Home /News /lifestyle /જાણી લો ડાયાબિટીસમાં કયા 5 ફળો સૌથી બેસ્ટ સાબિત થાય છે અને કયા ખરાબ
જાણી લો ડાયાબિટીસમાં કયા 5 ફળો સૌથી બેસ્ટ સાબિત થાય છે અને કયા ખરાબ
લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવાથી અનેક ફાયદાઓ થાય છે.
Diabetes care: આજનાં આ સમયમાં દિવસને દિવસે ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આમ, તમને ડાયાબિટીસ છે અને તમે તમારી લાઇફ સ્ટાઇલમાં ચેન્જીસ કરતા નથી તો સમય જતા અનેક મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. આ માટે આહારનું પણ ખાસ ધ્યાન રાખવુ જોઇએ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં અનેક લોકો ડાયાબિટીસની ઝપેટમાં આવી ગયા હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો દિવસને દિવસે ડાયાબિટીસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને આજની આ ફાસ્ટ લાઇફમાં ડાયાબિટીસના દર્દીઓએ પોતાની લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવાની જરૂર છે. તમે તમારી લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવો છો તો આપોઆપ સુગરને કંટ્રોલ કરી શકો છો અને સાથે તમારી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આમ, જો વાત કરવામાં ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલાક ફળો એવા હોય છે જે એમની હેલ્થને ફાયદો પહોંચાડે છે તો કેટલાક ફળો સુગર લેવલ વધારે છે જેના કારણે હેલ્થને નુકસાન પહોંચે છે.
ઘણાં ફળોમાં ફ્રૂકટોઝ નામની એક પ્રકારની ખાંડ હોય છે જે ફળોમાં કુદરતી રીતે હાજર હોય છે. વાસ્તવમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ડાયાબિટીસના દર્દીઓ નિયમિત પણે ફળોનું સેવન કરે છે તો આ જોખમને ઘટાડી શકાય છે. આ સાથે જ અમુક ફળો એવા હોય છે જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વઘારે હોય છે જે બ્લડ સુગરમાં વધારો કરવાનું કામ કરે છે. આમ, આ ટાઇપના ફળોનું સેવન ના કરવું જોઇએ.
આમ, જો તમારું બ્લડ સુગર વારંવાર વધી જાય છે તો તમારે ચિંતા કરવાની જરૂર છે. આ સાથે જ તમારે ડોક્ટરની સલાહ પ્રમાણે ચાલવું ખૂબ જરૂરી છે જેથી કરીને સમય જતા તમે કોઇ મોટી મુશ્કેલીમાં મુકાવો નહીં.
આમ, જો તમને ડાયાબિટીસ છે તો ખાસ કરીને આ જાણી લો. હિન્દુસ્તાનમાં છાપેલી માહિતી અનુસાર જો તમને ડાયાબિટીસ છે તો તમે 150-200 ગ્રામ ફળ ખાવા જોઇએ, પરંતુ જો તમારું શુગર લેવલ વધારે હોય તો આ માત્રા ઘટીને 100 થી 150 ગ્રામ થઇ જાય છે. આ સાથે જ ઉચ્ચ ગ્લાયકેમિક ફળોની માત્રા લગભગ 100 ગ્રામ હોઇ શકે છે.
આ સાથે જ ડો. દુઆ જણાવે છે કે ડાયાબિટીસના દર્દીઓ ભોજનની સાથે જેમ કે લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ સાથે ફળોને એડ કરવા જોઇએ નહીં કારણકે આપણો ખોરાક કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે. આમ તમને જણાવી દઇએ કે ફળોમાં પણ કાર્બોહાઇડ્રેટ્સનો સ્ત્રોત સારો હોય છે.
ડાયાબિટીસના લોકો માટે શ્રેષ્ઠ ફળો
ડો. મોહનના જણાવ્યા અનુસાર ડાયાબિટીસના લોકો માટે સફરજન, જામફળ, નારંગી, પપૈયુ અને તરબૂચ સૌથી બેસ્ટ છે. તમને જણાવી દઇએ કે આ ફળોમાં ચરબી, કેલરી અને સોડિયમનું પ્રમાણ ઓછુ હોય છે. આ ફળોમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના લોકો માટે ખરાબ ફળો
ડો. મોહનના જણાવ્યા અનુસાર ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફળો ખરાબ સાબિત થઇ શકે છે, જેમાં ચીકુ, દ્રાક્ષ, કેળા, કેરી, જેક ફ્રૂટ્સનો સમાવેશ થાય છે. તમને જણાવી દઇએ કે સામાન્ય રીતે આ ફળો ખાવાથી લોહીમાં શર્કરાનું સ્તર વધવાના ચાન્સિસ હોય છે. આમ, ડાયાબિટીસના દર્દીઓએ ખાંડના સેવનથી દૂર રહેવું જોઇએ.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર