એક અઠવાડિયામાં જ ઘટવા લાગશે વજન, ડાયટમાં ફોલો કરો આ છ વાત

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

How to lose weight in a week:જ્યારે બધી મહેનત પાણીમાં જાય છે અને પરિણામ શૂન્ય મળે છે, ત્યારે લોકો વજન ઘટાડવા માટે જીમના ચક્કર લગાવવાનું શરૂ કરે છે.

 • Share this:
  નવી દિલ્હી: વધુ પડતા વજનના કારણે તમારા શારીરિક સ્વાસ્થ્યની સાથે તમારી પર્સનાલિટી પર પણ ખરાબ અસર પડે છે. જ્યારે વજન એક સીમાથી વધુ હોય છે, ત્યારે લોકો વજન ઘટાડવા માટે ઉપાયો શોધવાનું શરૂ કરી દે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવા લાગ છે, તો ઘણા લોકો ઘરેલૂ નુસખાઓ અપનાવીને વજન કંટ્રોલમાં કરવાના પ્રયાસો કરે છે. પરંતુ જ્યારે બધી મહેનત પાણીમાં જાય છે અને પરિણામ શૂન્ય મળે છે, ત્યારે જીમના ચક્કર લગાવવાનું શરૂ કરે છે. પરંતુ આ બધાની પહેલા તમારે તે જાણવું જરૂરી છે કે આખરે વજન ઘટાડવા માટે ડાયટ કેવું હોવું જોઇએ? આજે અમે તમને જણાવીશું કે જો જલ્દી વજન ઘટાડવું હોય તો તમારે ક્યા પ્રકારની ડાયટ લેવું જોઇએ અને કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

  વજન ઘટાડવાના આ છે 6 મંત્ર

  >>જો તમારે ફેટ બર્ન કરવું હોય તો સૌથી પહેલા ઓછા પ્રોટીનવાળું ભોજન કરો.

  >> તળેલી વસ્તુઓની જગ્યાએ ગ્રિલ્ડ વસ્તુઓ ખાવ. શેકેલી વસ્તુઓ તમારા શરીરમાં ફેટ નહીં બનવા દે.

  આ પણ વાંચો: રાહતના સમાચાર: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, આ દિવસે પડશે ભારે વરસાદ 

  >> આલ્કોહોલ, કોલ્ડ ડ્રિંક્સ અને મીઠાઇથી દૂર રહો. આ વસ્તુઓ ફેટ ઘટાડવામાં વધુ સમય લગાવે છે.

  >> હાઇ કેલેરી ફૂડથી દૂર રહો અને એટલી કેલેરી લો જે તમે દિવસ ભરમાં બર્ન કરી શકો.

  >> બ્રેક ફાસ્ટમાં બદામનું સેવન કરો. તેમાં પ્રોટીન હોય છે, જે માંસપેશીઓને રિપેર કરે છે અને ફાઇબર રાત્રે ભૂખ નહીં લાગવા દે. ચરબી ઘટાડવા માટે તેને સુપર ફૂડ પણ માનવામાં આવે છે.

  આ પણ વાંચો: ગાંધીનગર: પરપ્રાંતીય મજૂરે ફેક્ટરી માલિકને 50થી વધારે ફટકા મારી પતાવી દીધા, Live વીડિયો

  >> વજન ઘટાડવો હોય તો કોબીજ, ગ્રીન્સ વગેરે પાંદડા વાળા શાકભાજીનું વધુ સેવન કરો. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ અને કેલેરી ખૂબ ઓછી હોય છે. જ્યારે ફાઇબર ભરપૂર હોય છે. તમે જો તેને વધુ ખાઇ લેશો તો પણ તમારો વજન પ્રભાવિત નહીં થાય અને તમારું પેટ પણ લાંબા સમય સુધી ભર્યુ રહેશે.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સૂચના અને જાણકારીને આધારે આપવામાં આવી છે. ન્યૂઝ18 ગુજરાતી આની પુષ્ટિ નથી કતરું. અમલ કરતા પહેલા સંબંધીત નિષ્ણાતનો સંપર્ક કરવો જરૂરી છે.)
  First published: