Home /News /lifestyle /આ લક્ષણો જણાવે છે ખતરનાક વધી ગયુ છે બ્લડ સુગર, જાણો નોર્મલ Sugar Level કેટલું હોવુ જોઇએ

આ લક્ષણો જણાવે છે ખતરનાક વધી ગયુ છે બ્લડ સુગર, જાણો નોર્મલ Sugar Level કેટલું હોવુ જોઇએ

નિયમિત સુગર લેવલ ચેક કરતા રહો.

Diabetes care: આજનાં આ સમયમાં દિવસને દિવસે ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અનેક લોકોના ઘરમાં બેથી ત્રણ જણાંને ડાયાબિટીસ હોય છે. આમ, જો તમને પણ શરીરમાં આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરને બતાવો.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાઇપરગ્લાઇકેમિઆ ટાઇપ 1 ડાયાબિટીસ અને ટાઇપ 2 ડાયાબિટીસના લોકોને પ્રભાવિત કરી શકે છે. આ ક્યારેક-ક્યારેક એ લોકોને પ્રભાવિત કરી શકે છે જે ગંભીર રૂપથી આ બીમારીની સાથે જીવી રહ્યા હોય. ડાયાબિટીસની સારવારનો ઉદ્દેશ્ય બ્લડ સુગર લેવલને સામાન્ય રાખવાનો છે, પરંતુ તમને ડાયાબિટીસ છે તો તમે ગમે તેટલા સાવચેત રહો તો પણ હાઇપરગ્લાઇકેમિઆનો અનુભવ થવાની સંભાવના વધી જાય છે. હાઇપરગ્લાઇકેમિઆને ઓળખવો અને એની સારવાર કરવી ખૂબ જરૂરી છે, કારણકે તમે સારવાર કર્યા વગર જ છોડી દો છો તો આ ગંભીર સમસ્યાઓ પેદા કરી શકે છે. વધારે બ્લડ સુગર લેવલ જીવન માટે ખતરનાક કોમ્પિલકેશન વધી શકે છે.

હાઇપરગ્લાઇકેમિઆનાં લક્ષણો


ડાયાબિટીસના દર્દીઓમાં હાઇપરગ્લાઇકેમિઆના લક્ષણો થોડા દિવસો પહેલાંથી જ ધીરે-ધીરે વિકસીત થાય છે. ઘણાં કિસ્સાઓમાં બ્લડ સુગર લેવલ ખૂબ વધારે થવાથી પણ કોઇ લક્ષણ જોવા મળતુ નથી.

આ પણ વાંચો:આ ફ્રૂટ ખાઓ અને યુરિક એસિડમાંથી છૂટકારો મેળવો

  • વધારે તરસ લાગવી અને મોં સુકાવુ

  • વારંવાર પેશાબ જવુ પડે

  • થાક લાગવો

  • અચાનક વજન ઘટાડવું

  • માઉથ થ્રશ

  • યુરીન ઇન્ફેક્શન


કેટલું હોવુ જોઇએ બ્લડ સુગલ લેવલ?


ndtv.in માં છાપેલી એક ખબરમાં સીડીસી અનુસાર સવારમાં માપવામાં આવેલું બ્લડ સુગર 99 મિલીગ્રામ/ડીએલ કે એનાથી ઓછુ સામાન્ય છે, 100થી 125 મિલીગ્રામ/ડીએલ તમને પ્રીડાયાબિટીસ છે એવો સંકેત આપે છે. આ સાથે જ 126 મિલીગ્રામ/ડીએલ એટલે એનાથી વધારે તમને ડાયાબિટીસ છે એવો સંકેત આપે છે.

આ પણ વાંચો:અનિદ્રાની સમસ્યા દૂર કરવા આ પોઇન્ટ દબાવો

હાઇ બ્લડ સુગરના કારણ





    • તણાવ

    • વધારે ખાવું

    • ડિહાઇડ્રેશન

    • કેટલીક દવાઓ લેવી, જેમ કે સ્ટીરોઇડ દવા






આમ, જો તમને જણાવી દઇએ કે તમારા શરીરમાં તમને આ તકલીફો જણાય છે તો તમે તરત જ ડોક્ટરની સલાહ લો. આમ, જો તમે વધતી સુગરના લક્ષણોને તમે ઇગ્નોર કરો છો તો સમસ્યા વધતી જાય છે અને તમે ધ્યાન આપતા નથી તો મોટી તકલીફમાં મુકાઇ શકો છો. આમ, જો તમને ડાયાબિટીસ છે તો તમે સમયસર સુગર ચેક કરતા રહો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Blood Sugar, Diabetes care, Life Style News