Home /News /lifestyle /સુગર વધી જાય ત્યારે હળદરમાં એક ચમચી આ વસ્તુ મિક્સ કરીને લઇ લો ફાકી, તરત કંટ્રોલ થઇ જશે

સુગર વધી જાય ત્યારે હળદરમાં એક ચમચી આ વસ્તુ મિક્સ કરીને લઇ લો ફાકી, તરત કંટ્રોલ થઇ જશે

આ ઘરેલું ઉપાયોથી સુગર કંટ્રોલમાં કરો

Diabetes home remedies: ડાયાબિટીસના લોકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિએ પોતાની હેલ્થનું ધ્યાન ચાર ગણું રાખવુ પડે છે. આ ઘરેલું ઉપાયો ડાયાબિટીસના લોકો માટે સૌથી બેસ્ટ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાયાબિટીસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. અનેક ઘરોમાં નાના બાળકો પણ ઇન્સ્યુલિન લઇ રહ્યા છે. જો કે ડાયાબિટીસ વધવા પાછળ એક કારણ વારસાગત પણ છે. આ સાથે જ આજની આ ફાસ્ટ લાઇફમાં લોકોની લાઇફ સ્ટાઇલ પણ દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે. ડાયાબિટીસ થવા પાછળનું મુખ્ય એક કારણ આ પણ છે. ડાયાબિટીસમાં જો વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન બરાબર રાખતી તો સમય જતા અનેક મોટી તકલીફમાં મુકાઇ શકે છે. તમને જ્યારથી પણ એમ જાણ થાય કે મને ડાયાબિટીસ છે ત્યારથી જ તમારે તમારી લાઇફ સ્ટાઇલ બદલી નાંખવી જોઇએ. તો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો જણાવીશું જેની મદદથી તમે સુગર કંટ્રોલમાં કરી શકો છો.

    • ડાયાબિટીસના દર્દીઓ માટે ત્રિફલા સૌથી બેસ્ટ છે. પેટની અનેક તકલીફો ત્રિફળાથી દૂર થાય છે. આ માટે તમે રોજ સવારમાં ખાલી પેટે એટલે કે બ્રશ કર્યા પછી તરત હુંફાળા પાણી સાથે ત્રિફાળાનું ચૂર્ણ લઇ લો. આમ કરવાથી સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન ઉતપન્ન થાય છે જેના કારણે ડાયાબિટીસનું સ્તર ઓછુ રહે છે.


    આ પણ વાંચો: શરીર પરના જૂનામાં જૂના નિશાન થઇ જશે છૂમંતર

    • હળદર પણ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે. હળદર એ એન્ટી બાયોટિક છે. આ માટે સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમારે હળદર એકલી લેવાની નથી. એક ચમચી આંમળાનો પાવડર લો અને એમાં અડધી ચમચી હળદર એડ કરો. આ બન્ને વસ્તુને મિક્સ કરીને હુંફાળા પાણી સાથે લઇ લો. આમ કરવાથી ડાયાબિટીસના લોકોને સુગર કંટ્રોલમાં રહે છે.


    આ પણ વાંચો: બાળકો માટે બહુ ફાયદાકારક છે Castor Oil

    • દરેક લોકો કારેલા વિશે તો જાણતા જ હોય છે. કારેલાનો જ્યૂસ અથવા કારેલાનું શાક તમારે અઠવાડિયામાં એક વાર ખાવું જોઇએ. જો તમે કારેલાનો જ્યૂસ પીવો છો તો તમારા માટે સૌથી બેસ્ટ છે. કારેલા તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. ડાયાબિટીસના દર્દીઓએ અઠવાડિયામાં બેથી ત્રણ વાર કારેલાનો જ્યૂસ પીવો જોઇએ.




    • મેથી પણ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે. મેથીમાં કડવાશ હોય છે. આ સાથે જ મેથીમાં રહેલું ટ્રાયનાઇલિન અને આલ્કલોઇડ્સ નામનું તત્વ હોય છે જે સુગરનું સ્તર ઘટાડે છે. આ સિવાય પાચન તંત્ર પણ સુધારે છે.  આ ઘરેલું ઉપાયો શરૂ કરતા પહેલા એક વાર ડોક્ટરની સલાહ લઇ લેવી જરૂરી છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Diabetes care, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन