શરીરમાં થઇ રહી છે હિમોગ્લોબિનની ઉણપ, તો ડાયટમાં સામેલ કરો આ 7 વસ્તુઓ

Image/shutterstock

શરીરમાં હિમોગ્લોબિનની કમી ઘણી મુશ્કેલીઓનું કારણ બને છે. જેમાં નબળાઇ, થાક અને શ્વાસ ચઢવો જેવી ઘણી સમસ્યાઓ સામેલ છે

  • Share this:
શરીરમાં હિમોગ્લોબિનની કમી ઘણી મુશ્કેલીઓનું કારણ બને છે. જેમાં નબળાઇ, થાક અને શ્વાસ ચઢવો જેવી ઘણી સમસ્યાઓ સામેલ છે. જાણકારી અનુસાર એક સ્વસ્થ મહિલાના શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ 12થી 16 મિલીગ્રામ અને પુરૂષમાં 14થી 18 મિલીગ્રામ હોવું જોઇએ. આ પ્રમાણથી ઓછું હિમોગ્લોબિન હોય તો તમારે ડાયટમાં તેવી વસ્તુઓ સામેલ કરવી જોઇએ જે શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધારે છે. આમ તો ઘણી વસ્તુઓ છે જેને હિમોગ્લોબિન વધારવા માટે ડાયટમાં સામેલ કરવામાં આવે છે. પરંતુ અમે અહીં તમને માત્ર તે સાત વસ્તુઓ વિશે જણાવીશું જે હિમોગ્લોબિન લેવલને ઝડપથી વધારવામાં મદદરૂપ છે. તો આવો જાણીએ તેના વિશે.

દાડમ

શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધારવા માટે દાડમને ખૂબ સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં આયરન, મેગ્નેશીયમ, કેલ્શિયમ અને વિટામિન હોય છે. જે હિમોગ્લોબિન લેવલને વધારવામાં મદદરૂપ છે.

બીટ

બીટનું સેવન તમારા શરીરમાં હિમોગ્લોબિન લેવલને વધારવા માટે કરી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયરન, વિટામિન એ અને વિટામિન સી હોય છે. સાથે જ ફોલિક એસિડ, ફાયબર, મેગ્નીઝ અને પોટેશિયમનો પણ શ્રેષ્ઠ સ્ત્રોત છે.

આ પણ વાંચો - T20 World Cup 2021: ટી-20 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં નહીં યૂએઇમાં થશે, બીસીસીઆઈએ કરી જાહેરાત

ટામેટા

ટામેટા ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે. ટામેટામાં વિટામિન ઇ, થિયામિન, નિઆચિન, વિટામિન બી6, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કોપર જેવા પોષક તત્વો હોય છે. આ સાથે તે ફાઇબર, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ અને મેગ્નીઝનો પણ સારો સ્ત્રોત છે.

ખજૂર

હીમોગ્લોબિનની કમીને પૂરી કરવા માટે ખજૂર પણ મદદરૂપ થાય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં કોપર, મેગ્નેશિયમ, મેગ્નિઝ, વિટામિન બી6, આચિન, પેંટોથેનિક એસિડ અને રિબોલફ્લાવિન જેવા પોષકતત્વો હોય છે.

અખરોટ

અખરોટના સેવનથી શરીરમાં હિમોગ્લોબિનની કમી પૂરી કરી શકાય છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. સાથે જ તે કેલ્શિયમ, મેગ્નેશિયમ ફાઇબર અને વિટામિન બીનો મુખ્ય સ્ત્રોત છે.

પાલક

હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં પાલકનું સેવન ખૂબ અસરકારક છે. પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે. જે શરીરમાં હિમોગ્લોબિનના સ્તરને વધારવામાં ઉપયોગી બને છે.

અંજીર

અંજીર ફળ અને સૂકા મેવા બંનેની શ્રેણીમાં આવે છે. શરીરમાં હિમોગ્લોબિન લેવલને વધારવા માટે તમે અંજીરને પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. અંજીરમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન એ, બી1, બી2, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, મેગનીઝ, સોડિયમ, પોટેશિયમ અને ક્લોરિન હોય છે. જે હિમોગ્લોબિનના સ્તરને ઝડપથી વધારે છે.
First published: