરો ઉપયોગ, ગંભીર સમસ્યાઓ સામે આપશે રક્ષણ

જર્નલ ટ્રાન્સલેશન એન્ડ્રોલોજી એન્ડ યૂરોલોજીમાં પ્રકાશિત પરિણામો ઉપરના એક રિપોર્ટમાં, સંશોધનકર્તાઓએ કહ્યું છે કે પેલ્વિક ફ્લોર મસલ્સની સમસ્યા જાતીય રોગો, અસંયમ અને દુખાવાનું કારણ બની શકે છે. પણ રિસર્ચના પરિણામોથી ખબર પડે છે કે 2 ઈંચની હીલ્સ મહિલાઓના આ મસલ્સને ટ્રેન્ડ કરવામાં મદદરૂપ થાય છે.

જો કે સંશોધનકર્તાઓ દ્વારા એ ચેતવણી પણ આપવામાં આવી છે કે હાઈ હિલ્સમાં પડી જવાનો અને મસ્કુલોસ્કેલેટલ ડિસઓર્ડર થવાની પણ શક્યતાઓ છે.
First published:

Tags: Lifestyle News, Sex life, લાઇફ સ્ટાઇલ