Home /News /lifestyle /સાવધાન! ડાયાબિટીસના દર્દીઓ આ ફળોથી રહે દૂર, ઝડપથી વધી જશે બ્લડ સુગર
સાવધાન! ડાયાબિટીસના દર્દીઓ આ ફળોથી રહે દૂર, ઝડપથી વધી જશે બ્લડ સુગર
આ ફળોથી સાવધાન!
ડાયાબિટીસના દર્દીઓ વચ્ચે ફળોના સેવનને લઈને ઘણો મતભેદ જોવા મળે છે. અમુક લોકો માને છે કે, સુગરની સમસ્યામાં ફળોનું સેવન બિલકુલ ના કરવું જોઈએ, તો અમુક લોકો એવું માને છે કે યોગ્ય માત્રામાં તેનું સેવન કરવું જોઈએ. ચાલો જાણીએ ડાયાબિટીસમાં કયાં પ્રકારના ફળો બની શકે છે જોખમી.
Worst Fruits For Diabetics: ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવાની જરુર પડે છે. સંતુલિત આહારની મદદથી શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડાયાબિટીસ એન્ડ ડાયજેસ્ટિવ એન્ડ કિડની ડિસીઝ પણ ભલામણ કરે છે કે ડાયાબિટીસના દર્દીઓએ સંતુલિત આહારના ભાગરૂપે ફળો પણ ખાવા જોઈએ. ફળો અને શાકભાજી ખાવાથી હાર્ટ પ્રોબ્લેમ દૂર રહે છે અને તેનાથી કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે. ફળોમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર આપણા એકંદર સ્વાસ્થ્ય માટે આવશ્યક સ્ત્રોત છે. પરંતુ કેટલાક ફળો એવા પણ છે જેમાં સુગર લેવલ વધારે માત્રામાં હોય છે અને તે બ્લડ સુગરને ખૂબ જ ઝડપથી પ્રભાવિત કરી શકે છે. સુગર સ્પાઇક્સથી બચવા માટે ડાયાબિટીસના દર્દી તેને ખતરનાક સમજે છે. તો ચાલો જાણીએ કે, ડાયાબિટીસના દર્દીને કયા પ્રકારનાં ફળોનું સેવન ના કરવું જોઈએ.
કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ફળ
મેડિકલ ન્યૂઝ ટુડે મુજબ, કાર્બોહાઇડ્રેટ્સ તમારા બ્લડ સુગરને સૌથી વધુ અસર કરે છે. તેથી તમે દિવસભર એ ધ્યાન રાખો કે તમે કેટલો અને કેવી રીતે કાર્બ લઈ રહ્યા છો. જો તમે સારી રીતે તેને મેનેજ કરી લો છો તો શરીરમાં કાર્બ ઇન્ટેકને ઓછું કરી શકાય છે. એટલેકે, તમે બ્રેડ અથવા અન્ય વસ્તુની તુલનામાં ફ્રેશ ફળને પોતાની ડાયટમાં સામેલ કરો તો તમને અન્ય ફાયદા પણ થશે, જેમકે, ચોકલેટ મફિનમાં 55 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે, એક સફરજનમાં 15 થી 20 ગ્રામ, કેળામાં 30 ગ્રામ અને ડ્રાયફ્રુટ્સના સર્વિંગમાં 20 ગ્રામ હોય છે. આ રીતે, તમે ફળોની માત્રા જોઈને કાર્બને નિયંત્રિત કરી શકો છો.
જે ફળોનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 70 થી 100ની વચ્ચે હોય તેવા ફળોને હાઈ સુગરની કેટેગરીમાં રાખવામાં આવે છે. આવા ફળોના વધુ પડતા સેવનથી બ્લડ સુગર ઝડપથી વધી શકે છે. તેથી જ તેનું સેવન ખૂબ સાવધાની સાથે કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી આવા ફળોથી દૂર રહેવું વધુ સારું રહેશે. તેથી જ ડાયાબિટીસના દર્દીએ કેરી વગેરે જેવા હાઈ સુગરવાળા ફળો ફળોનું સેવન કરવાથી બચવું જોઈએ.
જો તમે ભોજનમાં ફળોની જગ્યાએ ફળોનો જ્યૂસ પીવો છો તો તેનાથી ડાયાબિટીસની સમસ્યા ઝડપથી વધી શકે છે. હકીકતમાં, ફળોનો રસ ફળો કરતાં વધુ ઝડપથી બ્લડ સુગર લેવલ વધારે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો જ્યુસની તુલનામાં ફળનું સેવન કરે છે તેમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી હોય છે. આ રીતે, એવું કહી શકાય કે ફળોનો રસ ડાયાબિટીસના દર્દી માટે જોખમી હોઈ શકે છે.
ડ્રાઈ ફ્રૂટ્સ
અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન (એડીએ)એ વાતની પુષ્ટિ કરે છે કે ડાયાબિટીસના દર્દી માટે ડ્રાય ફ્રૂટ્સ સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તેની માત્રા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. જો તમે તેનું યોગ્ય માત્રામાં સેવન નથી કરતા તો આ તમારા માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર