Study : સવારે વહેલા નાશ્તો કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે!

સાવેર વહેલો નાસ્તો કરવાથી ટાયપ-2 ડાયાબિટીસ રહે છે કાબૂમાં સ્ટડીમાં બહાર આવી આ વાત

Life Style News : જે લોકો સવારે વહેલા નાશ્તો કરે છે, તેમના બ્લડમાં સુગરનું (Blood Sugar) સ્તર ઓછુ જોવા મળ્યું હતું અને ઈન્સ્યુલિન રેસિસ્ટન્સ  (Insulin Resistance) ઓછું હતું.

  • Share this:
    Life Style News : જો તમે નાશ્તો (Breakfast) કરવામાં બેદરકારી દાખવી રહ્યા છો, તો જર્નલ ઓફ ધ એન્ડોક્રાઈન (Journal of Endocrine Society)  સોસયટીમાં પ્રકાશિત થયેલ સ્ટડી પરથી તમારો દ્રષ્ટિકોણ બદલાઈ શકે છે. ENDO 2021માં એક સ્ટડી પ્રકાશિત કરવામાં આવી હતી. ધ એન્ડોક્રાઈન સોસાયટી તરફથી માર્ચમાં એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે, સવારે વહેલા નાશ્તો કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ( Early Breakfast in Early morning Lower Type-2 Diabetes Risk)  ઓછું થઈ જાય છે.

    શિકાગોમાં નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની સ્ટડીના પ્રમુખ સંશોધનકર્તા ડૉ. મરિયમ અલીએ એક પ્રેસ રિલીઝમાં કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, જે લોકો સવારે વહેલા નાશ્તો કરે છે, તેમના બ્લડમાં સુગરનું (Blood Sugar) સ્તર ઓછુ જોવા મળ્યું હતું અને ઈન્સ્યુલિન રેસિસ્ટન્સ  (Insulin Resistance) ઓછું હતું.

    અલી અને તેમની રિસર્ચ ટીમે સ્વાસ્થ્ય અને પોષણ પર એક નેશનલ સર્વે પરથી 10,575 એડલ્ટ અમેરિકનો પાસેથી મેળવેલ ડેટાનું વિશ્લેષણ કર્યું. ભોજનનો સમય, બ્લડ સુગર લેવલ અને ઈન્સ્યુલિનના સ્તર વચ્ચે પેટર્ન બનાવવા માટે ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

    સંશોધન પરથી જાણવા મળ્યું કે, જે વ્યક્તિ દરરોજ 10 કલાક અથવા ઓછા સમયાંતરે ભોજન કરે છે અથવા ઉપવાસ કરે છે, તે હાઈ ઈન્સ્યુલિન રેસિસ્ટન્સ સાથે જોડાયેલ હતું. જે લોકો ઉપવાસ કરે છે, તેમનામાં ઈન્સ્યુલિનની પ્રત્યેનો રિસ્પોન્સ ઓછો જોવા મળતો હતો. જે ટાઈપ ટુ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે જોખમકારક છે.

    તાજેતરમાં કરેલ સંશોધનમાં અગાઉ કરેલ સંશોધન કરતા બિલકુલ વિરોધી પરિણામો જોવા મળ્યા છે. અગાઉના સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે, ઉપવાસ કરવાથી ઈન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો કરી શકે છે અને કોઈ વ્યક્તિના બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. તાજેતરમાં કરેલ સંશોધન અનુસાર એક વ્યક્તિએ ઉપવાસ કર્યો હતો કે નહીં તે વિશેની માહિતી નથી, પરંતુ તે વ્યક્તિમાં ઈન્સ્યુલિન રેસિસ્ટન્સનું સ્તર ઓછું જોવા મળ્યું હતું અને તેણે સવારે 8:30 વાગ્યા પહેલા ભોજન કરી લીધું હતું.

    અલીએ જણાવ્યું કે, આ પરિણામો પરથી જાણવા મળે છે, કે સમય ડ્યુરેશનની સરખામણીએ મેટાબોલિક મેઝર્સ સાથે મજબૂતીથી જોડાયેલ છે. જે સવારે વહેલા નાશ્તો કરવાની આદતનું સમર્થન કરે છે.

    ટાઈપ 2 ડાયાબિટીસ આજીવન બિમારી છે. જેના કારણે શરીર જે રીતે ઈન્સ્યુલિનનો ઉપયોગ કરવો જોઈએ, તે રીતે કરી શકતું નથી. ડાયાબિટીસમાં તરસ લાગવી, ભૂખ લાગવી, થાક લાગવો, નબળી દ્રષ્ટી, વારંવાર પેશાબ લાગવો જેવા લક્ષણો જોવા મળે છે.
    First published: