Home /News /lifestyle /Diabetes: આ નાની-નાની આદતો વધારે છે બ્લડ સુગર, તરત બદલી નાંખો, નહીં તો..

Diabetes: આ નાની-નાની આદતો વધારે છે બ્લડ સુગર, તરત બદલી નાંખો, નહીં તો..

વ્હાઇટ બ્રેડ ખાવાનું ટાળો.

Diabetes care: આજનાં આ સમયમાં ડાયાબિટીસના કેસમાં સતત વઘારો થઇ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાની હેલ્થનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આમ, જો તમને ડાયાબિટીસ છે અને તમે ડાયટ પર પૂરતું ધ્યાન આપતા નથી તો અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થાય છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં પૂરતા પ્રમાણમાં હેલ્થનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આ સમસ્યામાં તમે ડાયટ પર પૂરતું ધ્યાન આપતા નથી તો અનેક તકલીફો વધતી જાય છે. વાત કરવામાં આવે તો દિવસને દિવસે ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય એક્સપર્ટ અનુસાર વધતી ઉંમર અને ફેમિલી હિસ્ટ્રીથી આ બીમારી થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખોટી આદતો પણ ડાયાબિટીસ થવાનું એક કારણે હોઇ શકે છે. આમ, તમને એક વાત એ જણાવી દઇએ કે તમારી આ રોજીંદી નાની-નાની આદતો તમારું સુગર વધારવાનું કામ કરે છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર દરરોજની કેટલીક એવી વસ્તુઓ હોય છે જે જાણતાં-અજાણતાં આપણાંથી થાય છે અને ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. જે લોકોને ડાયાબિટીસ છે એમને ખાસ કરીને ડેલી લાઇફમાં આ વસ્તુઓથી બચવુ જોઇએ.

આ પણ વાંચો:આ ફુડ ખાવાથી મગજ થાય છે આઇન્સ્ટાઇન જેવું

વ્હાઇટ બ્રેડ ખાવાનું ટાળો


મોટાભાગનાં ભારતીય નાસ્તામાં સવારમાં વ્હાઇટ બ્રેડ ખાતા હોય છે. વ્હાઇટ બ્રેડ કાર્બ્સથી ભરપૂર હોય છે. રિફાઇન્ડ કાર્બ્સ બ્લડ સુગરને ઝડપથી વધારે છે. આ માટે ડાયાબિટીસના દર્દીઓએ વ્હાઇટ બ્રેડ ખાવી જોઇએ નહીં. આ સિવાય બિસ્કિટ, પાસ્તા, મિઠાઇ, કેક પેસ્ટ્રી જેવી અનેક વસ્તુઓમાં રિફાઇન્ડ કાર્બ્સ હોય છે.

આ પણ વાંચો:આ નેચરલ રીતે બોડીને ડિટોક્સ કરો

બ્રેકફાસ્ટ છોડવાની આદત ભારે પડી શકે


તમને ડાયાબિટીસ છે અને તમે ખાવા-પીવાની બાબત પર ધ્યાન આપતા નથી તો આ ખોટી બાબત છે. આ બીમારીમાં દર્દીઓએ લાંબા સમય સુધી પેટ ખાલી રાખવુ જોઇએ નહીં. આ માટે ક્યારે પણ સવારનો નાસ્તો એવોઇડ કરશો નહીં. હંમેશા સવારના નાસ્તાથી દિવસની શરૂઆત કરો. રાત્રીના 8 થી 10 કલાક પછી નાસ્તો કરવો ખૂબ જરૂરી છે.


સતત બેસી રહેવાની ભૂલ ના કરો


ડાયાબિટીસના દર્દીઓએ ક્યારે પણ એક ધારું એટલે કે સતત બેસી રહેવું જોઇએ નહીં. સતત બેસી રહેવાની ટેવ તમને છો તો આજે જ બદલી નાંખો. આ તમને સમય જતા ભારે પડી શકે છે. વર્ષ 2021માં 4,75,000થી પણ વધારે લોકો પર કરવામાં આવેલા અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોને જાણ થઇ કે આળસ ભરી જીવનશૈલીને કારણે ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Diabetes care, Health care tips, Life Style News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો