Home /News /lifestyle /Blood Sugar Remedy:સવારે ઉઠતાની સાથે જ આ લીલા પાંદડા ચાવવાથી ઘટશે બ્લડ સુગર, મીઠું ખાવાની ઈચ્છા પણ નહીં થાય
Blood Sugar Remedy:સવારે ઉઠતાની સાથે જ આ લીલા પાંદડા ચાવવાથી ઘટશે બ્લડ સુગર, મીઠું ખાવાની ઈચ્છા પણ નહીં થાય
બ્લડ શુગર ઘટાડવા માટે રામબાણ છે આ લીલા પાન
Blood Sugar Remedy: જો તમે ડાયાબિટીસના દર્દી છો અથવા તમારી બ્લડ સુગર કંટ્રોલમાં નથી, તો કેટલાક લીલા પાંદડા તમારા માટે દવાની જેમ કામ કરશે. આ પાંદડા ચાવવાથી શુગર ઝડપથી ઘટવા લાગશે.
ડાયાબિટીસ (Diabetes) એટલે માનવ શરીરમાં ખાંડમાં ઇન્સ્યુલિનની ઉણપને કારણે બ્લડ સુગરનું સ્તર ઊંચું આવવું. આ પ્રકારની સ્થિતિમાં તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જે તમારા ઇન્સ્યુલિન(Insulin)ને રેગ્યુલેટ કરી શકે એટલેકે લોહી અને તેમાં રહેલ ઘટકનું સ્તર જળવાઈ રહે.
નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતા ખાદ્યપદાર્થો (Low Glysemic Index Food) અને રફેજ (Roughage) ખાવાથી પણ ઇન્સ્યુલિન એક્ટિવ થાય છે. આ સિવાય પણ કેટલીક કુદરતી વસ્તુઓ છે, જે લોહીમાં ઇન્સ્યુલિન વધારવાનું કામ કરે છે. જો તમે તમારા શુગર લેવલને કુદરતી રીતે કાબૂમાં રાખવા માંગતા હોવ તો દવાઓની સાથે કેટલાક ખાસ પાનનું પણ સેવન કરવું જોઈએ. આ પાંદડા ઇન્સ્યુલિનને રેગ્યુલેટ કરે છે.
ડાયાબિટીસથી લઈને ડેન્ગ્યુ અને મેલેરિયા સુધીના રોગોની સારવારમાં ગુડમારના પાન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ખાધા પછી ગોળ કે ખાંડની મીઠાશનો અનુભવ થતો નથી. વાસ્તવમાં આ પાન ગોળ જેવા જ મીઠા હોય છે, પરંતુ તે શુગરને જ કાપે છે. આ પાન ખાવાથી મીઠું ખાવાની લાલસા પણ સમાપ્ત થઈ જાય છે. જો તમે તેને દરરોજ કાચું ચાવવાનું શરૂ કરો છો, તો તે ટેસ્ટ બડ પરના શુગર રીસેપ્ટર્સને બ્લોક કરે છે. ત્યારબાદ લોકો મીઠાઈ ખાવાનું પસંદ કરતા નથી. આ સાથે તે ઇન્સ્યુલિન પ્રવાહ અને સેલ રિજનરેશન પર પણ કામ કરે છે.
કેવી રીતે ખાવું જોઇએ ગુડમાર ? (How To Eat Gurmar)
જો ગુડમારનું સેવન સારી રીતે કરવામાં આવે તો તમને અનેક પ્રકારના ફાયદા થઇ શકે છે. જો તમે ગુડમારના પાનને રોજ ખાલી પેટ ચાવવાથી ફાયદો થાય છે. બજારમાં મળતા ગુડમાર લિક્વિડ અને પાવડર પાણી સાથે લઇ શકાય છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં સદાબહાર (Sadabhar)ના ફૂલો અને પાંદડાઓનો પણ મોટો ફાળો રહે છે. જો તમે દરરોજ સવારે તેને ખાવાની ટેવ પાડી દો છો, તો તે તમારા ઇન્સ્યુલિનનું સ્તર જાળવી રાખવામાં પણ મદદ કરશે. આયુર્વેદમાં સદાબહાર ફૂલો અને પાંદડાને બ્લડ શુગરના લેવલને કાબૂમાં કરવા માટેની દવા તરીકે પણ ગણવામાં આવે છે.
સદાબહાર કેવી રીતે ખાવું?
તમે સદાબહારના પાંદડા અથવા ફૂલોને ચાવીને ખાઈ શકો છો અથવા તેને સૂકવી શકો છો અને પાવડર બનાવી શકો છો અને પછી તેને હુંફાળા પાણી સાથે પણ લઈ શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર