#કામની વાત: પત્ની પાતળા બાંધાની હોવાથી સમાગમમાં અકળામણ અનુભવે છે..

જાણો શું છે સમસ્યા ? અને તેનો ઉકેલ આપશે ચીફ સેક્સોલોજીસ્ટ ડૉ. પારસ શાહ

જાણો શું છે સમસ્યા ? અને તેનો ઉકેલ આપશે ચીફ સેક્સોલોજીસ્ટ ડૉ. પારસ શાહ

 • Share this:
  પત્ની પાતળા બાંધાની હોવાથી સમાગમમાં અકળામણ અનુભવે છે.. જાણો શું છે સમસ્યા ? અને તેનો ઉકેલ આપશે ચીફ સેક્સોલોજીસ્ટ ડૉ. પારસ શાહ

  સમસ્યા:

  ડોક્ટર સાહેબ મારી ઉંમર 25 વર્ષની છે. અને મારા લગ્ન આજ વર્ષે થયા છે. પરંતુ સાહેબ, મારી પત્ની પાતળા બાંધાની છે અને મારુ શરીર જાડુ છે. તો મારી પત્ની સાથે સમાગમ કરતી વખતે અકળામણ કરે છે. તો શું પત્નીને યોનિ સાંકળી હોય તેમ લાગે છે? પહોળી કરવા ધણો પ્રયત્ન કરું છું. આખી રાત સમાગમ કરું છું. છતાં પત્નીને સંતોષ મળતો નથી. જેથી મારી પત્નીને મહિના રહેતા નથી. તો કારણ જણાવવા વિનંતી.

  ઉકેલ:

  પાતળી સ્ત્રી અને જાડો પુરુષ અથવા જાડી સ્ત્રી અને પતલો પુરુષ એકબીજાને સંતોષ આપી શકતા નથી એવી આપણા સમાજમાં માન્યતા છે. કોઇક અગમ્ય કારણસર ધણા લોકો આવી વજુદ વગરની માન્યતા ધરાવતા હોય છે. હકીકતમાં શરીરનો વિપરીત બાંધો કામસુખમાં બાધારૂપ નથી. જો પત્નીને પુરુષ ઉપર અને સ્ત્રી નીચેવાળી સ્થિતિમાં વધારે વજન લાગતું હોય અને અકળામણ અનુભવાતી હોય તો તમે બીજા આસનોનો પ્રયોગ કરી શકો છો. આખી રાત સમાગમ કરવાથી સ્ત્રીને સંતોષ મલે તે જરૂરી નથી તમે કેટલીવાર સમાગમ કરો છો તે અગત્યનું નથી, પણ કેવી રીતે કરો છો. તે વધારે મહત્વનું છે.

  કલાત્મક કામક્રીડા સફળ દામ્પત્યજીવન માટે આવશ્યક છે. વીણાના તારમાંથી મધુર સંગીત રેલાવવું હોય તો તેને કલાત્મક રીતે વગાડવી પડે, બળથી વગડવા જાવ તો બેસુરો આવાજ આવે અથવા તાર તૂટી જાય. અને જાતીય સંતોષ મળે તો જ સ્ત્રી ગર્ભવતી થાય તે જરૂરી નથી. ગર્ભધારણ થવાની શક્યતા સ્ત્રીના જનન અવયવોની તંદુરસ્તી, અંડકોષ ઉત્પન્ન થવાની પ્રકિયા તથા પુરુષના શુક્રાણુની સંખ્યા તેમજ હલન-ચલન (મોટીલીટી) જેવા પરિબળો ઉપર નિર્ભર કરે છે.

  જો બધુ બરાબર હોય તો સ્ત્રી જાતીય ચરમસીમા વગર પણ ગર્ભધારણ કરી શકે છે. અને છેલ્લી વાત સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટીક રબર બેન્ડ જેવો હોય છે. તે ટચલી આંગળીથી બાળકના માથા જેટલો પહોળો થઇ શકે છે. કહેવાનો મતલબ કે સ્ત્રીનો યોનિમાર્ગ ગમે તેટલો સાંકડો હોવા છતા પણ તેને ઇન્દ્રિય પ્રવેશ કરાવી શકે છે. અને તેને હાથથી કે બીજી રીતે પહોળો કરવાની જરૂર હોતી નથી.
  Published by:Bansari Shah
  First published: