Home /News /lifestyle /Diabetes: ડાયાબિટીસમાં બ્લડ સુગરને કંટ્રોલમાં કરવા પીવો ખીરાનો સુપ, આ રીતે બનાવો ઘરે

Diabetes: ડાયાબિટીસમાં બ્લડ સુગરને કંટ્રોલમાં કરવા પીવો ખીરાનો સુપ, આ રીતે બનાવો ઘરે

ખીરાનું આ સુપ પીને ડાયાબિટીસ કંટ્રોલમાં કરો

Diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે ખીરા સૌથી બેસ્ટ છે. ખીરા તમે આ રીતે ખાઓ છો તો તમારું વજન પણ કંટ્રોલમાં રહે છે અને સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે. જો તમને ડાયાબિટીસ છો તો ખાસ વાંચી લો ખીરાના આ બેનિફિટ્સ વિશે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવસેને દિવસે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ સમસ્યા દિવસેને દિવસે ખૂબ જ વધી રહી છે. જો કે ડાયાબિટીસ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ખોટી લાઇફ સ્ટાઇલ અને ખાવાની ખોટી આદતો ડાયાબિટીસનું એક મુખ્ય લક્ષણ છે. નાના બાળકોથી લઇને યુવાઓ પણ આ સમસ્યાની ઝપેટમાં જલદી આવી રહ્યા છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડાયટ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

    સુગર લેવલને કંટ્રોલમાં કરવા માટે સારું ડાયટ ફોલો કરવું ખૂબ જરૂરી છે. ખીરામાં વિટામીન, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુણ હોય છે. આ માટે તમે ખીરાને સલાડ, સેન્ડવિચ અને રાયતાના રૂપમાં પણ ખાઇ શકો છો. ખીરા ખાવાથી હાડકાં અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. તો જાણી લો તમે પણ ખીરા ડાયાબિટીસના દર્દીઓ માટે કેવી રીતે ઉપયોગી છે.

    આ રીતે ખીરામાંથી બનાવો સૂપ


    ખીરાનો સૂપ પીવાથી બ્લડ શુગર લેવલ ઓછુ થાય છે. આનું સેવન કરવાથી સૌથી પહેલા ખીરાને કટ કરી લો અને પછી 3 ચમચી લીંબુનો રસ, એક નાની ડુંગળી, એક લસણની કળી, ઓલિવ ઓઇલ, અડધો કપ કોથમીર, એક ચમચી જીરું, મીઠું અને કાળા મરીનો પાવડર..

    આ પણ વાંચો: બાળકો માટે બહુ ફાયદાકારક છે Castor Oil

    આ બધી જ વસ્તુને મિક્સર જારમાં લઇ લો અને ક્રશ કરી લો. હવે સ્વાદાનુંસાર દહીં લો. હવે આ સૂપ તમે પી લો. આ સૂપ પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને તમારું વજન કંટ્રોલમાં રહે છે.

    ખીરાનો સલાડ ખાઓ


    જો તમને ખીરાનો સૂપ ગમતો નથી તો તમે ખીરાનો સલાડ પણ ખાઇ શકો છો. સલાડથી તમને વિટામીન્સ પણ મળે છે અને બ્લડ સુગર લેવર પણ નિયંત્રણ કરે છે. ખીરામાંથી તમે સલાડ બનાવીને ખાઓ છો તો બહુ મજા આવે છે.

    આ પણ વાંચો: પ્રેગનન્સીમાં યુરિન ઇન્ફેક્શન થાય તો જલદી કરો આ કામ

    ખીરાનું રાયતું ફાયદાકારક


    તમને ખીરાનો સૂપ કે સલાડ ભાવતો નથી તો તમે રાયતું ખાઇ શકો છો. રાયતુ તમે રોજ પણ ખાઇ શકો છો. આ રાયતુ તમારું વજન પણ કંટ્રોલ કરે છે.


    ડાયાબિટીસના દર્દીઓ રોજ આ રાયતું ખાઇ શકો છો. આ રાયતું નાના બાળકો પણ ખાઇ શકો છો. ખીરાનું રાયતુ તમારું વજન પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन