Home /News /lifestyle /Diabetes Diet: ડાયાબિટીસનાં દર્દીઓએ પાકા કેળા ખાવા કે કાચા? ક્યારે અને કેવી રીતે, જાણો તજજ્ઞોનો મત

Diabetes Diet: ડાયાબિટીસનાં દર્દીઓએ પાકા કેળા ખાવા કે કાચા? ક્યારે અને કેવી રીતે, જાણો તજજ્ઞોનો મત

કાચા કે પાકા કેળાં ડાયાબિટીસનાં દર્દીઓએ શું ખાવું જોઇએ

Health: ફળમાં રહેલું નેચરલ શુગર સામાન્ય ખાંડથી એકદમ અલગ હોય છે. કેળાની વાત કરીએ તો તેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ (Banana in diabetes) કરી શકે છે. અલબત્ત, અમુક વાતનું ધ્યાન રાખવાથી વધુ ફાયદો થઈ શકે છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાયાબિટીસના દર્દીઓ (diabetes patient)ને ખાવા પીવાની બાબતે ખૂબ જ સાવધાની રાખવી પડે છે. આ સાવધાની ન રાખવામાં આવે તો શુગર લેવલ (Sugar level) હાઈ થઈ જાય છે. મોટાભાગના દર્દીઓને ડાયાબિટીસમાં કયા ફળ (Fruits eating in diabetes) ખવાય અને કયા ન ખવાય તે વાતની ખબર જ નથી. તેઓ ફળોના સેવનથી શુગર હાઈ થઈ જશે તેવા ડરમાં રહે છે. જેથી તેઓ કેટલાક ફળોનું સેવન કરવાનું જ છોડી દે છે. અલબત્ત ડરવાની જરૂર નથી. ડાયાબીટીમાં અમુક ફળનું સેવન આરોગ્યપ્રદ માનવામાં આવે છે.

  ફળમાં રહેલું નેચરલ શુગર સામાન્ય ખાંડથી એકદમ અલગ હોય છે. કેળાની વાત કરીએ તો તેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ (Banana in diabetes) કરી શકે છે. અલબત્ત, અમુક વાતનું ધ્યાન રાખવાથી વધુ ફાયદો થઈ શકે છે.

  ડાયાબિટીસના દર્દીઓને કેળા ખાવાથી શું ફાયદો થાય છે?

  શુગર લેવલ વધી જવાની બીકે કેટલાક લોકો કેળા નથી ખાતા, તો કેટલાક એવું પણ માને છે કે ડાયાબિટીસમાં પાકા કેળા નહીં, પરંતુ કાચા કેળાં ખાવાં હેલ્ધી છે. આ બાબતે ફરિદાબાદની એશિયન હોસ્પિટલના ડાયટિશિયન વિભા બાજપાઈનું કહેવું છે કે, ડાયાબિટીસના દર્દી પાકા કેળા નાસ્તા તરીકે લઈ શકે અને કાચા કેળા શાક બનાવીને ખાઈ શકે. બંનેની કંસિસ્ટેન્સિ અને ઉપયોગ અલગ છે. શુગર લેવલ કેટલું છે તેના આધારે ડાયાબિટીસના દર્દી પાકા કેળા ખાઈ શકે છે.

  આ પણ વાંચો- Health: આ ઉનાળું ફળો ઘટાડશે શરીરમાં કોલેસ્ટ્રોલ, સામેલ કરો તમારા ડાયટમાં

  કેળામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. તમે કયા સમયે કેળા ખાઈ રહ્યા છો? તમે કેળાનું સેવન નાસ્તાની રીતે, ભોજન સાથે કે ભોજન તરીકે લો છો? તે વાત પર ધ્યાન આપવું જોઈએ. ડાયેટિશિયન વિભા બાજપાઈનું કહેવું છે કે, જો તમે સવારે 8:30 વાગ્યે નાસ્તો કરો છો, તો તમે સવારે 11 વાગ્યે કેળા ખાઈ શકો છો, પરંતુ નાસ્તામાં પૌંઆ, ઉપમા સાથે કેળા ખાવા યોગ્ય નથી. નાસ્તા તરીકે 100 ગ્રામ સુધી કેળા ખાઈ શકાય છે.

  કેળામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે શુગર લેવલ પણ વધી શકે છે. તમે ભોજનની વચ્ચે નાસ્તા તરીકે કેળા ખાઈ શકો છો, પરંતુ નાસ્તા, લંચ અને ડિનર સાથે કેળા બિલકુલ ન ખાવા જોઈએ. બે ભોજન વચ્ચેના ગેપમાં તમે માત્ર 100 ગ્રામ કેળાનું જ સેવન કરી શકો છો. જો શુગર નિયંત્રણમાં હોય તો તમે મધ્યમ કદના કેળાને નાસ્તા તરીકે ખાઈ શકો છો. તમારા દૈનિક આહારમાં (નાસ્તો, લંચ, ડિનર) કાર્બોહાઇડ્રેટ્સ, ઊર્જા, પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય છે. જેથી તમે કેળા પણ સાથે ખાવ તો આ બધી વસ્તુઓ એક્સ્ટ્રા થઈ જશે, જેનાથી શુગર વધવાની સંભાવના છે

  આ પણ વાંચો-Cucumber for Skin Care: ઉનાળામાં સ્કિનકેર માટે શ્રેષ્ઠ છે કાકડી, આ રીતે કરો ઉપયોગ

  શુગરનું હાઈ લેવલ હોય તો કેળાથી દૂર રહો-  શુગર લેવલ ખૂબ જ વધારે હોય તો જ્યાં સુધી તે કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી પાકા કેળા ખાવાનું ટાળવું જોઈએ. શુગર નોર્મલ થઈ જાય પછી જ ખાવ. જ્યારે કોઈપણ રોગ તીવ્ર અવસ્થામાં હોય ત્યારે તેને નિયંત્રિત કરવો જોઈએ અને ખાન પાનમાં ચરી પાડીને યોગ્ય સમયે દવાઓ પણ લેવી જોઈએ. ડાયાબિટીસ હોય ત્યારે ગોળ, ખાંડ જેવી મીઠાઈ ડાયરેકટ ન ખાવી. ફળમાં રહેલ શુગર લઈ શકાય છે. ખાંડ શુગરના લેવલમાં ડાયરેકટ વધારો કરે છે, જેથી શુગરના દર્દીઓ માટે ખાંડ નિષેધ છે. કેળામાં ફાયબર, સોલ્યુબલ ફાયબર, વિટામિન્સ, મિનરલ્સ હોય છે. જેથી કેળા ખાઈ શકાય છે. જ્યારે ખાંડમા તો માત્ર કેલેરી હોય છે. અન્ય કોઈ પોષકતત્વો હોતા નથી. જેથી ડાયાબિટીસના દર્દીઓ તેનાથી દૂર રહે તે જ હિતાવહ છે.

  દર્દીઓ કઈ રીતે કેળા ખાઈ શકે? - કેળામાં સોલ્યુબલ ફાઇબર, વિટામિન સી, ફોલિક એસિડ, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, ઊર્જા, ફ્રુક્ટોઝ શુગર વગેરે હોય છે. ડાયાબિટીસના રોગીઓ માટે આ બધું જ હેલ્ધી છે, પરંતુ કેળાને કોઈ પણ ખોરાક સાથે ન લો, તેને નાસ્તા તરીકે લો અને તેનું પ્રમાણ 100 ગ્રામથી વધુ ન હોવું જોઈએ. જો બાળકને ટાઇપ-1 ડાયાબિટીસ હોય અને ઇન્સ્યુલિન પર નિર્ભર હોય તો ખાંડ નાંખ્યા વગર કેળાનો શેક આપી શકાય છે. તમે ડબલ ડોન્ટ દૂધ અને અડધા કેળામાંથી શેક બનાવી શકો છો. તેને પ્રોટીનથી ભરપૂર બનાવવા માટે, તમે તેમાં થોડી બદામ, અખરોટ પણ ઉમેરી શકો છો. કોઈ વસ્તુમાં પ્રોટીન ઉમેરવાથી ગ્લાયકેમિક લોડ ઓછો થાય છે. આવી સ્થિતિમાં શુગરનું સ્તર અચાનક વધતું નથી. ડાયાબિટીસ ધરાવતા વૃદ્ધ લોકો પણ ડોકટરની સલાહ પર શેક લઈ શકે છે. શેક બનાવવા 150 મિલી દૂધ લો. તેમાં 5-6 બદામ, 1 અખરોટ અને અડધો કેળું નાંખી શેક બનાવી લો. તેમાં ખાંડ ન નાંખવી. આ શેક પીવાથી શુગર લેવલ વધશે નહીં.

  ડાયાબિટીસમાં કાચા કેળા ખાઓ -  કાચા કેળા ડાયાબિટીસના દર્દીઓ કોઈપણ સ્વરૂપમાં પણ ખાઈ શકે છે. તે હાનિકારક નથી. તેનું શાક બનાવીને ખાઈ શકાય છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Diabetes care, Lifestyle, આરોગ્ય, કેળા, ડાયાબીટીસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन