પ્રેગ્નન્સી દરમ્યાન સ્ત્રીએ કેવું ડાયટ લેવું?

News18 Gujarati
Updated: May 21, 2019, 5:07 PM IST
પ્રેગ્નન્સી દરમ્યાન સ્ત્રીએ કેવું ડાયટ લેવું?
સાબુ એક વાસણમાં પોતાનું યુરિન લો તેમાં સાબુ મેળવો. જો સાબુમાં ફીણ કે પરપોટા થાય તો પણ આ ટેસ્ટ પોઝિટિવ માની તમારા ગર્ભવતી હોવાની સંભાવના વધી શકે છે. Disclaimer : ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપેલી માહિતી સર્વ સામાન્ય માન્યતાઓ પર આધારીત છે. ન્યૂઝ 18 ગુજરાતી આની કોઇ પૃષ્ઠી નથી કરતો. અને તેનું અમલ કર્યા પહેલા સંબંધિત વિશેષજ્ઞને સંપર્ક જરૂર કરો.

  • Share this:
પ્રેગ્નન્સી એ સ્ત્રીના જીવનનો મહત્વનો ભાગ કહી શકાય. તેનાથી તેના જીવનમાં ઘણાં બદલાવો અને ચડાવઉતાર આવતા હોય છે. સ્ત્રીઓની એક ડિલિવરી થતાં તો તે લગભગ ડબલ સાઈઝની થઈ જાય છે. પ્રેગ્નન્સીમાં ધીરે ધીરે વજન વધારવાની જરૂર હોય છે અને તે 10 કિલો સુધી વજન વધે તે હિતાવહ છે. ત્યારે આવો જાણીએ પ્રેગ્નન્સી દરમ્યાન સ્ત્રીએ કેવું ડાયટ લેવું જેનાથી મા અને બાળક બંને તંદુરસ્ત રહે.

પ્રેગ્નન્સીની શરૂઆતના તબક્કામાં સવારના સમયે ઊબકા, વીકનેસ અને મૂડ સ્વીંગના કારણે ખાવાનું મન નથી થતું. પરંતુ ધ્યાનમાં રાખો કે થોડા થોડા સમયે ખાવાથી એસિડિટી, ગેસ ઓછાં થાય છે.

પ્રેગનન્ટ વુમનનો ડાયટ ચાર્ટ

- પ્રવાહી ખોરાકનો ઉપયોગ વધુ કરવો. પરંતુ ઠંડાં પીણાં અને ખાંડવાળાં શરબતોથી દૂર રહેવું.
- દર 2-3 ક્લાકે હળવો ખોરાક લેવાથી વધુ પડતી ભૂખ નથી લાગતી અને પેટ ભરાયેલું રહે છે.
- દૂધ અને દહીં, પનીર વધુ પ્રમાણમાં વાપરી શકાય, દૂધ મલાઈ વગરનું વાપરવું.- બાળકના સારા વિકાસ માટે ખોરાકમાં વધુ આયર્ન અને કેલ્શ્યિમ હોવું જરૂરી છે માટે દરરોજની 1 ઝૂડી ભાજી ભોજનમાં શામેલ કરવી.
- શાકભાજી અને ફ્રૂટમાં મિનરલ્સ વિટામિન, નટ્સ અને એન્ટિ ઓક્સિડન્ટ મળે છે.
- તોફુ (સોયા પનીર) દહીં, દૂધ, વટાણા, પનીર, ચીઝ, નટ્સ અને કઠોળથી પ્રોટીન મળે છે.
- દિવસ દરમ્યાન 2થી 3 ગ્લાસ મલાઈ વગરનું દૂધ પીવાથી કેલ્શિયમ મળી રહેશે.
- સવાર સાંજ બંને સમયે દાળ અથવા ફળોનો ઉપયોગ કરવો.
- આખાં અનાજ, બ્રાઉન રાઈસ અને જુદા જુદા લોટમાંથી કાર્બોહાઇડ્રેટ્સ મળે છે.
- પ્રેગ્નન્સી દરમ્યાન બે વ્યક્તિનો ખોરાક ખાવાની કોઈ જરૂર નથી.
- વધુ પડતું ગળ્યું જ ખાવાનું મન થાય તો મલાઈ વગરના દૂધમાંથી બનાવેલો - શિખંડ અથવા ખીર ખાઈને કે ઓછા ઘીમાં મીઠાઈ બનાવીને ખાવી.
- પ્રેગ્નન્ટ સ્ત્રીને દિવસ દરમ્યાન ફક્ત 300 કેલેરી જ વધુ જોઈતી હોય છે. આ કેલરી પ્રોટીનવાળા ખોરાકમાંથી જ લેવી.
First published: May 21, 2019, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading