Home /News /lifestyle /Diabetes Remedies: માત્ર 10 રૂપિયા ડાયાબિટીસ થઈ શકે છે કંટ્રોલ! જાણો કઈ રીતે?

Diabetes Remedies: માત્ર 10 રૂપિયા ડાયાબિટીસ થઈ શકે છે કંટ્રોલ! જાણો કઈ રીતે?

માત્ર 10 રૂપિયા ડાયાબિટીસ થઈ શકે છે કંટ્રોલ! જાણો કઈ રીતે?

Diabetes homemade Remedies: ડાયાબિટીસ (diabetes) ના દર્દીઓ માટે બ્લડ શુગરને કંટ્રોલ કરવું મુશ્કેલ કામ છે. શુગર કંટ્રોલ કરવા માટે આવા દર્દીઓએ દવાથી ઘણું બચવું પડે છે. જો કે, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એક આ વસ્તુનું સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આ વિશે વિગતવાર જાણો.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • ahmedabad (Ahmedabad) [Ahmedabad], India
Diabetes homemade treatment: ડાયાબિટીસનો રોગ વર્તમાન સમયમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દુનિયાભરમાં કરોડો લોકો તેનો શિકાર બની રહ્યા છે. આ એક ખતરનાક રોગ છે, જે શરીરમાં ઇન્સ્યુલિન પ્રતિરોધના કારણે ઉદ્ભવે છે. ઘણા લોકો આનુવંશિક કારણોસર પણ ડાયાબિટીસથી પીડાય છે. તેને શુગરનો રોગ પણ કહેવાય છે. જ્યારે આનાથી પીડાય છે, ત્યારે લોકોના શરીરમાં બ્લડ શુગર વધી જાય છે, જે તમામ અંગોને અસર કરે છે. સુગરનો રોગ ધીમે ધીમે શરીરને ખોખલું કરે છે, તેથી તેને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે.

ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઓછી ખાંડનો આહાર, સારી જીવનશૈલી (Lifestyle) અને દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો સુગર કંટ્રોલ કરવા માટે ડોક્ટરની સલાહ પર ઇન્સ્યુલિનનો ડોઝ પણ લે છે.

આ પણ વાંચો: આખો દિવસ ચલાવશો AC તો પણ બિલ આવશે Zero, જાણો શું કરવું પડશે?

આ રોગને કાબૂમાં રાખવા માટે ખાવા-પીવાની બાબતમાં ઘણું બધું ટાળવું પડે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તમારા રસોડામાં રાખવામાં આવેલ શાકભાજી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકે છે.

જો આ શાકભાજીનો અર્ક કાઢીને પીવામાં આવે તો થોડા સમયમાં ચોંકાવનારા પરિણામો જોવા મળે છે. સંશોધકોએ આ શાકભાજીને ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો સૌથી સસ્તો ઉપાય ગણાવ્યો છે.

એક્સપ્રેસ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં એન્ડોક્રાઈન સોસાયટીની મીટિંગ દરમિયાન સંશોધકોએ ડાયાબિટીસને કંટ્રોલ કરવાની ખૂબ જ સરળ રીત જણાવી હતી. રિસર્ચ પેપર રજૂ કરતાં તેમણે જણાવ્યું કે ડુંગળી (Onion diabetes) નો અર્ક શુગરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Instagram Story ને આ રીતે મિનિટોમાં કરો Download, કોઈ App ની જરુર નહીં પડે

દરરોજ તેનું સેવન કરવાથી બ્લડ સુગર 50 ટકા સુધી ઘટાડી શકાય છે. સંશોધન મુજબ, ડુંગળી સરળતાથી મળી રહે છે અને તેની કિંમત પણ વધારે નથી. ડુંગળીનો ઉપયોગ કરીને ઘરે બેઠા ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે.
First published:

Tags: 10 Health tips, Diabetes care, Lifestyle