કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેકમાં શું છે ફરક? સમજો તફાવત

કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેકને એક સમાન માને છે પણ આ વાત ખોટી છે આ બને વચ્ચે મેજર તફાવત છે. શું છે તે ચાલો સમજીએ

કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેકને એક સમાન માને છે પણ આ વાત ખોટી છે આ બને વચ્ચે મેજર તફાવત છે. શું છે તે ચાલો સમજીએ

 • Share this:
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દુબઈમાં શનિવારે રાત્રે સુપ્રસિદ્ધ અભિનેતા શ્રીદેવીનું નિધન થયું. તે માત્ર 54 વર્ષની હતી. શ્રીદેવીનાં મોતથી આખો દેશ આશ્ચર્યમાં છે. કારણ કે શ્રીદેવી બાહ્ય રીતે ફિટ અને ખુશખુશાલ જીવન જીવતી હતી. તેને કોઇ જ મોટી બિમારી ન હતી તેથી તેનાં નિધનનાં સમાચાર વધુ આઘાતજનક બને છે. પરિવારનાં લગ્નમાં શામેલ થવા દુબઇ ગયેલી શ્રીદેવીને અચાનક જ કાર્ડિયાક અરેસ્ટ થતા તે આ દુનિયાને છોડીને જતી રહી. કોઇને અપેક્ષા પણ ન હતી એક સાંજ સુધી લગ્નમાં મ્હાલતી શ્રીદેવીનું તદ્દન અચાનક નિધન થઇ જશે.

  ત્યારે આ અચાનક થતા કાર્ડિયાક અરેસ્ટ શું છે તે જાણવું જરૂરી છે. ઘણાં લોકો કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેકને એક સમાન માને છે પણ આ વાત ખોટી છે આ બને વચ્ચે મેજર તફાવત છે. શું છે તે ચાલો સમજીએ.

  સડન કાર્ડિયાક અરેસ્ટ (SCA)
  સડન કાર્ડિયાક અરેસ્ટ કોઇપણ પ્રકારની ચેતવણી કે લક્ષણો વગર અચાનક જ થાય છે. કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં, હૃદય અચાનક થાકીને અટકી જાય છે. જેથી હૃદય દ્વારા મગજ અને શરીરના અન્ય મહત્વપૂર્ણ અવયવોમાં લોહી પહોંચતુ અટકી જાય છે. જેને કારણે ગણતરીની મિનિટોમાં દર્દી મિનિટમાં મરી જાય છે.

  હાર્ટ એટેક
  હાર્ટ એટેકના કિસ્સામાં, લોહી ગંઠાઈ જાય છે હૃદયને શરીરનાં અન્ય અવયવોમાં લોહી પહોચાડવામાં અવરોધ ઉભો કરે છે. જે ધમનીઓ માટે સંપૂર્ણ અવરોધનું કારણ બને છે. તો રક્ત પેશીઓ રક્ત વગર ઓક્સિજન ગુમાવે છે અને તે દર્દીને મૃત્યુ તરફ દોરી જાય છે.

  હાર્ટ અટેક થવાનાં કારણ
  ધુમ્રપાનની ટેવ અને વધુ પડતા કોલેસ્ટ્રોલ યુક્ત ખોરાકને કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ, ધૂમ્રપાન અને જંક ફૂડની ટેવ પડે છે. જેનાંથી લાંબા ગાળે હાર્ટની સમસ્યાઓ સર્જાય છે. હાર્ટ એટેક પહેલાં તે દર્દીને તેનાં લક્ષણો જણાવે છે. જેમકે દર્દી છાતીમાં દુખાવો, તણાવ, ડાબા હાથમાં દુખાવો, અસામાન્ય ધબકારા, આંખે અંધારા આવવા અને અને થાક લાગવો.

  શું છે વધુ ખતરનાક - કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ અટેક?
  આ બંને ખતરનાક છે. બંને દર્દીને મૃત્યુ તરફ લઇ જાય છે. જોકે એ વાત સત્ય છે કે હાર્ટ એટેકમાં બચવાની તક હોય છે કારણ કે તેના લક્ષણો છે જે દર્દીને ચેતવણી આપે છે જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં કોઇ જ ચેતવણી હોતી નથી કે તેનાં કોઇ લક્ષણ પણ નથી હોતા તે અચાનક જ આવે છે. તેથી જ તેને સડન કાર્ડિયાક અરેસ્ટ કહેવાય છે.

  જો કે, એવું કહેવાય છે કે હાર્ટ એટેકમાં બચાવવાની વધુ તક છે કારણ કે તે અમને કેટલાક પ્રારંભિક સંકેતો દર્શાવે છે, જો કે હૃદયસ્તંભતા અમને કોઈ ચેતવણીઓ આપતી નથી.

  કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક આવવાનાં કારણો
  સ્મોકિંગની ટેવ, બેઠાળુ જીવન, હાઈ બ્લડ પ્રેશર, હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, દારુનું વધુ પડતુ સેવન, કાર્ડિયેક એરેસ્ટ અને હાર્ટ એટેક આવવાનાં કારણો છે.

  કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ અટેકથી બચવાનાં  ઉપાય?
  જો તમે પણ કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ અટેકની સમસ્યાથી દૂર રહેવા માંગો છો તો પોષક અને સંતુલિત આહાર લો. જંક ફૂડ, આલ્કોહોલ અને સિગરેટનાં સેવનથી દૂર રહો. તમારુ વજન મેઇન્ટેઇન રાખો. દરરોજ ચાલવાની અને નિયમિત કસરતની ટેવ પાડો.
  Published by:Margi Pandya
  First published: