Home /News /lifestyle /

Diabetes: હાથમાં આ લક્ષણો દેખાય તો સમજી લો વધી ગયુ છે સુગર લેવલ, તરત થઇ જાવો એલર્ટ નહીં તો..

Diabetes: હાથમાં આ લક્ષણો દેખાય તો સમજી લો વધી ગયુ છે સુગર લેવલ, તરત થઇ જાવો એલર્ટ નહીં તો..

આ લક્ષણો હાથમાં દેખાય તો થઇ જાવો એલર્ટ

Diabetes Symptoms: આજના આ સમયમાં ખૂબ ઝડપથી ડાયાબિટીસના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીઓએ અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે મહત્વની વાતો ઇગ્નોર કરો છો તો મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં દિવસને દિવસે ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. ડાયાબિટીસના કેસમાં સતત થતો વધારો આપણાં માટે ચિંતાજનક છે. જો કે ડાયાબિટીસ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આજના આ સમયમાં નાના બાળકો પણ ડાયાબિટીસની ઝપેટમાં જલદી આવી રહ્યા છે. પરિવારમાં કોઇ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો તમને થવાના ચાન્સિસ વધી જાય છે. સ્વાસ્થ્ય એક્સપર્ટ અનુસાર રાત્રે વાંરવાર બાથરૂમ જવું, વધારે પાણીની તરસ લાગવી, વજન ઓછુ થવું, હાથ-પગ સુન્ન થઇ જવા કે પછી બહુ થાક અનુભવવો એ ડાયાબિટીસના લક્ષણો હોઇ શકે છે. આ સાથે જ શોધકર્તાઓએ હાથ અને આંગળીઓ પર દેખાતા ડાયાબિટીસના કેટલાક લક્ષણો વિશે જણાવ્યું છે, જેને ડાયબિટીક ન્યુરોપેથી કહેવામાં આવે છે. આ લક્ષણો પર એક્સપર્ટ વધુ ધ્યાન આપવાનું કહે છે.

    સરળ ભાષામાં ન્યુરોપેથીનો મિનિંગ એ થાય છે કે હાથમાં કળતરી થવી. આ સમસ્યા લગભગ 50 ટકા ડાયાબિટીસના રોગીઓને થતી હોય છે. ડાયાબિટીક ન્યૂરોપેથીના ગંભીર લક્ષણોને મોનો ન્યુરોપેથી કહેવામાં આવે છે. મોનો ન્યુરોપેથી હાથમાં કળતર થવી અને હાથ સુન્ન થવા એ મુખ્ય કારણ બની શકે છે. આ લક્ષણોને હાથની આંગળીઓને પણ પ્રભાવિત કરે છે.

    આ પણ વાંચો: દરરોજ બ્રશ કર્યા પછી તરત ખાઓ 'આટલા' પિસ્તા

    મોનો ન્યુરોપેથીના અન્ય લક્ષણો


    આ વિશે એક્સપર્ટનું કહેવું છે કે, હાથ સુન્ન થાય એ સિવાય આ સ્થિતિમાં ઘણાં બીજા લક્ષણો પણ જોવા મળે છે, જેના વિશે લોકોએ ખૂબ ધ્યાન રાખવું જોઇએ. તો જાણો આ અન્ય લક્ષણો વિશે..

    હાથમાં નબળાઇ

    એક બાજુ ચહેરા પર લકવો પડી જવો

    આંખની પાછળ દુખાવો થવો

    ફોકસ કરવાની સમસ્યા

    ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલ કરશો

    સવારમાં વહેલા ઉઠો

    રેગ્યુલર એક્સેસાઇઝ કરો

    નિયમિત રીતે સુગરની તપાસ કરો

    એક્ટિવ રહો

    ડાયટ પર કંટ્રોલ કરો

    જ્યૂસ, આંમળા, જાંબુ અને તુલસીનું સેવન કરો

    આ પણ વાંચો: હાઇ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત આપશે આ ઘરેલું ઉપાયો

    ખાસ ધ્યાન આ રાખો


    જો તમને અથવા તમારા ઘરમાં કોઇને ડાયાબિટીસ છે તો તમે ખાસ કરીને રાત્રીનું ભોજન વહેલા કરી લો. ઘણાં ડાયાબિટીસના દર્દીઓ એવી હોય છે જે બહુ મોડા રાત્રે જમતા હોય છે. જો તમારી આદત પણ આવી છે તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. ઊંઘવાના બે કલાક પહેલા રાત્રીનું ભોજન જમી લો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Blood Sugar, Diabetes care, Diabetics, Health care, Health Tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन