ઈન્ટરનેટ પર કેટલીક પ્રચલિત વાનગીઓના વિચિત્ર વીડિયો વાયરલ થાય છે, જેને જોઈને આપણે નવાઈ લાગે છે. આવી વાનગીઓ અર્થહીન હોય છે. હાલમાં ઈન્ટરનેટ પર ‘દિલખુશ ઢોસા’ (Dilkhush Dosa)નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સાઉથ ઇન્ડિયન (south Indian recipe) ઢોસા લવર્સને આ વિડીયો બિલકુલ પણ પસંદ નહીં આવે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ઢોસામાં ચેરી, ડ્રાયફ્રુટ્સ, ચીઝ અને શાકભાજી પણ ઉમેરી શકાય? ક્યારેય પણ નહીં. ઈન્ટરનેટ પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ દિલખુશ ઢોસા અંગે લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે.
દીપક પ્રભુએ 5 સપ્ટેમ્બરના રોજ ટ્વિટર પર 59 સેકન્ડનો દિલખુશ ઢોસાનો વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિએ તવા પર ઢોસાનું ખીરૂ પાથર્યું છે. ત્યારબાદ તે તેના પર ખૂબ જ બટર નાંખે છે. બટર નાંખ્યા બાદ તેમાં અલગ-અલગ શાકભાજી અને નારિયેળની ચટણી નાંખે છે. ત્યારબાદ તેના પર પનીર અને ડ્રાયફ્રુટ્સ નાંખે છે. આ ઢોસો બની ગયા બાદ તે તેમાં ચીઝ અને ચેરી નાંખે છે અને ઢોસાને ગાર્નિશ કરવા માટે ઢોસાની ઉપર પણ ચેરી અને ચીઝ ઉમેરે છે.
આ વીડિયોને 121Kથી અધિક લાઈક્સ મળી છે અને રિટ્વિટ પણ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને ઢોસા લવર્સ ખૂબ જ નારાજ થયા છે. એક ટ્વિટર યૂઝર્સે વિડીયો પર કમેન્ટ કરી છે કે, "આ ઢોસાનું અપમાન કહેવાય."
આ અજીબ ઢોસાની રેસિપી જોઈને નેટફ્લિક્સ ઈન્ડિયાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કાજૂ અને કિશમિશ એક ઢોસામાં? અમે કેટલીક અવનવી બાબતો જોઈ છે.’ નેટફ્લિક્સની પોસ્ટ પર સ્વિગીએ પણ રિપ્લાય આપ્યો છે.
આ રેસિપી અંગે ટ્વિટર યૂઝર્સે ખૂબ જ ટીકા કરી છે. એક યૂઝરે આ ઢોસાને લઈને કમેન્ટ કરી છે કે, “સારુ છે કે વુડલેન્ડ્સ હોટેલના સંસ્થાપક અને બટર મસાલા ઢોસા બનાવનાર ક્રિષ્ના રાવ આ રેસિપી જોવા માટે અત્યારે આપણી વચ્ચે નથી.”
થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં સુરતની ફેન્ટા ઓમલેટનો વીડિયો પણ વાયરલ થયો હતો. તમે ઉપર બરાબર જ વાંચ્યું છે. આ વાનગી ખરેખર ઠંડા પીણા ફેન્ટા અને ઇંડા સાથે બનાવવામાં આવે છે. ટ્વિટર પર આ અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઈશા નામની ટ્વિટર યુઝરે પોતાના અકાઉન્ટ પર આ વાનગીનો વીડિયો અપલોડ કર્યો હતો. સુરતની એક દુકાનમાં આ સ્ટ્રીટ ફૂડ મળે છે. લગભગ અઢી મિનિટનો આ વીડિયો જોયા બાદ ટ્વિટર પર લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થયા હતા. આની પોસ્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર