Home /News /lifestyle /

Diet For Diabetes: ડાયાબિટીસમાં કેવો હોવો જોઈએ તમારો ડાયટ પ્લાન, જાણો સમગ્ર વિગતો

Diet For Diabetes: ડાયાબિટીસમાં કેવો હોવો જોઈએ તમારો ડાયટ પ્લાન, જાણો સમગ્ર વિગતો

યોગ્ય ડાયટ પ્લાનની (Diabetes diet plan) મદદથી તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો (pics - Shutterstock)

Diabetes Diet Plan : ડાયાબિટીસને એટલે પણ ખતરનાક માનવામાં આવે છે કેમ કે તેની અસર ધીરે ધીરે શરીરના અન્ય અંગો પર પણ પડવા લાગે છે. ડાયાબિટીસને સાઈલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે

  ડાયાબિટીસ એક એવો રોગ છે જે આપણી લાઈફસ્ટાઈલ અને આદતોને કારણે ફેલાઈ રહ્યો છે. અનિયમિત ખાણીપીણીને કારણે ડાયિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ અને કોલેસ્ટ્રોલ સંબંધિત રોગો થઈ રહ્યા છે. જેમાં ડાયાબિટીસને (Diabetes)સૌથી ખતરનાક માનવામાં આવે છે, કારણ કે આ રોગનો સીધો સંબંધ તમારી લાઈફસ્ટાઈલ અને વારસાગત કારણો સાથે હોય છે. ડાયાબિટીસને એટલે પણ ખતરનાક માનવામાં આવે છે, કેમ કે તેની અસર ધીરે ધીરે શરીરના અન્ય અંગો પર પણ પડવા લાગે છે. ડાયાબિટીસને સાઈલેન્ટ કિલર (Silent Killer) પણ કહેવામાં આવે છે. શુગર લેવલ વધવા પર હાર્ટ (Heart), લિવર (Liver), આંખો (Eye) અને કિડની (kidney) બધુ જ પ્રભાવિત થવા માંડે છે. જોકે તમારા ખાનપાનની આદતોમાં સુધારાથી તમે હવે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો. યોગ્ય ડાયટ પ્લાનની (Diabetes diet plan) મદદથી તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો.

  આ વાતોનું રાખો ધ્યાન


  જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે તમારી ખાણીપીણી પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. યોગ્ય પ્રમાણમાં અને વ્યવસ્થિત હાર તમારા બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે ખૂબ જરૂરી છે. ડાયબિટીસના દર્દીઓ પણ પોતાની બેલેન્સ ડાયટમાં વિવિધ પ્રકારના વ્યંજનોનો આનંદ માણી શકે છે. આની માટે તમારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  -તમારી ફિઝિકલ એક્ટિવિટી, દવાઓ અને ઈન્સ્યુલિનના સ્તર સાથે તમારા કાર્બોહાઈડ્રેટના ઈનટેકને બેલેન્સ કરવું.

  -બ્લડ શુગર લેવલ જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં ફાઈબર ધરાવતા ફળો અને શાકભાજીનું સેવન કરવું.

  -ચોકલેટ, કેન્ડી, કુકી અને સોડા જેવા એડેડ શુગર ધરાવતા પ્રોસેસ્ડ કાર્બ્સ વાળા ફુડને અવોઈડ કરવા અને ઘરના ભોજન તથા શાકભાજી અને ફળોનું સેવન કરવું.
  ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા અને અન્ય રોગોથી બચવા માટે વજન નિયંત્રણમાં રાખવું.

  -તમારા ડોક્ટર અને ડાયેટિશિયન દ્વારા સૂચવવામાં આવતા વિવિધ ડાયટ પ્લાન્સ વિશે સમજી તેને ફોલો કરવા.

  આ પણ વાંચો - શું છે ટાઇપ-2 ડાયાબિટીસ? આ લક્ષણો દ્વારા કરી શકો છો ઓળખ

  ડાયટ પ્લાન


  સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની અથવા તેમના ડાયેટિશિયન સલાહ પ્રમાણે ડાયટ ફોલો કરવાનું હોય છે. જે લોકો પોતાની ડાયટને લઈને મુંઝવણમાં રહે છે. તેમની માટે આજે અમે અહીં તમને ડાયટ પ્લાન વિશે માહિતી આપીશું. તમારા ડોક્ટરની સલાહ પ્રમાણે તમે તેમાં જરૂરી ફેરફાર કરી તેને ફોલો કરી શકો છો.

  ડાયટ પ્લાન


  મોર્નિંગ ડ્રિંક- 6થી 7 વાગ્યે

  ગ્રીન ટી અથવા ગરમ પાણી સાથે મેથી દાણાનો પાવડર

  સવારનો નાસ્તો- 8થી 9 વાગ્યે (નીચે જણાવેલામાંથી કોઈ એક)


  ખાંડ વિનાની ચા, કોફી અથવા મલાઈ વિનાનું દૂધ

  પૌંઆ – 1 પ્લેટ

  વેજીટેબલ સેન્ડવિચ – 1

  કોર્ન ફ્લેક્સ અથવા ઘઉંના ફાડા – 1 વાટકી (મિડિયમ સાઈઝ)

  ફાઈબર યુક્ત ફ્રુટ – 100 ગ્રામ

  ભાખરી – 1 અથવા 2 (સાઈઝ પ્રમાણે)

  અલ્પાહાર- 11 વાગ્યે (નીચે જણાવેલામાંથી કોઈ એક)


  પનીર- 2થી 3 ટુકડા

  બાફેલા ઈંડા – 1

  સ્પ્રાઉટ્સ - બાઉલ

  તાજા ફળોનો રસ (ખાંડ વિના)- 1 ગ્લાસ

  બપોરનું ભોજન- 1થી 2 વાગ્યે


  રોટલી/ ફુલકા- 2-3

  ભાત – 1 વાટકી

  સાદી દાળ/ સોયાબીન – 1 વાટકી

  શાક/કઠોળ- 1 વાટકી

  દહીં/ છાશ- 1 વાટકી (મલાઈ વિનાનું)/ 1 ગ્લાસ (માખણ વગર)

  લીલા શાકભાજી અને સલાડ- 1 પ્લેટ

  સાંજનો નાસ્તો- 4 વાગે (નીચે જણાવેલામાંથી કોઈ એક)


  તાજા ફળોનો રસ- 1 ગ્લાસ

  ચા/કોફી- 1 કપ

  મેરી ગોલ્ડ બિસ્કિટ/ટોસ્ટ- 2

  રાતનું ભોજન- 7થી 8 વાગ્યે


  મિક્સ વેજ સૂપ- 1 મોટી વાટકી

  રોટલી- 1-2

  શાક- 1 વાટકી

  દાળ- 1 વાટકી

  સલાડ-1/2 પ્લેટ

  રાત્રે સૂતા પહેલા

  1 ગ્લાસ મલાઈ વિનાનું હળદરવાળું દૂધ

  પ્રાકૃતિક ફાઈબર યુક્ત આહાર આપણા સ્વાસ્થ માટે ખૂબ જરૂરી છે, આવા આહારને ડાયટમા ઉમેરવાથી ડાયાબિટીસના દર્દોને લાભ થાય છે. આવા આહાર પચવામાં સરળ હોય છે. સાથે જ લોહીમાં કાર્બ્સને કારણે ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા પણ ધીમી થઈ જાય છે, જેને કારણે ભોજન કર્યા પછી બ્લડશુગરમાં અચાનક વધારો થતો નથી. અનાજ, દાળ, લીલા શાકભાજી, ફળો વગેરેનું સેવન ખૂબ વધુ પ્રમાણામાં કરવું જોઈએ, સાથે જ પેકેજ્ડ અને પ્રોસેસ્ડ જંકફુડથી દૂર રહેવું જોઈએ.

  આ ડાયટ ચાર્ટમાં તમે કેટલીક વસ્તુઓમાં ફેરફાર પણ કરી શકો છો, જેના કારણે એક જ પ્રકારનું રૂટિન ફોલો કરી તમે કંટાળો નહીં અને ભોજનમાં તમારી રુચિ જળવાયેલી રહે. જેમ કે તમે એક રોટલીને બદલે અડધી વાટકી ભાત અથવા 2 સ્લાઈસ બ્રાઉન બ્રેડના ખાઈ શકો છો, એક વાટકી સાદા ઘઉંના ફાડાને બદલે તમે પ્લેન ઢોંસો અથવા 1 કુલ્ચો ખાઈ શકો છો. આ સાથે જ તમે ભોજનમાં બાજરીના રોટલા, મલ્ટી ગ્રેઈન રોટલી, જઉંની રોટલીનો પણ સમાવેશ કરી શકો છો. આજ પ્રકારે તમે દરરોજ અલગ લગ સિઝનલ ફ્રુટનું સેવન કરો. દરરોજ એક સફરજનને તમે તેટલા જ વજનના અન્ય ફળ સાથે બદલીને ખાઈ શકો છો.

  જો તમે નોનવેજ ખાવાના શોખીન છો તો તમે એક ઈંડાને સ્થાને 100 ગ્રામ ફિશ, 85 ગ્રામ ચીકન પણ ખાઈ શકો છો. જો તમે નોન વેજિટેરિયન હોવ તો પણ કોશિશ કરવી કે તમે માત્ર ફિશ અને ચિકનનો જ ઉપયોગ કરો, આ સિવાયના અન્ય મિટનો ઉપયોગ ટાળવો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Diabetes care, Health Tips, Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन