Home /News /lifestyle /

Katrina Pre-Wedding Look: આ સાડી તૈયાર કરવામાં લાગ્યા 40 કારીગર અને 1800 કલાક

Katrina Pre-Wedding Look: આ સાડી તૈયાર કરવામાં લાગ્યા 40 કારીગર અને 1800 કલાક

કેટરીના કૈફની આ સાડી તૈયાર કરવામાં લાગ્યા 1800 કલાક

Katrina Kaif Vicky Kaushal Wedding: કેટરીના કૈફને અનૈતા શ્રોફ અડાજનીયા અને અક્ષય ત્યાગીએ સ્ટાઇલ કરી હતી. અનૈતાએ કેટરીનાના લુક પ્લાનિંગ કરતી સમયે જણાવ્યું હતું કે, તેણી વ્હાઇટ વેડિંગની સુંદરતા દર્શાવવામાં ઇચ્છતી હતી

  હાલ અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન (Katrina Kaif & Vicky Kaushal Marriage) ઇન્ટરનેટ પર છવાયેલા છે. કપલ દરરોજ પોતાના લગ્નના ફંક્શન (Marriage Function Photos)ની નવી નવી તસવીરો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે પોતાના પ્રિ-વેડિંગ ફોટા (Pre-Wedding Photos) શેર કર્યા હતા. આ ફોટાઓમાં કેટરીનાએ પોતાના લુકને બ્રિટીશ અને ઈન્ડિયન ટચ આપ્યો હતો.

  આપને જણાવી દઇએ કે કેટરીનાએ પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન પહેરેલી સાડી (Katrina Kaif's Saari) સબ્યસાચી દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવી હતી. સબ્યસાચીએ ઈન્સ્ટાગ્રામ પર કેટરીનાનો ફોટો શેર કરીને લખ્યું કે, કેટરીનાએ પ્રિ-વેડિંગમાં તેની માતાના બ્રિટીશ વારસાને સન્માન આપ્યું. સબ્યસાચીએ વિન્ટેજ ઇન્સ્પાયર્ડ કોચર સાડી (vintage-inspired couture sari) ખાસ કેટરીના માટે તૈયાર કરી હતી.

  કેટરીનાની સાડીમાં શું છે ખાસ?

  - કેટરીના કેફની સાડી ફેશન ડિઝાઇન સબ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કરી છે. આ સાડીને બનાવવા અંગેની તમામ જાણકારી સબ્યસાચીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કેટરીનાની આ સાડીને તૈયાર કરવામાં 40 કારીગરોને 1800 કલાકથી પણ વધુનો સમય લાગ્યો હતો.

  - કેટરીનાની સાડી વિટેંજ લુક પર આધારીત છે. સાડીની સાથે મેચિંગ ટ્રેલિંગ વેલ પણ છે. તમે પણ આજકાલ આ પ્રકારના ટ્રેંડિંગ લહેંગાઓ ચોક્કસ જોયા હશે.
  - કેટરીના સાજીમાં એમ્બ્રોડરીની સાથે હેન્ડ કટ ઇંગ્લિશ ફ્લાવર, સેમી પ્રેશિયસ જેમ્સ અને ક્રિસ્ટલ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે આ સાડીની ડીઝાઇન પર સુંદરતા વધારી રહ્યા છે.

  - આ સાડી સાથે કેટરીનાએ ફેશન ડિઝાઇનર સબ્યસાચી દ્વારા જ ડિઝાઇન કરવામાં આવેલ અનકટ ડાયમંડ જ્વેલરી પહેરી હતી. કેટરીનાના નેકલેસમાં ઓપલ્સ અને પેલ રશિયન એમ્રલ્ડનું કામ પણ નજરે આવી રહ્યું છે. નેકલેસની સાથે કેટરીનાએ મેચિંગ ઇયરિંગ્સ પણ પહેર્યા છે.

  કેટરીના કૈફને અનૈતા શ્રોફ અડાજનીયા અને અક્ષય ત્યાગીએ સ્ટાઇલ કરી હતી. અનૈતાએ કેટરીનાના લુક પ્લાનિંગ કરતી સમયે જણાવ્યું હતું કે, તેણી વ્હાઇટ વેડિંગની સુંદરતા દર્શાવવામાં ઇચ્છતી હતી. તેથી અમે સબ્યસાચી સાથે મળીને સાડીના આ આઇડિયાને રીયાલીટીમાં પરિવર્તિત કર્યો.

  આ પણ વાંચો-7 Food જે તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલું રાખશે, વજન ઉતારવામાં મદદ કરશે

  વિકી કૌશલની સ્ટાઇલિશ શેરવાની છે ખાસ

  બેંગલોર સિલ્કના વણાટવાળી શેરવાની અને સબ્યાસાચી ગોલ્ડ પ્લેટેડ બેંગોલ ટાઇગર બટનની સાથે મેચિંગ ચૂડીદારમાં પોતાની દુલ્હનના વખાણ કરતા વિકી કૌશલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી, જેમાં બંને એકદમ રોયલ લાગી રહ્યા હતા.

  સેલિબ્રિટી સ્ટાઇલિશ અમનદિપ કોર દ્વારા વિકીને સ્ટાઇલ કરવામાં આવ્યો હતો. અમનદિપે કપલને ઇન્સ્ટાગ્રામ પર શુભેચ્છાઓ પાઠવતા લખ્યું કે, આ ક્ષણના સાક્ષી બનવું એક ફેરીટેલને રીયાલીટીમાં સાકાર થતું જોવા જેવું અને જાદુઇ ખુશીઓથી ભરેલું હતું.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Katrina kaif, Lifestyle, Marriage Function, Vicky Kaushal

  આગામી સમાચાર