Home /News /lifestyle /વાસી મોંઢે આ પાનનું પાણી પીઓ: બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે અને ડાયાબિટીસનો રિપોર્ટ મસ્ત નોર્મલ આવશે

વાસી મોંઢે આ પાનનું પાણી પીઓ: બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે અને ડાયાબિટીસનો રિપોર્ટ મસ્ત નોર્મલ આવશે

આ પાન ફાયદાકારક છે.

Ayurvedic Herbs for Diabetes: આજનાં આ સમયમાં ડાયાબિટીસના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જો તમે પ્રોપર રીતે ખાન-પાનમાં ધ્યાન રાખતા નથી તો અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થઇ શકે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. અનેક લોકો આ બીમારીને સામાન્ય ગણતા હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાની કેર અનેક રીતે રાખવી પડે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને ખાવાની બાબતમાં ધ્યાન રાખ ખૂબ જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓમાં ગંભીર લક્ષણો હોતા નથી પરંતુ એની કેર કરવી ખૂબ જરૂરી છે. આ સમસ્યા આપણી લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલી છે. ડાયાબિટીસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ એક વૈશ્વિક સમસ્યા છે.

    છેલ્લા ઘણાં સમયથી ડાયાબિટીસના કેસમાં વધારો થઇ રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ભારતમાં 18 વર્ષથી વધારે ઉંમરના લગભગ 77 મિલિયન લોકો ટાઇપ 2 ડાયાબિટીસથી પિડીત છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર કેટલાક પાનની મદદથી તમે સુગરને કંટ્રોલ કરી શકો છો.

    આ પણ વાંચો: આ ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી શરીરની નસો સારી થાય છે

     મીઠા લીમડાના પાન


    મીઠા લીમડાના પાન સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. એનસીબીઆઇ રિપોર્ટ અનુસાર ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મીઠા લીમડાના પાન મદદગાર છે. મીઠા લીમડાના પાનમાં ફાઇબરની માત્રા ભરપૂર હોય છે જે પાચન ક્રિયાને ધીમી કરે છે. આ સાથે ભોજન જલદી મેટાબોલિઝમ થતુ નથી અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. આ માટે તમે મીઠા લીમડાના પાન સવારમાં વાસી મોં એ પાણીમાં પણ લઇ શકો છો.

    તુલસીના પાન


    તુલસી એક એવો છોડ છે જેનું ધાર્મિક અને આર્યુવેદિકમાં અનેક રીતે મહત્વ રહેલું છે. તુલસીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે, જે શરીરને અનેક પ્રકારની ગંભીર બીમારીઓથી બચાવે છે. તુલસી આપણને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે. તમને ડાયાબિટીસની તકલીફ છે તો તમે તુલસીના પાન ઉકાળીને આ પાણી સવારમાં પી લો.

    આ પણ વાંચો:પગમાં માલિશ કરવાથી દૂર થાય છે આ ગંભીર બીમારીઓ

    ઇન્સ્યુલિનના છોડના પાન


    ડાયાબિટીસના દર્દીઓ માટે ઇન્સ્યુલિન કોઇ રામબાણથી ઓછુ નથી. ડાયાબિટીસના દર્દીઓ માટે આ પાન સૌથી બેસ્ટ સાબિત થાય છે. તમારા શરીરમાં તમને ડાયાબિટીસના હલકા લક્ષણો દેખાય છે તો તમે ઇન્સ્યુલિનના પાનનું સેવન કરી શકો છો. આ પાન બ્લડ સુગરના સ્તરને ઓછુ કરે છે.


    કેરીના પાન


    કેરીના પાનમાં મેંગિફેરિન એન્ઝાઇમ હોય છે જે અલ્ફા ગ્લોકોસિડ્સને રોકવાની ક્ષમતા રાખે છે. કેરીના પાનમાં ભરપૂર માત્રામાં વિટામીન સી અને ફાઇબર હોય છે. સવારમાં ઉઠીને તમે કેરીના પાનનું પાણી પીવો છો તો સૌથી બેસ્ટ છે.





     



     



     
    Published by:Niyati Modi
    First published:

    Tags: Diabetes care, Health care tips, Life Style News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन