Diabetesના દર્દીઓ સાઈકલ ચલાવે, તો તેમનું મૃત્યું થવાનું જોખમ 35 ટકા સુધી ઓછું: રિસર્ચ

પ્રતિકાત્મક તસવીર

Benefits of Cycling for Diabetic Patients: સાઈકલ ચલાવવાના ફાયદા જાણીને તમે દંગ રહી જશો. તમે જાણતા હશો કે, કેટલાક લોકો વજન ઓછું કરવા માટે સાયકલ ચલાવે છે. સાયકલ ચલાવવાથી વજન નિયંત્રિત રહે છે અને સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પણ પ્રદાન કરે છે.

  • Share this:
Benefits of Cycling for Diabetic Patients: કેટલાક લોકો સાઈકલ ચલાવવાને પોતાની શાન વિરુદ્ધ સમજે છે, પરંતુ  સાઈકલ ચલાવવી (Cycling) તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. સાઈકલ ચલાવવાના ફાયદા (Benefits of Cycling) જાણીને તમે દંગ રહી જશો. તમે જાણતા હશો કે, કેટલાક લોકો વજન ઓછું કરવા માટે સાઈકલ ચલાવે છે. સાઈકલ ચલાવવાથી વજન નિયંત્રિત રહે છે અને સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ (Health Benefits) પણ પ્રદાન કરે છે.

જામા ઈન્ટરનેશનલ મેડિસિન (JAMA International Medicine)માં પ્રકાશિત થયેલ એક રિપોર્ટ અનુસાર સાઈકલ ચલાવવાથી ડાયાબિટીસ (Diabetes)ને નિયંત્રિત કરી શકાય છે. સાયકલ ચલાવવી તે હ્રદય સંબંધિત સમસ્યા માટે પણ લાભદાયી છે.

સંશોધનકર્તા માથિયાસ રીડ લાર્સન (Mathias Ried-Larsen)ની ટીમે સંશોધન માટે 55થી 56 વર્ષના 7,459 ડાયાબિટીસના દર્દીઓના હેલ્થ ડેટા (Health Data)ની સ્ટડી કરી. જેમાં વર્ષ 1992થી લઈને વર્ષ 2000 દરમિયાન 10 પશ્ચિમી યૂરોપીય દેશો (Western European countries)માં રેકોર્ડ કરેલ હેલ્થ હિસ્ટ્રી, સોશિયોડેમોગ્રાફિક (Health History and Sociodemographic) અને જીવન શૈલી (Lifestyle)ની જાણકારી લેવા માટે કેટલાક મહત્વના સવાલ પૂછવામાં આવ્યા હતા.

આ સંશોધન સાથે જોડાયેલ જાણકારી અનુસાર ડાયાબિટીસથી પીડિત 7,459 લોકોના સ્વાસ્થ્ય તપાસના ડેટા મેળવ્યા હતા. 5 વર્ષ બાદ તે જ લોકોનો સર્વે કરવામાં આવતા તેમાંથી માત્ર 5,423 લોકો આ સ્ટડીના અંતિમ સ્ટેપનો ભાગ બની શક્યા હતા.

આ પ્રાથમિક વિશ્લેષણનું ફાઈનલ અપડેટેડ 13 નવેમ્બ્બર 2020ના રોજ આયોજિત કરવામાં આવ્યું હતું. જાણકારી અનાસર રિસર્ચ પૂર્ણ થયું ત્યાં સુધીમાં 1,600 લોકોના મૃત્યુ થઈ ગયા હતા.

ઈપીઆઈસી (EPIC)ના રિસર્ચની કેટલીક મહત્વની વાતો અહીં જણાવવામાં આવી છે. સંશોધનકર્તાઓ અનુસાર જે લોકો 5 વર્ષથી અધિક સમયથી સાઈકલિંગ કરતા હતા, તેમનું મૃત્યુ થવાનું જોખમ 35 ટકા સુધી ઓછું થઈ ગયું હતું. આ કોહોર્ટની સ્ટડી (Cohort study)માં જાણવા મળ્યું કે, સાયકલ ન ચલાવનારની સરખામણીએ જે લોકો સતત સાયકલ ચલાવતા હતા, તેમનું મૃત્યુ થવાનું જોખમ ઓછું હતું.

આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીમાં સૌથી વધારે ખતરો ડાયાબિટીસના દર્દીઓને હતો. અનેક દર્દીઓ કોરોના વાયરસના કારણે મોતને પણ ભેટ્યાં હતા. જોકે, સાઇકલિંગ કરીને ડાયાબિટીસના દર્દીઓ પોતાના વધારે મજબૂત અને સ્વસ્થ્ય બનાવી શકે છે. સાઈકલિંગનું નુકસાન નહીવત અને ફાયદા અઢળક જોવા મળી રહ્યા છે.
Published by:ankit patel
First published: