વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસિસના કારણે આઈ સ્ટ્રેનનું જોખમ, આવી રીતે રહો સુરક્ષિત

વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસિસના કારણે આઈ સ્ટ્રેનનું જોખમ, આવી રીતે રહો સુરક્ષિત
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Digital Eye Strain Symptoms And Treatment: ડિજિટલ આઈ સ્ટ્રેન (Digital Eye Strain)ના કારણે આંખમાં દુઃખાવો, લાલશ થવી, ફોકસ ન કરી શકવું, ધૂંધળું દેખાવા જેવી તકલીફ ઊભી થાય છે.

  • Share this:
Digital Eye Strain Symptoms And Treatment : કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી લોકો ઘરમાં પુરાઈ ગયા છે. બાળકોનું શિક્ષણ ઓનલાઈન (Online Classes) ચાલી રહ્યું છે. જ્યારે માતાપિતા વર્ક ફ્રોમ હોમ (Work From Home)ના માધ્યમથી નોકરી કરે છે. કોમ્પ્યૂટર કે મોબાઇલનો ઉપયોગ વધવાના કારણે સ્ક્રીન ટાઈમ (Screen Time) અગાઉની સરખામણીએ ખૂબ વધી ગયો છે. જેના કારણે લોકોમાં ડિજિટલ આઈ સ્ટ્રેનનો ખતરો વધ્યો છે.

હેલ્થલાઇનના મત મુજબ સ્ક્રીનના કારણે આંખોને થતી તકલીફને ડિજિટલ આઈ સ્ટ્રેન કહેવામાં આવે છે. ડિજિટલ આઈ સ્ટ્રેન (Digital Eye Strain)ના કારણે આંખમાં દુઃખાવો, લાલશ થવી, ફોકસ ન કરી શકવું, ધૂંધળું દેખાવા જેવી તકલીફ ઊભી થાય છે. તો ચાલો આપણે ડિજિટલ આઈ સ્ટ્રેનથી પોતાની જાતને કઈ રીતે બચાવી શકાએ તે અંગે જાણકારી મેળવીએ.



આ પણ વાંચો: ઊંઘતા પહેલા આટલી વસ્તુઓનું સેવન કરવાથી રાત્રે સતાવે છે અનિંદ્રાની સમસ્યા

20-20-20નો નિયમ

જ્યારે પણ સ્ક્રીન સામે લાંબા સમય સુધી બેસો ત્યારે 20-20-20ના નિયમને અનુસરો. સ્ક્રીન પર 20 મિનિટ સુધી કામ કર્યા બાદ 20 ફૂટ દૂર જુઓ અને 20 સેકન્ડનો આરામ કરો. આ સાથે જ વચ્ચે વચ્ચે આંખને ઝબકાવતા રહો.

યોગ્ય અંતર જરૂરી

સ્ક્રીન અને આંખો વચ્ચે યોગ્ય અંતર જાળવી રાખવું જરૂરી છે. ઓછામાં ઓછું એક ફૂટ જેટલું અંતર રાખવું જોઈએ. આંખ કરતા સ્ક્રીનની ઊંચાઈ નીચી હોય તો વધુ સારી બાબત છે.

આ પણ વાંચો: ચેતવણીરૂપ કિસ્સો: અમદાવાદની મહિલાને ઓનલાઇન મિત્રતા ભારે પડી, ગઠીયાએ આ રીતે 'બાટલી'માં ઉતારી દીધી 

યોગ્ય પ્રકાશમાં કરો કામ

જો તમે અંધારા રૂમમાં કામ કરી રહ્યાં હોવ તો સ્ક્રીનની તીવ્ર લાઈટની અસર તમારી આંખો પર થશે. જે ગંભીર બાબત છે. જેથી રૂમમાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ રહે તે જરૂરી છે.

હવાની ગુણવત્તાનું ધ્યાન રાખો

તમે જ્યાં કામ કરી રહ્યા છો ત્યાં પ્રદૂષણ ન હોય તેનું ધ્યાન રાખો. પ્રદુષણના કારણે તમારી આંખમાં બળતરા સહિતની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો: ભાવનગર: મુખ્યમંત્રી શહેરમાં હતા ત્યારે જ અસામાજિક તત્વો બેફામ, આધેડ પર હુમલો, ખુલ્લા હથિયારો સાથે ભાગ્યા 

આઈ પ્રોટેક્ટર ચશ્માનો ઉપયોગ કરો

મોબાઈલ અને લેપટોપ પર વધુ પડતું કામ કરવાના કારણે તકલીફ પડી શકે છે. જેથી આઈ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવો જોઇએ. જે તમારી આંખ પર પડતો તણાવ ઓછો કરશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
Published by:News18 Gujarati
First published:July 21, 2021, 08:51 am

ટૉપ ન્યૂઝ