Home /News /lifestyle /Johnnie Walkerરે પુરૂષને બદલે હવે બનાવ્યો નવા જમાનાની મહિલાનો Logo

Johnnie Walkerરે પુરૂષને બદલે હવે બનાવ્યો નવા જમાનાની મહિલાનો Logo

1820માં આવી હતી જોની વોકર વ્હિસ્કી, દુનિયાથી સૌથી ફેમસ બ્રાંડમાંની એક છે...

1820માં આવી હતી જોની વોકર વ્હિસ્કી, દુનિયાથી સૌથી ફેમસ બ્રાંડમાંની એક છે...

    પ્રખ્યાત બ્રાંડ 'જોની વોકર સ્કોચ વ્હીસ્કી'એ ગત એક માર્ચથી પોતાના લોકોગોમાં થોડો ફેરફાર કર્યો છે. કંપની ડિયાઝિયોએ હવે મહિલાઓ માટે એક ખાસ બ્રાંડ રજૂ કરી છે, જેનું નામ છે જેન વોકર. આમ તો મહિલાઓ પણ ગૂરૂરમાં ચૂર પુરૂષના લોગોની પરંપરાગત બ્રાંડની જબરદસ્ત દીવાની રહી હતી, પરંતુ કંપનીએ આ વખતે મહિલાઓના નવા જમાનાન શોખનો ખાસ ખ્યાલ રાખી નવા બ્રાંડના લોગોમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધરી મહિલાનો લોગો બનાવ્યો છે.

    કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ જેકોબીના જણાવ્યા અનુસાર, આ બ્રાંડની એન્ટ્રી મહિલાઓ ખાસ સેલિબ્રેટ કરી રહી છે. આ એટલા માટે પણ ખાસ છે કે, આ પૂરી રીતે મહિલાઓની પ્રગતિશીલતા અને સન્માનને સમર્પિત છે.

    1820માં આવી હતી જોની વોકર વ્હિસ્કી
    જોની વોકરની સ્થાપના 1820માં સ્કોટ જોન વોકરે કરી હતી. તે સમયે તેનું વર્ષનું વેચાણ લગભગ 1.9 કરોડ કેસ છે. જોની વોકરની જાહેરાતમાં હંમેશા એવા પુરૂષ રહ્યા છે, જે એડવેંચરના શોકિન હોય. 2014માં તેની લગ્ઝરી બ્લૂ લેબલ લાઈન માટે જૂડે લોએ જાહેરાત કરી હતી. આજ રીતે 2009માં બનેલ એક ફિલ્મના મુખ્ય કલાકાર કરીકે એક્ટર રોબર્ટ કાર્લીએ સ્કોચના ઈતિહાસને જણાવ્યો હતો.

    દુનિયાથી સૌથી ફેમસ બ્રાંડમાંની એક છે
    જોની વોકર દુનિયાભરની સ્કોચ-વ્હિસ્કી બ્રાંડમાંની એક છે. લગભગ 150 વર્ષથી વધારે સમયથી આ બ્રાંડના વેંચાણમાં વધારો થતો રહ્યો છે. દુનિયાના લગભગ દરેક દેશમાં આ બ્રાંડ મળી રહે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Walking, Woman

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन